કોરોનાકાળમાં બેકાર બનેલો યુવક વાહનચોર બન્યો ઃ ૭ વાહન જપ્તગોરવા પોલીસે વેશ બદલી નંબર વગરના વાહન સાથે આરોપી ઝડપ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોરોનાકાળમાં બેકાર બનેલો યુવક વાહનચોર બન્યો ઃ ૭ વાહન જપ્તગોરવા પોલીસે વેશ બદલી નંબર વગરના વાહન સાથે આરોપી ઝડપ્યો

કોરોનાકાળમાં બેકાર બનેલો યુવક વાહનચોર બન્યો ઃ ૭ વાહન જપ્તગોરવા પોલીસે વેશ બદલી નંબર વગરના વાહન સાથે આરોપી ઝડપ્યો

 | 12:36 am IST

બેે માસ પૂૂર્વે લગ્ન થયા, મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડેે ચઢયો

 

વડોદરા

મોજશોખ પુુરા કરવા માટે ટુ વ્હિલરની ચોરી કરતાં ૨૧ વર્ષીય એક યુવકની આજે ગોરવા પોલીસે નંબર પ્લેટ વગરની બાઈક સાથે ધરપકડ કરી હતી. જેની પાસેથી ગોરવા,ગોત્રી અને કરજણથી ચોરાયેલાં ટુ વ્હિલર કબજે કર્યા હતા. યુવકના બેે માસ પૂર્વે લગ્ન થયા હતા. કોરોનાકાળમાં કામ ધંધો નહિં  મળતો હોવાથી બેકારીના કારણે ચોરી ચપાટીના માર્ગે વળી ગયો હતો. જેની પાસેેથી હજુ પણ બીજા વાહનો રીકવર થવાની શકયતા છેે.

શહેરમાંથી રોજ વાહન ચોરીના બનાવો બનતા હોય છેે. સીપીની સૂચનાથી દરેક પોલીસ  સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવૉર્ડ સતર્ક છે. ગોરવા પોલીસની ટીમ ગઈકાલેે સાંજેે પેેટ્રોલિંગમાં હતી એક વાહન ચોરની મળેલી ચોક્કસ બાતમીના પગલેે પોલીસની ટીમે  વેશ પલ્ટો કરીને ગોરવા દશા માતા  મંદિર પાસેે વૉચ ગોઠવી હતી અને નંબર પ્લેટ વગરની મોપેડ સાથે અજીત ઉર્ફે અજય રમેશ પાટણવાડીયા (...૨૧) (રહે, કૈૈલાશધામ, ગુજરાત હા.બોર્ડ પાસેે,ગોરવા)નેે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાાડયો હતો. જે ટુ વ્હિલર થોડાક સમય પૂર્વેે ગોરવા ગામ શાક માર્કેટ પાસેેથી ચોરાયુ હતુ.

પોલીસની પ્રાથમીક પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કેે, અજયના  બે મહિના પૂર્વે લગ્ન થયા હતાબેકારીના કારણેે વાહન ચોરીના રવાડેે ચઢયો હતો. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીના ચાર માસના  ગાળામાં  તેણે ગોરવા, ગોત્રી અનેે કરજણથી ટુ વ્હિલર ચોરી કર્યા હતા. જેે તમામ વાહનો રીકવર કરવામાં આવ્યા છેે.

આધારકાર્ડની ઝેરોક્ષ આપીનેે વાહન ગીરવે મૂકતો હતો

 

શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં જઈને આરોપી ડુપ્લીકેેટ ચાવીથી વાહન ચોરી કરતો હતો અનેે નંબર પ્લેટ કાઢી નાંખતો હતો પોતાના આધાર કાર્ડની ઝેેરોકસ આપીને વાહન ગીરવે મુકતો હતો. પૈસામાંથી તે મોજશોખ પુરા કરતોે હતો. આરોપી પાસેેથી વાહનો ગીરવે લેનારા લોકોની પણ પોલીસે પૂછપરછ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;