ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ અને તેનું ફ્યૂઝન તહેવારમાં મચાવશે ધૂમ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ અને તેનું ફ્યૂઝન તહેવારમાં મચાવશે ધૂમ

ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ અને તેનું ફ્યૂઝન તહેવારમાં મચાવશે ધૂમ

 | 3:00 am IST
  • Share

ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ યંગ જનરેશનમાં હોટ ફેવરિટ છે. તેને પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો

ઈન્ડિયન અને વેસ્ટર્ન લુકનું ફ્યૂઝન એટલે ઇન્ડો વેસ્ટર્ન. ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ આજકાલ યંગ જનરેશનમાં હોટ ફેવરિટ છે, કારણ કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસીસ યુનિક અને વધારે આર્કિષત લાગે છે. દરેક વ્યક્તિ ડિફરન્ટ કપડાં પહેરવાનું પસંદ કરે છે જેથી તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે. તહેવારમાં ટ્રેડિશનલ ન પહેરવું હોય તો ઇન્ડો વેસ્ટર્ન પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છોે. કેવા પ્રકારનું ફ્યૂઝન કરીને સ્ટાઇલિશ લુક મેળવી શકાય એ જાણીએ. 

ધોતી સ્કર્ટ સાથે નેટ જેકેટ

ધોતી પેટર્નનો આજે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ધોતીની સાથે મેળ ખાતા રંગનું ડિઝાઇનર ટોપ પહેરી શકો. આ ટોપ બહુ લાંબું કે બહુ ટૂંકું ન હોવું જોઇએ. કમર સુધીનું હોય તો બેસ્ટ. એના ઉપર નેટ જેકેટ પહેરી લો. નેટ જેકેટ અવેલેબલ ન હોય તો તમે કોઇપણ જેકેટ પહેરી શકો. ધોતીમાં ડિફરન્ટ પેટર્ન અને ડિઝાઇન ઉપલબ્ધ છે. પ્લેન અને પ્રિન્ટેડ તમને ગમે એ પ્રકારની ધોતી પસંદ કરો. આ ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં તમે ફેશનપરસ્ત લાગશો. ધોતીમાં કમ્ફર્ટેબલ પણ રહેશો.  

પ્લાઝોની સાથે ક્રોપ ટોપનું ફ્યૂઝન   

પ્લાઝો આજની માનુનીઓમાં ઇન ટ્રેન્ડ છે. પ્લાઝોમાં યુવતીઓ કમ્ફર્ટેબલ રહે છે. સામાન્ય રીતે પ્લાઝો સાથે કુરતી પહેરાતી હોય છે. પણ યુનિક લુક મેળવવા માટે પ્લાઝોની સાથે કુરતી પહેરવાને બદલે પ્રિન્ટેડ લોન્ગ શ્રગ કે લોન્ગ જેકેટ પહેરી શકો છો. જેમાં ક્રોપ ટોપ અને પ્લાઝો વધારે સુંદર લાગે છે. આ ફ્યૂઝન સુંદર પણ લાગશે અને તમને પહેરવાની મજા પણ આવશે.  

ઇન્ડો વેસ્ટર્ન જમ્પસૂટ

ઇન્ડો વેસ્ટર્ન જમ્પસૂટ ઇન્ડિયન વેર અને વેસ્ટર્ન વેર બંનેમાં ઉપલબ્ધ છે. તમે જમ્પસૂટમાં વેસ્ટર્ન જમ્પસૂટ પહેરતી અનેક છોકરીઓને જોઈ હશે, કારણ કે વેસ્ટર્ન જમ્પસૂટમાં તે આકર્ષક લાગે છે, પરંતુ તહેવારમાં વેસ્ટર્ન જમ્પસૂટને બદલે ઇન્ડિયન જમ્પસૂટ પહેરવાનું પસંદ કરો.

પ્લેન પ્લાઝો સાથે રફલ ટોપ

તમારા મનગમતા કલરનો પ્લેન પ્લાઝો લો. તેની સાથે મેળ ખાતા રંગનું રફલ ટોપ પહેરો. સામાન્ય રીતે આપણે રફલ ટોપ જિન્સ સાથે પહેરતા હોઇએ છીએ અને પ્લાઝો સાથે લોંગ કુરતી પહેરીએ છીએ, પરંતુ તહેવારમાં અનોખો લુક મેળવવા આ પ્રકારના મિક્સ એન્ડ મેચ આઉટફિટ પહેરો. તમે ડિફરન્ટ અને આકર્ષક લાગશો.  

એમ્બ્રોઇડરી જેકેટ સાથે લોંગ ટોપ

આજકાલ એમ્બ્રોઇડરી જેકેટ ફેમસ છે. તેને કોઇપણ ડ્રેસ, ટોપ કે કુરતી સાથે પહેરી શકાય છે. ડેનિમ જિન્સની સાથે લોંગ ટોપ પહેરો અને એની સાથે એમ્બ્રોઇડરી જેકેટ. મિરર વર્ક કર્યું હોય એવાં જેકેટ પણ મળે છે, એ પણ ટ્રાય કરી શકો. આ ફ્યૂઝન તમને પરફેક્ટ લુક આપશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો