કેમિકલ ક્ષેત્રે ANDHRA PETROCHEMICAL શેર આકર્ષક - Sandesh

કેમિકલ ક્ષેત્રે ANDHRA PETROCHEMICAL શેર આકર્ષક

 | 7:12 am IST
  • Share

કેમિકલ સેક્ટરમાં ડ્રીમ રન જોવા મળી રહ્યો છે અને ચાઈનામાં ઉત્પાદન ઘટવાના લીધે કેમિકલ્સના ભાવો વૈશ્વિક બજારોમાં સતત વધી રહ્યા છે જેમાં અનેક ભારતીય કંપનીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે અને આ ડ્રીમ રન આવનાર સમયમાં પણ યથાવત્ રહી શકે છે.  

આંધ્ર પેટ્રોકેમિકલ્સ પણ એક કેમિકલ ઉત્પાદન કરતી કંપની છે. કંપની ર્ંર્ઠં-છર્ન્ઝ્રંઁર્ંન્જી કેમિકલની ભારતમાં એક માત્ર ઉત્પાદક છે અને કંપનીની 2-ીંરઅઙ્મ રીટટ્વર્હઙ્મ (2ઈઁ)ની ઉત્પાદન ક્ષમતા 55 કેટીપીએ છે અને કંપની ડોમેસ્ટિક માર્કેટની 34-40 ટકા ડિમાંડ પૂરી કરે છે. કંપની નોર્મલ બુટાનોલ અને આઈએસઓ બુટાનોલ જેવી પ્રોડક્ટ્સ પણ બનાવે છે. કંપનીની પ્રોડક્ટ્સ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. કંપનીની પ્રોડક્ટ્સ ઉપર સરકારે એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખી છે અને થોડા સમય પહેલાં જ એને પાંચ વર્ષ માટે વધારી છે જેનો ફાયદો આ કંપનીને મોટા પાયે મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે.  

કંપનીની ઇક્વિટી રૂ.84.97 કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.218.74 કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ 45.05 ટકા અને પબ્લિક 54.95 ટકા હિસ્સો ધરાવે છે.  

જૂન ક્વાર્ટરમાં કંપનીએ ખૂબ જ સુંદર પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ.1.93 કરોડની નુકસાની સામે રૂ. 62.74 કરોડનો નફો હાંસલ કર્યો છે. જ્યારે કંપનીનું વેચાણ 318 ટકા વધીને રૂ.244.07 કરોડ થયું છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફ્ટિ 4,325.22 ટકા વધીને રૂ.100.01 કરોડ થયો છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 7.38ની ઈપીએસ હાંસલ કરી છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર 8.5ના સાવજ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઈ રહ્યો છે જે કેમિકલ સેક્ટરમાં સસ્તો છે. કંપનીના પ્રોડક્ટ્સના પ્રાઇઝ પાછલા સમયમાં મોટા પાયે વધ્યા છે જેનો ફાયદો આવનાર ક્વાર્ટરમાં પણ જોવા મળી શકે છે. ટીટીએમ બેઇઝ ઉપર આ કંપનીએ તેના ઇતિહાસમાં સૌથી સારો દેખાવ કર્યો છે અને કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પણ ખૂબ જ મજબૂત રહેતા જોવાઈ શકે છે.  

સ્ટોક તેના બાવન સપ્તાહના હાઈ રૂ.197.40 સામે સારો એવો કરેક્ટ થઈ ગયો છે અને વર્તમાન ભાવે રોકાણ માટે આકર્ષક લાગી રહ્યો છે ત્યારે સ્ટોકમાં રૂ.125ના સ્ટોપ લોસ સાથે રોકાણ કરી શકાય. આવનાર 12થી 15 મહિનામાં આ સ્ટોક રૂ.200થી 225નો આંક દર્શાવી શકે છે.  

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો