આવાસો સાંેપ્યાના બે જ મહિનામાં પ્રાથમિક પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ - Sandesh
  • Home
  • Bhavnagar
  • આવાસો સાંેપ્યાના બે જ મહિનામાં પ્રાથમિક પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ

આવાસો સાંેપ્યાના બે જ મહિનામાં પ્રાથમિક પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ

 | 4:18 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

આવાસ સોંપી દિધા બાદ મહાનગર પાલિકાની કોઈ જ જવાબદારી ન હોય તેવું વલણ અપનાવતા રૃવા ઈડબ્લ્યૂ એસ-૩ના ૧૨૦ રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, પ્રાથમિક પ્રશ્નોની વણઝારના લીધે મહાપાલિકામાં રહીશો ધક્કા ખાઈ રહ્યા છે, પણ તંત્ર ફરિયાદ કાને ધરતું નથી, કોન્ટ્રાકટરે કામમાં ધાંધિયા જ દેતા રહીશો અનેક પ્રશ્નોથી પિડા અનુભવી રહ્યા છે.

એરોડ્રામ રોડ, સીતારામનગર, લીલા ઉડાન સામે પ્રધામમંત્રી આવાસ યોજનાના ૧૨૦ રહીશોને આવાસ સોંપ્યાને બે મહિના થયા છે, ત્યાં જ અનેકવિધ સમસ્યાઓ ઉભી થતા રહીશોએ સોસાયટી નહીં સ્વિકારવા અને પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆતો ઉપર રજૂઆતો કરી રહ્યા છે. મહાપાલિકા તંત્રએ રહીશો સાથે છેંતરપિંડી કરી હોવાનો અહેસાસ રહીશો કરી રહ્યા છે, કોન્ટ્રાકટરો સાથે મિલીભગતના લીધે કામમાં ધાંધિયા દેવાયા હોવાનો રહીશો રોષ ઠાલવી રહ્યા છે.

કમિશનરને કરેલી રજુઆતમાં એમ જણાવાયું હતું કે, મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ગંદકી, ખરાબ રોડ છે, અસામાજીક તત્વો અને માળખાકિય રીતે યોગ્ય નથી, સફાઈ થતી નથી. રીંગ રોડ ટચ રસ્તાો આપવામાં આવે. સોસાયટીને કોમન પ્લોટ અપાયો નથી.વીંગની વચ્ચે કોઈ જગ્યા મૂકાઈ નથી. ઈમરજન્સી વાહનો જઈ શકે તેમ નથી. સોસાયટીના કોઈ કાર્યક્રમો, મીટિંગ માટે જગ્યા નથી. ચોમાસામાં રોડ પર પાણી ભરાય છે. પરિસ્થિતિ ખૂબ દયજનક થઈ જાય છે.

મહાપાલિકા ગામને જીરો લેવલે બાંધકામ કરવા દેતું નથી, જ્યારે આવાસમાં જ નિયમો નેવે મૂકાયા છે, દિવાલનું કામ જીરો લેવલે જ કરવામાં આવેલ છે. હજુ સુધી રહીશોને ડસ્ટબીન ફાળવવામાં આવેલ નથી, જ્યા સુધી પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યા સુધી સોસાયટીનો વહીવટ મહાપાલિકા પાસેથી નહીં સ્વિકારવા રહીશો મક્કમ બન્યા છે, તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને તાકિદના ધોરણે પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા ન્યાય આપે તેવી માંગણી કરવામાં આવી છે.

વીજ ટીસી પાસે બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ

મહાપાલિકાની ઘોર બેદરકારી કહો કે, અણઆવડત, સોસાયટીની અંદર ઈલેકટ્રીક સપ્લાય માટે ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જેની નીચે બાળકો માટે પ્લે ગ્રાઉન્ડની જગ્યા છે. જે ખૂબ જોખમી છે, ભવિષ્યમાં કોઈ દૂર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

પાઈપો લીકેજ, પોલાણ સાથે લાદી ઉખડી ગઈ

આવાસમાં કોન્ટ્રાકરે કામમાં ધાંધિયા દેતા અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈન અનેક જગ્યાએ લીકેજ છે. લાદીઓમાં પોલાણ છે, ક્યાકે લાદીઓ ઉખડી ગઈ છે. રસોડાના પથ્થર પોલા અને હાથ વજન લાગે તો પણ પડી જાય તુટી જાય તેવું ફીટીંગ કરાયું છે. નળ, વાલ્વ, ઈલેકટ્રીકટ ફીટીંગમાં પણ નાની મોટી ફરિયાદો છે. છતા કોઈ ધ્યાન આપતું નથી.

લાઈન લીકેજથી છત પર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્વવ

અગાસી ઉપર પાણીના ડિસ્ટ્રીબ્યૂશનમાં પણ ઘણા પ્રશ્નો છે. જેથી રહીશોએ અંદરો અંદર ઝઘડા થાય તેવી સ્થિતિ છે. પાઈપ ફિટીંગમાં પાણી લીકેજ ચાલું છે, છત પર પાણી ભરાય છે, મચ્છરો ઉપદ્વવ ફેલાઈ રહ્યો છે, તથા ગંદકી થઈ રહી છે, ટાંકા ઉઘાડા પડયા રહે તેવી સ્થિતિ છે. પુરી છતમાં પાણીના પાઈપો તો છે પણ તેને મજબુતાઈ માટે સપોટના પાળા નબળા બનાવાયા છે, જેથી પાઈપોને નુકસાન થઈ રહ્યું છે. પીવીસી ટેન્કો પર ઢાંકણા ઉડી જાય છે. યોગ્ય રીતે બંધ થાય તેવી કોઈ સિસ્ટમ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;