કોરોના વિસરીને ઉત્સવ નગરી ઉત્સવ ઉજવવામાં ગરકાવ - Sandesh
  • Home
  • Newspaper
  • કોરોના વિસરીને ઉત્સવ નગરી ઉત્સવ ઉજવવામાં ગરકાવ

કોરોના વિસરીને ઉત્સવ નગરી ઉત્સવ ઉજવવામાં ગરકાવ

 | 3:54 am IST

 

સાંજ સુધી ફાફડા-જલેબી ખુટી પડયા !

દશેરાનો વિજયોત્સવ ઃ ફાફડા-જલેબી-ચોળાફળી-ટ્રેડિશનલ-બંગાળી મીઠાઇની ધૂમ ખરીદી થઇ

વડોદરા ઃ કોરોના વિસરીને લાખો નગરજનોએ આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે દશેરા(વિજ્યાદશમી)નો ઉત્સવ ઉજવી ફાફડા-જલેબી-ચોળાફળી-ટ્રેડિશનલ સહિત બંગાળી મીઠાઇઓ મળી કુલ રૂ.૮ કરોડના વ્યંજનોની જયાફત ઉડાવી હતી.  

કોરોના ગ્રહણમાંથી જાણે મુક્ત થયા હોય એમ તમામ ચિંતાઓ વિસરીને શહેર-જિલ્લાના લાખો નાગરિકોએ દશેરા (વિજ્યાદશમી) ની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. શુક્રવારે સવારથી બપોરે સુધી ફાફડા-જલેબી-ચોળાફળી, ટ્રેડિશનલ સહિત બંગાળી મીઠાઇઓ ખરીદવા સોશિયલ ડિસ્ટન્સ સાથે ઠેર-ઠેર લાંબી લચક લાઇનો જારી રહી હતી. જેને પગલે કેટલાક સ્થળે સાંજ સુધી ફાફડા-જલેબીનો સ્ટોક ખૂટી ગયો હતો. છેલ્લા કેટલાયે દિવસોથી કોરોના વિસરાયો હોય એમ સામાન્ય જનજીવન રાબેતા મુજબના ધબકાર લઇ રહ્યું હોઇ નજીકના ભવિષ્યમાં તેજીના સંકેત છે. નગરસેવક અને મીઠાઇ-ફરસાણના વેપારી મહાવીરસિંહ રાજપુરોહિતે ઉલ્લેખ્યું હતું કે આ વર્ષે સરકારની ગાઇડ-લાઇન મુજબ સમગ્ર શહેરમાં શેરી ગરબાની રંગત જામી હતી. જે સાથે આનંદ-ઉલ્લાસનો ઓઘ વધતા દશેરાના પર્વે નાગરિકોએ ૯૫૦૦૦ કિલો ફાફડા, ૬૫૦૦૦ કિલો કેસર-ઇલાયચી-ડ્રાયફ્રુટવાળી શુધ્ધ ઘીમાં બનાવેલી જલેબી મળી રૂ.૬ કરોડની ખરીદી કરી હતી. તદુપરાંત દુર્ગાપૂજા માટે રસગુલ્લા, માવા-કાજુ સહિત બંગાળી મીઠાઇઓની પણ રૂ.૨ કરોડની ખરીદી કરાઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે. હેલ્થ કોન્શિયસનેસ વધતા નાગરિકો ગરમા-ગરમ ફાફડા-જલેબી ખરીદવા લાઇવ કાઉન્ટરો પાસે લાંબો સમય સુધી ઊભા રહેવા મજબુર બન્યા હતા.

હવે, દિવાળીની તૈયારીઓ શરૂ

સોળે શ્રાાધ્ધ, દસે દશેરા, વીસે દિવાળીની કહેવતને પગલે હવે નગરજનો દિવાળીની પૂર્વ તૈયારીમાં જોતરાઇ જશે. નવરાત્રી-દશેરા બાદ હવે દિવાળી પણ ધામધૂમ પૂર્વક ઉજવાય એવી ધારણા છે. દિવાળીની ઉજવણી પૂર્વે ઘરને સ્વચ્છ-સુઘડ કરી રંગરોગાન સાથે કચરો બહાર કઢાશે. આ વર્ષે ટ્રેડિશનલ મીઠાઇઓને નવા રંગરૂપ-આકાર સાથે વધુ આકર્ષક બનાવાશે. ખાસ કરીને સુગર ફ્રી મીઠાઇઓમાં પણ વિશ્વસ્તરના ઇન્ડીગ્રન્સ ઉમેરાશે.

મહાવીરસિંહ રાજપુરોહિત

ઉત્સવનગરીનો ઉત્સાહ બેમિસાલ !

મહામારી હોય કે મંદી ઉત્સવ નગરીનો ઉત્સાહ કદીયે ઓસરતો નથી. ગમે તેવી વિપરીત પરિસ્થિતી હોય વડોદરાવાસીઓ ઉત્સવોને મનભરીને માણે છે. જેના ફળસ્વરુપે દશેરાના પર્વે જવલ્લેજ કોઇ દુકાન કે સ્ટોલ્સ હશે જ્યાં ફાફડા-જલેબીનો સ્ટોક પડી રહ્યો હશે. મોટાભાગની દુકાનોમાં સાંજ સુધી ફાફડા-જલેબીનો સ્ટોક ખુટી ગયો હતો.

          રાકેશ કૃષ્ણદાસ સુખડિયા-ચોખંડી)  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;