ઉનાના માછીમારને લોટરી લાગીઃજાળમાં ત્રણ કરોડની કિંમતી ઘોલ માછલી મળી - Sandesh
  • Home
  • Newspaper
  • ઉનાના માછીમારને લોટરી લાગીઃજાળમાં ત્રણ કરોડની કિંમતી ઘોલ માછલી મળી

ઉનાના માછીમારને લોટરી લાગીઃજાળમાં ત્રણ કરોડની કિંમતી ઘોલ માછલી મળી

 | 5:36 am IST
  • Share

  • દરિયામાંથી હાથ લાગેલી માછલીને જોઈ માછીમાર ઝૂમી ઉઠયો
  • વિદેશમાં તબીબી અને ખાદ્ય સામગ્રી માટે ઘોલ મોંઘા ભાવે વેચાય છે

। વેરાવળ । ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારને ઘોલ નામની અતિ કિંમતી માછલીનો જથ્થો મળી આવતા માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. સૈયદ રાજપરાના માછીમારની જાળમા ર૦૦૦ માછલીઓ પકડાઈ હતી.માછીમારે ઝડપેલી માછલીની અંદાજિત બજાર કિંમત ત્રણ કરોડથી વધુ થાય છે.
ઘોલ નામની પ્રજાતિની માછલીની આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંચી કિંમત છે. આ માછલીના શરીરના અંદર બ્લેડર નામનો અંગ ખૂબ જ કિંમતી હોય છે. જયારે તેના માસનો વિદેશમાં સૂપમાં ઉપયોગ થાય છે. આ ઘોલ માછલીનો મેડીકલ અને વિદેશમાં ખાઘપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માછલી ફ્ીશ મોઝનો વેપાર કરતા જ વેપારીઓ ઘોલ માછલી ખરીદ કરતા હોય છે. ઘોલ માછલી દરિયામાં મોટાભાગે ખાડી વિસ્તારના દરિયામાંથી જ મોટાભાગે મળી આવે છે. ગુજરાતમાં કચ્છ અને ગલ્ફ્ની ખાડી વિસ્તારના દરિયામાં ઘોલ માછલી મળી આવે છે. હમેંશા ઘોલ માછલી દરિયામાં સમૂહમાં જ મળી આવે છે. કારણ કે ઘોલ માછલી દરિયામાં કયારેય એકલ દોકલ હોતી નથી. જેથી જયારે ઘોલ માછલી પકડાય ત્યારે તે મોટા જથ્થામાં જ મળી આવે છે. જેથી જે માછીમારની જાળમાં ઘોલ માછલી પકડાય તેને સીઘે સીઘો જેકપોટ લાગી જાય છે. આવો જેકપોટ સૈયદ રાજપરના માછીમારને લાગ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો