કૂતરાની પૂંછડી - Sandesh

કૂતરાની પૂંછડી

 | 4:13 am IST
  • Share

 એ  દોડી. કૂતરું પૂંઠે વળગ્યું હોય એમ દોડી. કાયમ હડે હડે કરતાં સસરાને પીઠ પર ઊંચકીને દોડી. જેની લાતો ખાધી એ પગને સાવચેતીપૂર્વક પકડી સીધી દવાખાને દોડી.  

કમળા, સમયસર લઈ આવી, સારું કર્યું. ડાબી બાજુએ લકવો માર્યો છે.  ડૉક્ટરે સસરાની હથેળી થપથપાવી,  ધરમરાજ, નસીબદાર છો. ગુણીયલ વહુ છે.  ધરમરાજની આંખો ભરાઈ આવી. વાચા હણાઈ ગઈ. હાથ અધ્ધર કરી કમળાને આશીર્વાદ આપવા જતાં બીજો હુમલો આવ્યો

 બાચકાની જ્યમ તે માણહ ઊંચકીને દોડાય?  કમળાનો ધણી આવતાંવેંત ઘૂરકવા મંડયો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો