કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાઓએ ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો રહેશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાઓએ ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો રહેશે

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાઓએ ૪૨ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો રહેશે

 | 2:45 am IST

। વડીયા ।

હાલ કોવિડ-૧૯ અંતર્ગત સમગ્ર રાજયમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લા ખાતે પણ વેક્સિનની કામગીરી રાજ્યકક્ષાની સૂચના અનુસાર શરૃ છે. હાલ નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ વય ધરાવતા લાભાર્થીઓ તથા એફ્એલડબલ્યુ તેમજ એચસીડબલ્યુને વેક્સિનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.

રાજ્ય સરકારની સુચનાથી જે પણ લાભાર્થીઓએ કોવીશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેવા લાભાર્થીઓએ કોવિસીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી લેવાનો રહેશે અને કોવિન પોર્ટલમાં ડેટા એન્ટ્રી પણ ૪૨ દિવસ પછી કોવીસીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ આપ્યા પછી જ થશે તેમજ હવેથી લાભાર્થીને આપવામાં આવતા વેક્સિનેશન કાર્ડમાં અને વેક્સિનેશન રજીસ્ટરમાં પણ સુધારો કરીને આપવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;