કપોળકલ્પિત  ગણાતી કથાઓના તથ્યસભર તાણાવાણા! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કપોળકલ્પિત  ગણાતી કથાઓના તથ્યસભર તાણાવાણા!

કપોળકલ્પિત  ગણાતી કથાઓના તથ્યસભર તાણાવાણા!

 | 4:17 am IST
  • Share

ઘણી બધી દલીલો એમ થઈ શકે કે દરેક કથાને અથવા પાત્રોને આજના વિજ્ઞાન સાથે જોડવાનો કોઈ મતલબ નથી

(1) ડેટા કલેક્શન અને સ્ટોરેજ

કમ્પ્યૂટર્સ એ આજકાલના મૉડર્ન જમાનાની સગવડ છે. મોટામાં મોટા ડેટાને અમુક મિનિટોની અંદર સ્ટોર કરી શકવાની ક્ષમતા આ ડિવાઇસ પાસે છે. હવે વિચાર કરો, કોઇ કમ્પ્યૂટર સમગ્ર પૃથ્વી પરના તમામ જીવોનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અથથી ઇતિ સુધીનો ડેટા ધરાવી શકે? એ પણ છોડો, માનો કે ડેટા હાથ પણ લાગી જાય એમ છતાં કોઇ એવું કમ્પ્યૂટર ખરું કે જેમાં દુનિયાની સાતઆઠ અબજની વસતીની ક્ષણેક્ષણ રેકોર્ડ થઈ શકે? ફ્ક્ત આટલું જ નહીં, પરંતુ એમાંની કેટલી ક્ષણો હકારાત્મક હતી અને કેટલી નકારાત્મક એ નક્કી કરી શકાય ખરું? ઇમ્પોસિબલ. જોકે, આપણાં પુરાણોમાં આવા એક સુપર કમ્પ્યૂટર અર્થાત્ સુપર હ્યુમનની વાત થઈ છે! જેનું નામ છે ચિત્રગુપ્ત. મોટાભાગની સીરિયલોમાં યમરાજની સાથે પોતાના હાથમાં મનુષ્યોનાં કર્મોના લેખાજોખા ધરાવતો ચોપડો લઈને એમને ફ્રતા જોયા છે. અમુક વખતે કોમેડી કરતા તો અમુક વખતે સાઇડ કેરેક્ટર બનીને રહી જતાં! પદ્મપુરાણનો અભ્યાસ કરીએ તો સમજાય કે ચિત્રગુપ્તને એમાં માનવ સ્વરૂપમાં ધારવામાં આવ્યા છે. જેમનું કાર્ય છે, વ્યક્તિનાં સારાખરાબ કર્મોનો હિસાબ રાખવો તે! ઘણી બધી દલીલો એમ થઈ શકે કે દરેક કથાને અથવા પાત્રોને આજના વિજ્ઞાન સાથે જોડવાનો કોઈ મતલબ નથી. આમ છતાં એ સત્ય તો હંમેશાં આપણી વચ્ચે રહેશે કે જે સમયમાં વિશ્વની બીજી કોઇ સંસ્કૃતિ આટલા એડવાન્સ્ડ વિચારો નહોતી ધરાવતી એ ગાળામાં આપણે આ તમામ કોન્સેપ્ટ્સને જન્મ આપ્યા છે

(2) ક્લોન્સ અને પ્રજોત્પત્તિ      

 પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે પ્રજાપતિ દક્ષ પર પ્રજોત્પત્તિની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે એમને સંતાનમાં દસ હજાર પુત્રો હતા, જેઓહયશ્વાસતરીકે જાણીતા છે. આજે આપણે જેનેઆઇડેન્ટિકલ ટ્વિન્સકહીએ છીએ એ પૌરાણિક સમયમાં ક્લોનિંગનું શ્રોષ્ઠ ઉદાહરણ દક્ષની પ્રજોત્પત્તિને માનવામાં આવ્યું છે, પરંતુ સમસ્યા એ ઊભી થઈ કે એ તમામ દીકરાઓ તપસ્વી બની ગયા. બીજી વખત પણ આવું જ બન્યું. ત્રીજી વખત દક્ષ અને એમનાં પત્નીને સંતાનમાં સાઠ દીકરીઓએ જન્મ લીધો. જેમાંની 13 દીકરીઓનાં લગ્ન મહર્ષિ કશ્યપ સાથે થયાં. સમગ્ર વિશ્વ, એમાંની તમામ પ્રજાતિનો ઉદ્ભવ મહર્ષિ કશ્યપ અને દક્ષની 13 પુત્રીઓનાં સંતાનો તરીકે થયો હોવાની કથા આપણે ત્યાં પ્રચલિત છે. દક્ષની આ કથાને વાંચીએ ત્યારે સમજાય કે ક્લોનિંગની વાત અગર આજના વિજ્ઞાનને આટલી જટિલ લાગી રહી હોય તો એ સમયમાં આ બધું કઈ રીતે શક્ય બન્યું હશે? હકીકત શું હતી એનો વિચાર કરવાને બદલે આવી કલ્પના કરી શકનાર વ્યક્તિ પોતે વૈચારિક રીતે કેટલો સમૃદ્ધ હશે એનું મનોમંથન થવું જોઈએ.  

(3) કૃષ્ણનું લીલા વિજ્ઞાન!   

 સાવ સરળ ભાષામાં સમજાવવું હોય તો, ટેલિપોર્ટેશન એટલે કોઇ વસ્તુપદાર્થવ્યક્તિનું ભૌતિક સ્થળાંતર થયા વિના દુનિયાના કોઇપણ ખૂણે પહોંચી શકવાની ક્ષમતા! વિજ્ઞાન માટે પણ આ વિચાર થોડા દાયકા પહેલાં સુધી કોઇ કપોળકલ્પનાથી કમ નહોતો, પરંતુ 1990ના એક પ્રયોગ બાદ આ માન્યતામાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું. વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં એ હકીકત સામે આવી કે ફેટોનનું ટેલિપોર્ટેશન શક્ય છે. ભૈતિકશાસ્ત્રીઓએ એ વિષય પર સતત પોતાનાં સંશોધનો ચાલુ રાખ્યાં. ‘સ્ટાર ટ્રેકજેવી મૉડર્ન સાયન્સ ફ્ક્શિન ફ્લ્મિોએ આ કોન્સેપ્ટને દર્શકો સામે રજૂ પણ કર્યા છે. શ્રાીમદ્ ભાગવતમાં ઉષા અને ચિત્રલેખાની કથાનું વર્ણન છે. ઉષાને એક સપનું આવે, જેમાં તે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને જુએ અને એના મોહમાં પડે. ચિત્રલેખાને આખી વાત કહીને ઉષા પોતાના મનના માણીગરના સ્કૅચ તૈયાર કરાવડાવે, જેમાં તેને અનિરુદ્ધની વાસ્તવિકતાનો ખ્યાલ આવે. એ જ રાત્રે ચિત્રલેખા ટેલિપોર્ટ થઈ દ્વારકા પહોંચે અને ચિરનિદ્રામાં પોઢી રહેલા અનિરુદ્ધને ઉષાના રહેઠાણ સોનિપુત્ર લઈ આવે. આ કથા જ એ સૂચિત કરે છે કે ભવિષ્યમાં ટેલિપોર્ટેશન સાવ અશક્ય તો નહીં રહે. હાલના ભૌતિકશાસ્ત્રના નિયમો વસ્તુ કે વ્યક્તિને ટેલિપોર્ટેશન કરવાની મંજૂરી નથી આપતા, કંઈક ખૂટી રહ્યું છે. વૈજ્ઞાનિકો પોતાનાં સંશોધનોમાં અવિરતપણે કોશિશ કરી રહ્યા છે કે એવી તે કઈ બાબત છે જે ટેલિપોર્ટેશનને શક્ય બનાવી શકે! ખેર, જવાબ મળવાને હજુ ખાસ્સી વાર છે, પરંતુ કૃષ્ણની પુષ્કળ લીલાઓ આજના વિજ્ઞાનને વિચારતાં કરી મૂકે એવી છે એ વાતમાં બેમત નહીં.  

(4) જીવન જીવવાના સિદ્ધાંતો 

 મૉડર્ન યુગમાં આપણને ખ્યાલ આવ્યો કે ગંગાનું મૂળ હિમાલયમાં છે, પરંતુ રામાયણમાં ઋષિ વિશ્વામિત્ર લખે છે કે, માનવજાતને પાપમુક્ત કરવા માટે આકાશમાંથી ઉદ્ભવ્યા બાદ ગંગા જમીન પર અવતરણ પામી. જેની પાસે પાપ ધોઈ શકવાની અદમ્ય ક્ષમતા છે. હવે ચર્ચા કરીએ, આકાશગંગાની! વિસ્તૃત વિચાર કરીએ તો સમજાય કે, આકાશગંગામાંથી ઉદ્ભવતું બ્રહ્માંડ પણ આપણું જ છેને? ધારો કે, ઋષિમુનિઓ ફ્ક્ત ગંગા નદી વિશે નહીં પરંતુ આકાશગંગા વિશે વાત કરી રહ્યા હોય તો? અનંત અવકાશમાંથી ઉદ્ભવતી જીવસૃષ્ટિ વિશે તેઓ તત્ત્વચિંતનની વાત કરી રહ્યા હોય એવું પણ બને. શક્યતાઓ ઘણી છે અને માન્યતાઓ પણ! દરેકને ઉલેચીને પાર પડવામાં સમય તો લાગશે જ! જરૂર છે તો ફ્ક્ત પોતાની સંસ્કૃતિ પર ભરોસો રાખવાની.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો