આજે દશેરાએ શસ્ત્ર્ર પૂજન, ક્ષત્રિય સમાજ રેલી નહિ કાઢે - Sandesh
  • Home
  • Newspaper
  • આજે દશેરાએ શસ્ત્ર્ર પૂજન, ક્ષત્રિય સમાજ રેલી નહિ કાઢે

આજે દશેરાએ શસ્ત્ર્ર પૂજન, ક્ષત્રિય સમાજ રેલી નહિ કાઢે

 | 5:35 am IST
  • Share

  • રાજકોટમાં પોલીસ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોનું પૂજન કરાશે
  • જૂનાગઢ, અમરેલી, જામનગર, મોરબી, પોરબંદર, ગોંડલમાં યોજાશે કાર્યક્રમો

। રાજકોટ । રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અસત્ય ઉપર સત્યના વિજય પ્રતીક રૂપે દશેરાની ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં સૌરાષ્ટ્રમાં દશેરાએ ઠેરઠેર શસ્ત્ર્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ ક્ષત્રિય સમાજ રેલી નહિ કાઢે અને પોલીસ ઉપરાંત વિવિધ સમાજ દ્વારા વિજયા દશમીએ શાસ્ત્ર્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર્રોનું પૂજન કરાશે.
રાજકોટમાં પણ આવતીકાલે વિજયાદસમી નિમિતે શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં પોલીસ વિભાગ દ્વારા સવારના ૧૦ વાગ્યે પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્રપૂજન યોજવામા આવેલ છે.જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે શસ્ત્રોનું પૂજન કરવામા આવનાર છે.આ ઉપરાંત ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ,હરભમજીરાજ સ્મુતિ,૫-રાજપૂતપરા ખાતે પણ શસ્ત્રપૂજનનું આયોજન કરવામા આવ્યું છે.આ કાર્યક્રમ બપોરના ૪ વાગ્યે યોજાશે.આ કાર્યક્રમમાં રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ગોંડલમાં બજરંગ દળ દ્વારા કોલેજ ચોક ખાતે વિજયાદસમી નિમિતે શસ્ત્રપૂજન,ત્રિશુલદીક્ષા અને રાવણદહનનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામા આવેલ છે
મોરબીમાં દશેરાએ સમગ્ર પોલીસ બેડા દ્વારા શસ્ત્ર્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે દર વખતે દશેરાએ રેલી-શોભાયાત્રા કાઢીને શક્તિ માતાજીના મંદિરે પહોંચીને શસ્ત્ર્ર પૂજન કરવામાં આવે છે.પણ આ વખતે કોરોનાને ધ્યાને લઈને ક્ષત્રિય સમાજ રેલી નહિ કાઢે અને માત્ર શક્તિ માતાજીના મંદિરે પોત પોતાની રીતે પહોંચીને શસ્ત્ર્ર પૂજન કરશે.સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે તા. ૧૫ દશેરાનાં દિવસે શસ્ત્ર્ર અને શાસ્ત્ર્ર પૂજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫ ને શુક્રવારના રોજ દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્ર્રપુજન કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે.
અમરેલી જિલ્?લા ક્ષત્રિય સમાજ દ્વારા શુક્રવાર અને દશેરાના પવિત્ર દિવસે કમાણી ફેરવર્ડ હાઇસ્?કૂલમાં શાસ્?ત્રપૂજન, શસ્?ત્રપૂજન અને વડીલોનું સન્?માન કરવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે. અમરેલી જીલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે ત્રિવેણી સંગમનો કાર્યક્રમ યોજાવા જઇ રહેલ હોય છે જે અંતર્ગત માણેકપરા સત્?યનારાયણ મંદિર ખાતે ત્ મિટિંગ યોજાઈ હતી.
આવતીકાલ વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢમાં રાજપૂત સેવા સમાજ ક્ષત્રિયોની વૈદિક પરંપરા મુજબ શક્તિ ઉપાસના અને શસ્ત્રપૂજન યોજાશે.દશેરાના પર્વ નિમિત્તે શુક્રવારે સાંજે ૪ઃ૩૦ કલાકે જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત રાજપૂત સેવા સમાજ ભવન ખાતે યોજાનાર આ ઉત્સવમાં રાજપૂતોના પારંપરિક રીત-રીવાજ મુજબ પહેરવેશ અને સાફા પહેરી શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત અનુરોધ કરાયો છે. અસત્ય પર સત્યના વિજયના પર્વ એટલે કે, વિજ્યા દશમી નિમિતે જામનગર શહેરમાં રાજપુત સમાજ દ્વારા સવારે ૮ વાગ્યે ક્રિકેટ બંગલા નજીક આવેલી રાજપુત સમાજની વાડીમાં પુર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા અને જામનગર જીલ્લા રાજપુત સેવા સમાજના પ્રમુખ પી.એસ.જાડેજાની ઉપસ્થિતિમાં શસ્ત્ર પુજન થશે. જેમાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન કરશે. તેમજ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે સવારે ૯ઃ૩૦ કલાકે શસ્ત્ર પુજન યોજાશે. જેમાં સીટી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ જોડાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ સહિતના શસ્ત્ર પુજન કરશે. પોરબંદર ખાતે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા પણ વિજ્યાદશમી નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયેઈ છે જેમાં સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી વાડી પ્લોટમાં આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે. ત્યાર બાદ છ વાગ્યે રાજપૂત સમાજ ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં રાજપુત સમાજના આગેવાનો પરંપરાગત સાફ ધારણ કરી જોડાશે આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નિકળી ખીજડીપ્લોટ ખાતે આવેલા ખીજડાવાળા મામાદેવના મંદીરે પૂર્ણ થશે ત્યાર બાદ અહી વિવિધ શસ્ત્ર્રો નું પૂજન કરવામાં આવશે તો જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ સવારે૧૦ વાગ્યે દશેરા નિમિતે શસ્ત્ર્ર પૂજન કરવામાં આવશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો