કોરોનાની જંગમાં સિંહફાળો આપનાર ભરૃચની નર્સોને સલામ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોરોનાની જંગમાં સિંહફાળો આપનાર ભરૃચની નર્સોને સલામ

કોરોનાની જંગમાં સિંહફાળો આપનાર ભરૃચની નર્સોને સલામ

 | 2:45 am IST

ભરૃચ ખાતે વિશ્વ ર્નિંસગ દિવસની ઉજવણી

પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં બે નર્સોની શહીદી લોકો ભૂલી શકે નહી

। ભરૃચ ।

આજે વિશ્વ નર્સ દિવસે ભરૃચ જિલ્લાના લોકો કોરોનાના આ દિવસોમાં દર્દીઓની ખડે પગે સેવા આપતી નર્સોને અહોભાવનાની લાગણી વ્યકત કરી રહ્યા છે. પીપીઈ કીટ પહેરી કલાકો સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતી ભરૃચની નર્સો એક રીતે કહીએ તો પોતાના જીવની બાજી લગાવીને લોકોના કાજે ફરજ બજાવી રહી છે. ઘર પરિવાર છોડીને પોતાની ફરજ સમજી નર્સો ફરજ પર આવે છે અને ફરજ પર આવ્યા બાદ ખુબ સારી રીતે દર્દીની સેવા-સારવાર કરી રહી છે

આવી ઉમદા નર્સની સેવા આપતી ભરૃચ જિલ્લાની પાંચ હજાર કરતા વધુ નર્સ આજે ખડેપગે લોકોના આરોગ્ય માટે એક પ્રહરી તરીકે ભૂમિકા ભજવી રહી છે. આ નર્સો પૈકી આશરે ૭૦૦ જેટલી નર્સોને કોરોનાનુ સંક્રમણ થયુ હતુ જેમાંથી ૩ નર્સોના મોત પણ નિપજયા હતા. તાજેતરમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગનો બનાવ બન્યો હતો. આ આગના બનાવમાં બે સ્ટાફ નર્સના કરૃણ મોત નિપજયા હતા. નર્સોની આ શહીદી લોકો કયારેય ભૂલી નહીં શકે. તેથી જ વિશ્વ નર્સ દિને ભરૃચ જિલ્લાના લોકો નર્સોને અહોભાવનાની દ્રષ્ટીએ જોઈ રહ્યા છે. તેમની હમદર્દીથી જ કોરોનાના દર્દી સાજા થયા છે એમ કહીએ તો અતિશયોકતી નથી.

ભરૃચ જી્ મજદૂર સંઘે નર્સોનું સન્માન કર્યુ

ભરૃચ ઃ વિશ્વ ર્નિંસગ દિન નિમિત્તે ભરૃચ વિભાગીય એસ.ટી.મઝદુર સંઘ દ્વારા કોરોનાના ફ્રન્ટલાઈન વોરિયર સમા નર્સ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ભરૃચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સન્માનના સમયે મઝદુર સંઘના સભ્યોએ અહોભાવના વ્યકત કરી હતી. ભરૃચ જિલ્લામાં અન્ય વિસ્તારોમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવતી નર્સોનું પણ સન્માન કરવામાં આવ્યુ હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.

ભરૃચ જૈનસંઘ અને જૈન ગચ્છાધિપતિ પૂ. રાજયશ સૂરીશ્વરજીએે સંવેદના વ્યકત કરી

ભરૃચ ઃ ભરૃચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે આગના બનાવમાં બે સ્ટાફ નર્સના કરૃણ મોત નિપજયા હતા. જે અંગે જૈન સંઘ તથા જૈન ગચ્છાધિપતિ પ.પૂ. રાજયશ સૂરીશ્વરજી મ.સાહેબે સંવેદના વ્યકત કરી હતી. જણાવ્યુ હતુ કે, જે આગથી ઈજા પામી ગયા છે તેઓ માટે અને જેઓનો અંત થયો છે. તેમના સ્વજનો માટે ઉદાર દિલથી સહાય કરવા અને કોરોનાને મહાત કરવાના ઉપાય સમાજ દ્વારા કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;