એરપોર્ટ સર્કલ પાસે માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત - Sandesh
  • Home
  • Newspaper
  • એરપોર્ટ સર્કલ પાસે માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત

એરપોર્ટ સર્કલ પાસે માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત

 | 3:54 am IST

 

વડોદરા ઃ શહેરના બાપોદ વિસ્તારમાં ગોકુલ ભવન પાસેની વાઘેશ્વરી સોસાયટીમાં પરિવાર સાથે ૧૯ વર્ષીય રિષભ લક્ષ્મીપ્રસાદ કનોજિયા રહેતો હતો. જે તેના પિતાના વ્યવસાયમાં મદદ કરતો હતો. ગુરૂવારે રાત્રે રિષભ તેની મોપેડ લઈને ગરબા જોવા માટે ગયો હતો. તેવામાં રિષભ મોડી રાત્રે ૩ વાગ્યાના અરસામાં ગરબા જોઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થતી વેળાએ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં-જી.જે.૨૩.એસ.૭૧૮૬ ના ચાલકે રિષભની મોપેડને અડફેટમાં લેતા તે હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેથી તેને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રિષભને સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ હરણી પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;