કેશોદ કોરોનાના વધુ બે કેસ : તંત્રની ઢીલી નીતિથી લોકોમાં ભય - Sandesh
  • Home
  • Newspaper
  • કેશોદ કોરોનાના વધુ બે કેસ : તંત્રની ઢીલી નીતિથી લોકોમાં ભય

કેશોદ કોરોનાના વધુ બે કેસ : તંત્રની ઢીલી નીતિથી લોકોમાં ભય

 | 5:33 am IST
  • Share

  • કેશોદ સિવાય આખા સૌરાષ્ટ્રમાં કોરોનાનો એક પણ કેસ નહી
  • રાજકોટ શહેરમાં કોરોનાના પ અને ગ્રામ્યમાં ૧ દર્દી સારવાર હેઠળ

। કેશોદ-રાજકોટ । કેશોદમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો હોય તેમ આજે એકસાથે વધુ બે કેસ મળી આવ્યા છે.જૂનાગઢ જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે કોરોનાના કેસ નીલ આવ્યા છે જયારે રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના અડધો ડઝન કેસ એકટીવ હાલતમાં છે.

કેશોદ કોરોનાનું એ.પી.સેન્ટર બન્યું હોય તેમ બે દિવસમાં સતાવાર કોરોનાના ૭ કેસ નવા મળી આવ્યા છે કેશોદના મેસવાણ ગામમાં બે દિવસ પહેલા બે દિવસમાં ૩ વિદ્યાર્થી સહિત ૧૭ કેસ નોંધાયા બાદ કેસનો સીલસીલો શરૂ થયો છે ગઈકાલે પ કેસ મળ્યા બાદ આજે વધુ બે લોકો કોરોનાની ઝપટે ચડયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં કેશોદ એપી સેન્ટર બની ગયું છે. કેશોદ પથંકમાં આવતાં પરપ્રાંતીય મજુરોને કારણે સંક્રમણ વધ્યું હોવાનું તજજ્ઞો માની રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પરપ્રાંતીય મજુરોને લઈને આવતાં ખાનગી વાહનોને રોકી તપાસ કરવી કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં આશરે ચાલીસેક હજાર જેટલા પરપ્રાંતીય મજુરોની આરોગ્ય તપાસણી કરવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. નજીકના દિવસોમાં શાળાઓમાં છ માસીક પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે વાલીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફ્ર ઝોન જાહેર કરવામા આવે તો વ્યકિતઓ બહાર નીકળતા અટકે. એટલુ જ નહી કેશોદ પંથકમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વણસે તો નવાઈ નહી.!
રાજકોટ મહાપાલિકામાં સતત બે દિવસ કોરોનાના કેસ મળ્યા બાદ બીજા દિવસે કોરોનાએ વિરામ લીધો છે આજે પણ શહેરમાં ૧ કેસ નવો મળ્યો નથી જો કે, શહેરમાં હજુ ૫ કેસ એકટીવ હાલતમાં હોવાથી તમામને સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જયારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ૧ કેસ એકટીવ હાલતમાં છે.
સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ શહેર, દ્વારકા, સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં એક પણ કોરોનાના કેસ નોંધાયા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો