આપનું સપ્તાહ તા. 27-11-21 થી 03-12-21 સુધી - Sandesh
  • Home
  • Astro
  • આપનું સપ્તાહ તા. 27-11-21 થી 03-12-21 સુધી

આપનું સપ્તાહ તા. 27-11-21 થી 03-12-21 સુધી

 | 4:44 am IST
  • Share

મેષ

અ. લ. ઇ.

સાપ્તાહિક ગ્રહયોગો કેટલીક બાબતો અંગે મૂંઝવણ રખાવતા જણાય. થોડા વધુ પ્રયત્નો અને ધીરજ બાદ  આપને રાહત પ્રાપ્ત થાય.  આર્થિક સમસ્યા છતાં કામ અટકે નહીં તેવો માર્ગ મળતાં ચિંતા હળવી બને. અન્ય કૌટુંબિક-સામાજિક કે અંગત બાબતો માટે ગ્રહો શુભ ફળ આપતા જણાય.

વૃષભ      

બ.વ.ઉ.

આ સાપ્તાહિક ગ્રહમાન જોતા નોકરી વ્યવસાય કે અન્ય કેટલાક મહત્ત્વના કામકાજો આડેની અડચણોને પાર કરીને  આગળ વધી શકશો અને લાંબા ગાળે દૃષ્ટિફળ પ્રાપ્ત થાય. નાણાકીય દૃષ્ટિએ  હાથ ભીડમાં રહેતો જણાય, ઉતાવળા નિર્ણય હાનિ કરાવે નહીં તે જોવું, આરોગ્ય અંગે સચેત રહેવું.

મિથુન

ક.છ.ઘ.

સાપ્તાહિક ગ્રહપરિભ્રમણ જોતા આપના  પ્રયત્નો પુરુષાર્થ વધારવા પડે અને ઇચ્છિત ફળ મળતા રાહત અનુભવાય. આવક કરતાં જાવક વધવા ન દેશો. દેવા- કરજની ચિંતા સતાવતી જણાય. ઘર-સંસાર કે કુટુંબના પ્રશ્નો અંગે પ્રતિકૂળતા, તણાવમાંથી બહાર આવી શકો. પ્રવાસમાં વિલંબ. તબિયત નરમ જણાય.

કર્ક

ડ.હ.

સાપ્તાહિક ગ્રહસંજોગોની  અસર આપની માનસિક સ્થિતિ પર વધુ જણાતા ટેન્શન કે નિરાશા ક્ષણિક આવે. કામધંધા કે અન્ય કાર્યો અંગે સમય રચનાત્મક પ્રગતિકારક બને. અગત્યની મદદ ઉપયોગી બને. મિત્ર-સગાં કે કુટુંબની વ્યક્તિઓ સાથે સંવાદિતા- મનમેળ રાખી શકો. તબિયત અંગે રાહત મળે, પ્રવાસ સફળ થાય.

સિંહ

મ.ટ.

સાપ્તાહિક ગ્રહયોગોની અસર જોતાં સમયમાં અગત્યના નિર્ણય કે તેનો અમલ કરવામાં  ઉતાવળા થશો નહીં. ધીરજ ઉપયોગી, નોકરી-ધંધા વેપાર અંગે જોઈતો લાભ દૂર ઠેલાતો લાગે. નાણાકીય સંકડામણ જણાય. ખોટા ખર્ચા ટાળવા હિતાવહ, ઘર-કુટુંબ અંગેની સમસ્યાને ધીરજપૂર્વક ઉકેલી શકો. પ્રવાસ મજાનો, તબિયત સારી થતી જણાય.

કન્યા

પ.ઠ.ણ.

સાપ્તાહિક ગ્રહમાન આપની મનોસ્થિતિને અશાંત કરી શકે. ઉપાય પ્રયોજી લેવા, કેટલીક હાથ ધરેલી કામગીરી કે નોકરી વ્યવસાયની બાબતો માટે ગ્રહો મદદરૂપ થશે. આર્થિક પ્રશ્નોનો હલ મેળવી શકો. કોર્ટની મદદની  આશા રહે, કુટુંબ કે સામાજિક બાબતો અંગેની ચિંતાનો ઉકેલ મળવામાં સમાધાન જરૂરી, પ્રવાસ સફળ, આરોગ્ય નરમ-ગરમ.

તુલા

ર.ત.

સાપ્તાહિક ગ્રહભ્રમણ આપની નિરાશા દૂર કરે. ઉત્સાહ ઉમંગ વધે.  પ્રતિકૂળતામાંથી માર્ગ  મળે, વ્યવસાયિક કે કાર્ય અંગે આ સમયમાં પ્રયત્નો ફળદાયી બનતા જણાય. નાણાભીડમાંથી બહાર આવતાં થોડો સમય લાગતો જણાય. ખોટા ખર્ચા ટાળવા હિતાવહ, ઘર-કુટુંબ અંગેની સમસ્યાને ધીરજપૂર્વક ઉકેલી શકો, તબિયત સચવાય, પ્રવાસમાં વિઘ્ન.

વૃશ્ચિક

ન.ય.

સાપ્તાહિક ગ્રહયોગોની અસર આપના મન પર ઉદ્વેગ-ગુસ્સો વધારે પણ સંયમ જરૂરી સમજવો. ઉતાવળા કામકાજો, નિર્ણયો કે સાહસમાં મુશ્કેલી આવી શકે. આર્થિક બાબતો વિશેષ ધ્યાન માગી લેશે, અને ખર્ચ પર કાબૂ જરૂરી સમજવો. આરોગ્ય- અકસ્માત ભય. પ્રવાસમાં વિલંબથી સફળતા જણાય.

ધન

ભ.ધ.ઢ.ફ.

સાપ્તાહિક ગ્રહ પરિભ્રમણ જોતાં મનની મુરાદો મનમાં રહેવાથી અસંતોષ અનુભવાય. ઇચ્છિત કામકાજોમાં  રુકાવટ બાદ પ્રગતિ જણાય અને  પુરુષાર્થ મદદરૂપ બને. ગૃહજીવન-કુટુંબમાં અશાંતિ, ચકમકથી દૂર રહેવા મનનું સમતોલન રાખવું. પ્રવાસ સફળ, તબિયત મધ્યમ.

મકર

ખ.જ.

સાપ્તાહિક ગ્રહયોગો જોતાં મનની મૂંઝવણો વધતી જણાય, સંજોગો કઠિન જણાય, આપના નોકરી-ધંધામાં કે અન્ય કામકાજો અંગે સમયમાં મહેનત વધુ લાભ અલ્પ લાગે, આવક સામે ચુકવણી-કરજનો ભાર જણાય. કૌટુંબિક સ્થિતિમાં આપને ઘણી બાંધછોડ કે સમાધાનોથી શાંતિ રાખવી પડે. પ્રવાસ ફળે, તબિયત સુધરે.

કુંભ

ગ.શ.સ.

સાપ્તાહિક ગ્રહયોગની સ્થિતિ જોતાં આપની મનોકામનાઓ પૂર્ણ કરવામાં વધુ ધીરજ જરૂરી. કાર્ય સફળતા, ધીમી ગતિએ મળતી જણાય. તણાવ અને બોજો રહેતો લાગે. આર્થિક સંજોગો બદલાય તેવી આશા  હજુ જણાતી નથી તેથી ખર્ચ અટકાવો. ગૃહજીવન કુટુંબના પ્રશ્નો અંગે તણાવ હળવો થાય. ચિંતાનો હલ મળી શકે.

મીન

દ.ચ.ઝ.થ.

સાપ્તાહિક ગ્રહમાન જોતાં સમયમાં મનોવ્યથા દૂર થાય. આનંદનો પ્રસંગ માણી શકો. નોકરી-વ્યવસાય કે અન્ય  મહત્ત્વના કાર્યો- યોજનાઓને આગળ ધપાવી શકો. કોઈ યોગ્ય મદદ મળે. આવક વધારવાના ઉપાયો અંતે સાનુકૂળ ફળ આવી શકે. કૌટુંબિક સ્વજનની સમસ્યા હલ કરવા ઘણી ઉદારતા જરૂરી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો