આર્યને 10 મિનિટ શાહરુખ-ગૌરી સાથે વીડિયો કોલથી વાત કરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યને 10 મિનિટ શાહરુખ-ગૌરી સાથે વીડિયો કોલથી વાત કરી

આર્યને 10 મિનિટ શાહરુખ-ગૌરી સાથે વીડિયો કોલથી વાત કરી

 | 4:05 am IST
  • Share

  • આર્યનને જેલનું જ ભોજન અપાઇ રહ્યું છે.તેને ઘેરથી આવેલું કે બહારથી લવાયેલું ભોજન અપાશે નહીં.
  •  પત્ની ગૌરી ખાને આર્યન સાથે 10 મિનિટ સુધી વીડિયો કોલ પર વાતચીત કરી હતી.
  • NCBએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ડ્રગ્સનો બંધાણી છે અને અમે તેના વિદેશી સંપર્કો શોધી કાઢવા માટે વિદેશ મંત્રાલયની મદદ લઇ રહ્યાં છીએ.

 વિશેષ અદાલતે ડ્રગ્સ કેસમાં જામીનનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખતાં આર્યન ખાનને બુધવાર સુધી જેલના જ રોટલા તોડવા પડશે. આર્થર રોડ જેલમાં રખાયેલા શાહરુખ પુત્ર આર્યન ખાનને હવે કાચા કામના કેદીઓના શેલમાં ખસેડી દેવાયો હોવાથી હવે તેને જેલ મેન્યુઅલ પ્રમાણેની જ સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. જેલ સુપરિન્ટેન્ડેન્ટ નીતિન વાયચલે જણાવ્યું હતું કે આર્યનને જેલનું જ ભોજન અપાઇ રહ્યું છે.તેને ઘેરથી આવેલું કે બહારથી લવાયેલું ભોજન અપાશે નહીં. અદાલતના આદેશ બાદ જેલ સત્તાવાળાઓ તેના ભોજન પર નિર્ણય લેશે. દરમિયાન શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને આર્યન સાથે 10 મિનિટ સુધી વીડિયો કોલ પર વાતચીત કરી હતી. કોવિડ મહામારીના કારણે કેદીઓને સપ્તાહમાં બે વાર પરિવાર સાથે વીડિયો કોલિંગ કરવા દેવાના બોમ્બે હાઇકોર્ટના આદેશ અનુસાર આર્યન ખાનને પણ આ સુવિધા અપાઇ હતી.

આર્યનની મુક્તિ માટે ગૌરી ખાને નવરાત્રિમાં માનતા સાથે સતત પૂજા કરી

પુત્ર આર્યન સહીસલામત ઘેર આવે તે માટે માતા ગૌરી ખાને માનતા માની છે. તેના નિકટના લોકોએ કહ્યું હતું કે, ગૌરી ખાન નવરાત્રી દરમિયાન સતત પૂજા અને પ્રાર્થના કરી રહી હતી. તહેવાર શરૂ થયો છે ત્યારથી ગૌરીએ મીઠાઇ અને ખાંડનો ત્યાગ કરી દીધો છે. શાહરુખના એક નિકટના મિત્રે જણાવ્યું હતું કે, શાહરુખ બરાબર જમતો નથી અને સૂઇ પણ શક્તો નથી. તે સાવ ભાંગી પડયો છે અને એક લાચાર પિતા બની ગયો છે.

આર્યનના સંપર્કો શોધવા વિદેશ મંત્રાલયની મદદ લેવાઈ : એનસીબી  । એનસીબીએ જણાવ્યું હતું કે, આર્યન ખાન ડ્રગ્સનો બંધાણી છે અને અમે તેના વિદેશી સંપર્કો શોધી કાઢવા માટે વિદેશ મંત્રાલયની મદદ લઇ રહ્યાં છીએ. આર્યન ખાન ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટના સભ્યોના સંપર્કમાં પણ હતો. અમે તેમની ઓળખ કરવા માટે વિદેશ મંત્રાલયની મદદ માગી છે. જે વ્યક્તિ ડ્રગ ડીલરો સાથે સંપર્કમાં હોય તેની પાસેથી ડ્રગ ન મળ્યું હોય તો પણ તેેને જામીન આપી શકાય નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો