આઇટી કંપનીઓમાં વોર ફોર ટેલેન્ટ એટ્રિશન રેટ 15-30 ટકાના ઊંચા દરે   - Sandesh
  • Home
  • Business
  • આઇટી કંપનીઓમાં વોર ફોર ટેલેન્ટ એટ્રિશન રેટ 15-30 ટકાના ઊંચા દરે  

આઇટી કંપનીઓમાં વોર ફોર ટેલેન્ટ એટ્રિશન રેટ 15-30 ટકાના ઊંચા દરે  

 | 4:03 am IST
  • Share

કર્મચારીઓમાં નવી તકો પાછળ એક્ઝિટના દોરને કારણે એટ્રિશન રેટ વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયો

મિડ ટુ સિનિયર મિડ ટિયરમાં એટ્રિશન રેટ ઔ30-40 ટકા ઊંચો

કોગ્નિઝન્ટમાં 31 ટકાનો સૌથી ઊંચો એટ્રિશન રેટ જ્યારે ઇન્ફેસિસ અને વિપ્રોમાં 20 ટકાથી ઊંચું એટ્રિશન

ઉદ્યોગ છેલ્લાં કેટલાંક વર્ષોની મંદ માગની સ્થિતિમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે એટ્રિશનમાં તીવ્ર વૃદ્ધિ માગમાં જોવા મળતી તેજીને ખોરવે તેવી સંભાવના

ડિજિટલ અને ક્લાઉડ પ્રોજેક્ટ્સમાં ગ્રાહકો તરફથી ર્સિવસ ક્વોલિટી નબળી બન્યાની થઈ રહેલી ફરિયાદો

ભારતીય આઈટી ઉદ્યોગ ઐતિહાસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એકબાજુ કંપનીઓ વૈશ્વિક સ્તરે તેમની સેવાઓ માટે ઊંચી માગ જોઈ રહી છે જ્યારે બીજી બાજુ તેઓ કર્મચારીઓ તરફ્થી કંપની છોડવાના ઊંચા એટ્રિશન રેટનો અનુભવ કરી રહી છે. સામાન્યરીતે 10-20 ટકાના એટ્રિશનનો અનુભવ કરતી દિગ્ગજ આઈટી કંપનીઓમાં આ પ્રમાણ વધીને 20-30 ટકાના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ટોચની ચાર કંપનીઓએ તેમના એટ્રિશન રેટમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી હતી. દેશમાંથી સૌથી મોટી આઈટી ર્સિવસ નિકાસકર્તા ટીસીએસે બીજા ક્વાર્ટરના અંતે 11.9 ટકાનો એટ્રિશન દર નોંધાવ્યો હતો. ટીસીએસે અત્યાર સુધી તેનો એટ્રિશન હંમેશા એકઅંકી જાળવી રાખ્યો હતો. જોકે તાજેતરમાં સમગ્ર આઈટી ક્ષેત્રે ઊંચી ડિમાન્ડને કારણે તે પણ એટ્રીશનનો ભોગ બની છે. એટ્રિશનમાં વૃદ્ધિ છતાં ટીસીએસનો એટ્રીશન રેટ ટોચની ચાર કંપનીઓમાં સૌથી નીચો છે. ઈન્ફેસિસ અને વિપ્રો જેવી બીજા અને ત્રીજા ક્રમની કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે અનુક્રમે 20.1 ટકા અને 20.5 ટકાનો એટ્રિશન દર નોંધાવ્યો હતો. બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ કર્મચારીઓની નિમણૂક કરનાર એચસીએલ ટેક્નોલોજીસનો એટ્રીશન રેટ પણ ઊછળીને 15.7 ટકા પર પહોંચ્યો હતો. જે જૂન ક્વાર્ટરના અંતે 11.8 ટકા પર જોવા મળતો હતો. નાસ્ડેક લિસ્ટેડ કોગ્નિઝન્ટનો એટ્રિશન રેટ તો 31 ટકાના સૌથી ઊંચા સ્તરે જોવા મળતો હતો. કંપનીના મોટાભાગના કર્મચારીઓ ભારત સ્થિત છે. કંપનીએ ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન એક લાખ લેટરલ એસોસિએટ્સ હાયર કરવાની જાહેરાત પણ કરી હતી.

ઈન્ફેસિસના ચીફ્ ઓપરેટિંગ ઓફ્સિર પ્રવિણ રાવના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં આઈટી ઉદ્યોગે આ પ્રકારનું વોર ફેર ટેલેન્ટ અનુભવ્યું નથી. કંપનીનો એટ્રિશન રેટ અગાઉના ક્વાર્ટરના 13.9 ટકાના સ્તરેથી ઊછળી 20.1 ટકા પર પહોંચી ગયો છે. ઉદ્યોગ વર્તુળોના મતે આઈટી કંપનીઓએ અગાઉ પણ ઊંચો એટ્રિશન રેટ જોયો છે. જોકે હાલની સ્થિતિ થોડી અલગ છે. કેમકે ઉદ્યોગ છેલ્લાં કેટલાક વર્ષોની મંદ માગની સ્થિતિમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે એટ્રિશનમાં તીવ્ર વૃદ્ધિ માગમાં જોવા મળતી તેજીને ખોરવી શકે છે. ગાર્ટનર ઈન્કના સિનિયર ડિરેક્ટર એનાલિસ્ટ જણાવે છે કે અમારા ક્લાયન્ટ્સ અમને પૂછી રહ્યાં છે કે ર્સિવસ પ્રોવાઈડર ઈકોસિસ્ટમમાં શું થઈ રહ્યું છે. 20-30 ટકાનું એટ્રિશન અમારા માટે આૃર્યની બાબત છે. અત્યાર સુધી અમે સ્થિતિને સારી રીતે સાચવી લીધી છે પરંતુ અમને ગ્રાહકો તરફ્થી એવું સાંભળવા મળી રહ્યું છે કે ર્સિવસિસની ક્વોલિટી પર પ્રતિકૂળ અસર પડી રહી છે. કંપનીઓ નવા કર્મચારીઓ લઈને તેમને તાલીમ આપી શકે છે પરંતુ માગ ડિજિટલ અને ક્લાઉડ પ્રોજેક્ટ્સમાંથી આવી રહી છે ને આ એવી ટેલેન્ટ છે જે મેળવવી સહેલી નથી. કંપનીઓએ આવા પ્રોજેક્ટમાં કામ કરવા માટે લેવા પડતાં લોકોને લાંબો સમય સુધી ટ્રેઈન કરવા પડે છે. ભારતમાં ડિજિટલ સ્કિલ્સ માટેની માગ તેની પ્રાપ્તિ સામે આઠ ગણી છે અને 2024 સુધીમાં તે વધીને 20 ગણી થઈ જશે. ભારત માટે આ ટાર્ગેટ હાંસલ કરવો ખૂબ કઠિન બની રહેશે એમ નાસ્કોમ પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે જણાવ્યું હતું.

પેજ એક્ઝિક્યૂટિવ ઈન્ડિયાના હેડ અંશુલ લોધાના જણાવ્યા મુજબ મિડ ટુ સિનિયર-મિડ ટિયરમાં એટ્રિશન રેટ 30-40 ટકા જેટલો ઊંચો છે. જેનું એક કારણ આઈટી ઉદ્યોગની ડિમાન્ડ તો છે જ, પરંતુ તે ઉપરાંત લાર્જકોર્પોરેટ્સ પણ તેમની ટેક ફ્ૂટપ્રિન્ટમાં વૃદ્ધિ કરી રહ્યાં છે અને તેઓ આવા કર્મચારીઓની નિમણૂક કરી રહ્યાં છે. સાથે સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ પણ ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. જેને કારણે ટેલેન્ટેડ કર્મચારીઓ પોતાના બિઝનેસિસ તરફ્ વળી રહ્યાં છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં સ્ટાર્ટ-અપ્સમાં 49 અબજ ડોલરનું વિક્રમી રોકાણ થયું છે. જે 2020ની સરખામણીમાં 59 ટકા વધુ છે. આમાંનો મોટો હિસ્સો હયાત સ્ટાર્ટ-અપ્સમાં ગયો છે અને તેઓ વધુ નિમણૂક કરવા તૈયાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો