કચ્છમાં ચાલુ માસે ૪૮ મેલેરિયાના કેસ ઋતુ બદલાતાં વાયરલ ફીવરનાં કેસ વધ્યા - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કચ્છમાં ચાલુ માસે ૪૮ મેલેરિયાના કેસ ઋતુ બદલાતાં વાયરલ ફીવરનાં કેસ વધ્યા

કચ્છમાં ચાલુ માસે ૪૮ મેલેરિયાના કેસ ઋતુ બદલાતાં વાયરલ ફીવરનાં કેસ વધ્યા

 | 2:00 am IST
  • Share

કચ્છમાં છેલ્લા ચાર – પાંચ વર્ષથી સારો વરસાદ પડી રહ્યો હોવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ખાસ કરીને સીઝન બદલાતી હોય ત્યારે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તાજેતરમાં જ વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વિવિધ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. આ ભરાયેલા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને કારણે મેલેરિયાનાં કેસ સામે આવી રહ્યા છે. ચાલુ માસમાં જ ૪૮ મેલેરિયાનાં કેસ જોવા મળ્યા છે, જેને કારણે આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. તો જાન્યુઆરીથી આજદિન સુધીમાં ૨૪૩ જેટલા મેલેરિયાના કેસ સામે આવ્યા છે.
આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી જે.ઓ. માઢકે જણાવ્યું હતું કે, કચ્છમાં તાજેતરમાં પડેલા વરસાદી ઝાપટાને કારણે અનેકવિધ સ્થળોએ પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ખાસ કરીને લોકોનાં ઘરમાં તેમજ આજુબાજુમાં ભરાયેલા વરસાદી પાણીમાં મેલેરિયાના મચ્છરોના વધેલા ઉપદ્રવને કારણે ચાલુ માસમાં ૪૮ જેટલા મેલેરિયાનાં કેસ સામે આવ્યા છે. જોકે, આ કેસ વિવિધ તાલુકામાં છુટાછવાયા જોવા મળી રહ્યો હોવા છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરો તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે વાયરલ ફીવરના કેસ મહત્તમ જોવા મળી રહ્યા છેટ્વ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો