કપિલના શોમાં વિકી કૌશલ હિરોઈન વિના કેમ આવે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કપિલના શોમાં વિકી કૌશલ હિરોઈન વિના કેમ આવે છે?

કપિલના શોમાં વિકી કૌશલ હિરોઈન વિના કેમ આવે છે?

 | 3:00 am IST
  • Share

કપિલ શર્માનો શો નાના પડદા પરનો સૌથી મોટો કોમેડી શો ગણાય છે. દરેક સેલિબ્રિટી અહીં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે અચૂક આવે છે. હાલમાં જ અભિનેતા વિકી કૌશલ અને ડિરેક્ટર સુજિત સરકાર તેમની આગામી ફિલ્મ ‘સરદાર ઉઘમ’નું પ્રમોશન કરવા માટે કપિલના શોમાં આવ્યા હતા. દરમિયાન કપિલે વિકીને એક વિચિત્ર સવાલ કર્યો હતો કે, તે શા માટે તેના શોમાં દર વખતે એકલો આવે છે, કેમ કોઈ હિરોઈનને સાથે નથી લાવતો? આ સવાલ પર સૌ કોઈ હસવા લાગે છે અને તેના જવાબમાં વિકી જણાવે છે કે, હું આ શો કાયમ જોતો હોઉં છું અને એટલે હું સમાજસેવાના ભાગરૂપે સમજું છું કે હિરોઈનોએ આ શો પર ન આવવું જોઈએ! વિકીનો આવો જવાબ સાંભળીને કપિલ સહિત સૌ કોઈ હસી હસીને બેવડ વળી જાય છે. દરમિયાન કપિલ અનુરાગ કશ્યપનું નામ લઈને અન્ય એક સવાલ કરે છે કે, વિકી તેમની ફિલ્મોમાં જે રીતના રોલ કરે છે તે જોતાં તેમના પિતાને શક જવો જોઈએ કે અનુરાગ તેમના દીકરાની કરિયર નહીં પણ વ્યસનોની ટેવ પાડી રહ્યાં છે! આવા બીજા પણ અનેક સવાલો કરીને કપિલે ડિરેક્ટર સુજિત સરકારને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. આ એપિસોડ આ અઠવાડિયે રજૂ થવાનો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો