આનુવંશિક્તાની શોધ કરનાર ગ્રેગર જોહાન મેન્ડલ - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • આનુવંશિક્તાની શોધ કરનાર ગ્રેગર જોહાન મેન્ડલ

આનુવંશિક્તાની શોધ કરનાર ગ્રેગર જોહાન મેન્ડલ

 | 3:00 am IST
  • Share

ગ્રેગર જોહાન મેન્ડલનો જન્મ ૧૮૨૨માં જર્મનીમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ખેતીકામ કરતો હતો. તેમની આર્િથક સ્થિતિ બહુ ખરાબ હતી. ગ્રેગરને ભણવાનો શોખ હતો એટલે તેમણે અભ્યાસ નહોતો છોડયો. તેમણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો. ભણીગણીને ગુજરાન ચલાવવાના બે રસ્તા મળી ગયા હતા. એક તો સ્થાનિક ચર્ચમાં પાદરી તરીકે કામ અને ચર્ચની જ માધ્યમિક શાળામાં નેચર સાયન્સ ભણવાનું કામ. બાળકોને ભણાવવાની સાથે સાથે રિસર્ચ પણ કરતાં હતા. એક પેઢીનાં લક્ષણ બીજી પેઢીમાં કેવી રીતે આવે છે? એ સવાલનો જવાબ શોધવા માટે તેમણે છોડ, ફૂલ વગેરે ઉપર અભ્યાસ કર્યો. મેન્ડલનો પ્રયોગ જીવજંતુઓમાં એક પેઢીથી બીજી પેઢી સુધી ગુણ કેવી રીતે જાય છે? સંતાનમાં આ ગુણનાં લક્ષણ કેવી રીતે જોવા મળે છે? ગ્રેગર જોહાન મેન્ડલના આનુવંશિકતાના નિયમોને મેન્ડલના નિયમથી ઓળખવામાં આવે છે. આ પ્રયોગથી મેન્ડલે સાબિત કર્યું કે માતાપિતામાં જે સૌથી પ્રભાવશાળી ગુણ હોય છે એ જ સંતાનોમાં જોવા મળે છે. પરિણામે તે સંતાન તેના પપ્પા જેવું છે કે મમ્મી જેવું લાગે છે. તેથી આપણે બાળકને જોઇને કહેતાં હોઇએ છીએ તે અદ્દલ પપ્પા જેવો કે મમ્મી જેવો છે. આનુવંશિકતાના આ નિયમને આજની વૈજ્ઞાાનિક ભાષામાં ડીએનએ પણ કહેવામાં આવે છે.  

આનુવંશિકતાના પિતા અને મહાન વૈજ્ઞાાનિક ગ્રેગર જોહાન મેન્ડલને પોતાની મહાન ખોજ માટે જીવનપર્યંત માન્યતા નહોતી મળી. એમના નિયમોને આધારે અન્ય સંશોધન થતાં પછીથી માન્યતા આપવામાં આવી હતી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો