કોરોના વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ આદિપુરની બે વ્યક્તિને થયો કોરોના - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • કોરોના વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ આદિપુરની બે વ્યક્તિને થયો કોરોના

કોરોના વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ આદિપુરની બે વ્યક્તિને થયો કોરોના

 | 2:00 am IST
  • Share

સામાજિક કામ સબબ પંજાબથી રવિવાર તા.૧૦ મીનાં પરત ફરેલા આદિપુરના ૪/બી વિસ્તારમાં રહેતા દંપતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં આ દંપતીના  સંપર્કમાં આવેલા આદિપુરની બે વ્યક્તિનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.દિનેશ સુતરિયાએ જણાવ્યું હતું કે, ગત રવિવારના પંજાબથી પરત ફરેલ  આદિપુરના દંપતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ બે વ્યકિતનાં સંપર્ક આવેલા ૧૨૨ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં કોરોના વેક્સિનનાં બે ડોઝ લેનાર આદિપુરના વધુ બે વ્યક્તિનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતાં તેમને હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં વધુ ચાર કોરોનાનાં કેસ નોંધાતાં જિલ્લામાં કુલ કેસનો આંક ૧૨૬૩૨ પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ પોઝિટિવ કેસ ૪ થઈ ગયા છે.  કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ જીરો થઈ ગયા હતા, પરંતુ સરકારે નવરાત્રિમાં શેરી ગરબા રમવાની છૂટછાટથી સંક્રમણ ફેલાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો