કંડારી પાટીયા પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત - Sandesh
  • Home
  • Newspaper
  • કંડારી પાટીયા પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત

કંડારી પાટીયા પાસે કારની અડફેટે બાઈક ચાલકનું મોત

 | 3:54 am IST

ા કરજણ ા

કરજણ તાલુકાના કંડારી ગામના પાટીયા પાસે ને.હા.૪૮ ઉપર હાઈવે ક્રોસ કરી રહેલા મોટર સાઈકલ ચાલકને પુરઝડપે આવી રહેલી કારના ચાલકે અડફ્ેટમાં લેતાં બાઈક સવારને શરીરે જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યાનું સૂત્રો જણાવે છે.  

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના કંડારી ગામે ગૌચરમાં રહેતાં કંચનભાઈ છોટાભાઈ તડવી ઉ.વ. ૪૮ નાઓ પોતાની મોટર સાઇકલ લઈ કંડારી ગામે ઇન્દિરા નગરીમાં રહેતાં તેમના મોટાભાઈના ઘરે કામ અર્થે ગયા હતા. ત્યાંથી કામ પતાવી તેઓ પાછા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કંડારી ગામે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ને.હા. ૪૮ ઉપર ભરૂચ તરફ્થી પુરઝડપે બેદરકારીથી આવી રહેલા ફેર વહીલ ગાડી નં. ય્ત્ન-૦૫-ઝ્રગ્દ-૮૬૭૮ ના ચાલકે મોટર સાઇકલ સવારને જોરદાર ટક્કર મારી અડફ્ેટમાં લીધા હતાં. પરિણામે મોટર સાઇકલ સવાર કંચનભાઈ છોટાભાઈ તડવી રોડ પર ફ્ંગોળાયા હતા.

જેઓને માથામાં અને જમણે પગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં સ્થળ ઉપર કરૂણ મોત નિપજ્યાનું સૂત્રો જણાવે છે. જ્યારે અકસ્માત કરનાર ફેરવ્હીલ વાહન ચાલકને શરીરે મૂઢ માર વાગતા ૧૦૮ ની મદદથી કરજણ સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયાનું જાણવા મળે છે.

મરનાર મોટાભાઈએ ફ્રિયાદ નોંધાવતા કરજણ પોલીસે ફેરવ્હીલરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;