કલેકટરે મુલાકાત લેતા ડાયવર્ઝનનું તાત્કાલિક મરામત કામ કરાયુ - Sandesh
  • Home
  • Bhavnagar
  • કલેકટરે મુલાકાત લેતા ડાયવર્ઝનનું તાત્કાલિક મરામત કામ કરાયુ

કલેકટરે મુલાકાત લેતા ડાયવર્ઝનનું તાત્કાલિક મરામત કામ કરાયુ

 | 4:15 am IST
  • Share

ા બોટાદ ા

બોટાદના પાળિયાદ મથકના રતનપર પાસે પૂલની કામગીરી ગોકળ ગતિએ થઇ રહેલ હોવાથી ઘણા સમયથી વાહનચાલકો તેમજ લોકોને મુશ્કેલીઓ પડી રહી હતી. અને ડાયવર્જનની હાલત પણ વરસાદના કારણે ખરાબ બની હતી. વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા હતા. દરમિયાન બોટાદ કલેકટર તુષાર સુમેરાએ મુલાકાત લેતા ડાયવર્ઝનને તાત્કાલિક મરામત કરાયુ હતુ.

બોટાદ કલેક્ટરને રતનપર નજીક પુલની મુલાકાત લીધી હતી. દરમિયાન જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા. કલેકટર દ્વારા ડાયવર્ઝનનો રસ્તો તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા હતા. આ પુલની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે.

તેમના આદેશના પગલે જવાબદાર તંત્ર ધંધે લાગ્યું હતું. તાત્કાલિક ડાયવર્ઝનનો રસ્તો રીપેર કરવામાં આવ્યો હતો. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો