ઈનકોગ્નિટો મોડ એ શું છે અને તે કેમ જરૂરી છે? - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • ઈનકોગ્નિટો મોડ એ શું છે અને તે કેમ જરૂરી છે?

ઈનકોગ્નિટો મોડ એ શું છે અને તે કેમ જરૂરી છે?

 | 3:00 am IST
  • Share

જ્યારે આપણે વેબ બ્રાઉઝિંગ દરમ્યાન ગૂગલ સર્ચ તેમજ યૂ-ટયૂબનો ઉપયોગ કરીને કંઈક શોધતા હોઈએ ત્યારે ગૂગલ દ્વારા આ તમામ બાબતોને રેકોર્ડ કરી લેવામાં આવે છે, જેને ટેક્નિકલ ભાષામાં હિસ્ટ્રીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે ફ્રી વાર ગૂગલ સર્ચ તેમજ યુ-ટયૂબ સોફ્ટવેર પર જઈએ તો હિસ્ટ્રીના આધારે વિવિધ વિકલ્પો દર્શાવવામાં આવે છે તેમજ હિસ્ટ્રી વિભાગમાં જઈને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આપણે કયા દિવસે કયા સમયે કઈ તારીખે શું શોધ કરી હતી. પરિણામે આપણે જે કંઈ પણ સર્ચ કરીએ છીએ જ્યાં સુધી આપણે હિસ્ટ્રીમાંથી ડીલિટ નથી કરતા ત્યાં સુધી ગૂગલ અને તેના વિવિધ ટૂલ વ્યક્તિની પસંદ-નાપસંદ બાબતે પૂર્ણપણે માહિતગાર હોય છે. પરિણામે હિસ્ટ્રી અંતર્ગત જે કંઈ પણ પ્રર્દિશત થાય છે તે તમામ બાબત જાહેર પ્રકારનું બ્રાઉઝિંગ માનવામાં આવે છે પરંતુ આ તમામ બાબતો જ્યારે આપણે કોઈપણ ત્રાહિત વ્યક્તિ સુધી શેર કરવા નથી માંગતા તો આપણે પ્રાઇવેટ કે અંગત બ્રાઉઝિંગ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ અને પ્રાઇવેટ બ્રાઉઝિંગના વિકલ્પ તરીકે બ્રાઉઝરમાં આવેલો ઇનકોગ્નિટો મોડસૌથી વધારે અસરકારક છે, જેના દ્વારા શોધવામાં આવતી માહિતીને ગૂગલ હિસ્ટ્રી કે કૂકિઝ તરીકે સેવ નથી કરતું પરિણામે તે એક ચોક્કસ પ્રકારનું અંગત બ્રાઉઝિંગ સ્તર પૂરું પાડે છે. 

ઇનકોગ્નિટો મોડ શું છે અને તેના ફયદા

ઇનકોગ્નિટો મોડ પ્રાઈવસી મોડ અથવા પ્રાઈવેટ સર્ચ નામથી પણ ઓળખવામાં આવે છે, ઇનકોગ્નિટો મોડ ક્યારે પણ હિસ્ટ્રી કે કેશ ડેટાને સેવ કરતું નથી, જ્યારે પણ કોઇ યૂઝર ઇનકોગ્નિટો મોડ બંધ કરે ત્યારે તે તમામ બાબતો વિગતવાર રીતે ડીલિટ કરી નાખે છે, જે પણ ઇન્ટરનેટ એક્ટિવિટી કરીએ છીએ તે એ તમામ એક્ટિવિટી એ બ્રાઉઝરમાં અને મુખ્ય બ્રાઉઝરમાં ક્યારેય પણ ફ્રી વાર દેખાતી નથી. જ્યારે પણ જાહેર સ્થળો પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય ત્યારે હંમેશાં ઇનકોગ્નિટો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હિતાવહ નહીંતર તમારા દ્વારા સર્ચ કરાતી તમામ બાબતોને ગૂગલ તો જોશે પણ સાથે સાથે તમારા પછી એ જ કમ્પ્યૂટર પર કાર્ય કરનાર કોઇ પણ વ્યક્તિ સરળતાથી જોઈ શકે છે અને તેનો ગેરલાભ પણ ઉઠાવી શકે છે. વધુમાં તે યુઝરની પર્સનલ વિગતોને પણ બચાવે છે. અમુક વાર અમુક ફેર્મ ભરતા હોય તો યુઝરનો ડેટા ઓટોફ્લિ સ્વરૃપે આવી જાય છે તો તેની સામે પણ રક્ષણ આપે છે, જે સર્ચ કરવાનું છે તે જ કરવા દે છે, બીજી વધારાની વિગતો વચ્ચે પ્રર્દિશત કરતું નથી. યુઝર જો કોઈ યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરતા હોય તો તેને પણ સેવ કરતું નથી. જો યુઝર મલ્ટિપલ એકાઉન્ટમાં લોગ ઇન થવા માંગતો હોય તો અલગ-અલગ ટેબ થકી લોગિન થવાની પરવાનગી પણ તે પૂરી પાડે છે. 

ઇનકોગ્નિટો મોડ કેવી રીતે મોબાઈલ અને કમ્પ્યૂટરમાં શરૃ કરી શકાય

મોબાઈલ પર ખોલવા માટેની પદ્ધતિ

(1) મોબાઈલ ઉપર ઇનકોગ્નિટો મોડ શરૃ કરવા માટે સૌપ્રથમ   એન્ડ્રોઈડ ફેન અને ટેબ્લેટ પર ક્રોમ બ્રાઉઝર ખોલવું  

(2) ઉપર જમણા ખૂણામાં ત્રણ ડોટ ચિહ્ન પર ટેપ કરો. 

(3) ન્યૂ ઇનકોગ્નિટો ટેબટેપ કરો. સફરીની જેમ જ, ઇનકોગ્નિટો ટેબ્સ બાકીના ટેબ્સથી અલગ રાખવામાં આવશે. 

કમ્પ્યૂટરમાં ખોલવા માટેની પદ્ધતિ

(1) સૌપ્રથમ કમ્પ્યૂટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલો  

(2) ત્યારબાદ બ્રાઉઝર સ્ક્રીનની જમણી બાજુએ આવેલા થ્રી ડોટ મેનૂ પર ક્લિક કરવું અને ત્યાંથી ન્યૂ ઇનકોગ્નિટો વિન્ડોપર ક્લિક કરવું અથવા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈને શોર્ટકટ કી – કન્ટ્રોલ + શિફ્ટ + એન આ ત્રણ કીને એક સાથે દબાવવી . 

       

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો