કોર્પોરેટ પ્રોફ્ટિેબિલિટી સાઇકલમાં તેજી લાંબો સમય જળવાય તેવી શક્યતા - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • કોર્પોરેટ પ્રોફ્ટિેબિલિટી સાઇકલમાં તેજી લાંબો સમય જળવાય તેવી શક્યતા

કોર્પોરેટ પ્રોફ્ટિેબિલિટી સાઇકલમાં તેજી લાંબો સમય જળવાય તેવી શક્યતા

 | 7:02 am IST
  • Share

ભરતીય અર્થવ્યવસ્થાએ સ્વતંત્રતા બાદ સૌથી ગંભીર મંદી જોઈ છે ત્યારે નાણાકીય વર્ષ 2021માં કોવિડ મહામારી વચ્ચે કોર્પોરેટ અર્િંનગ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ સકારાત્મક આૃર્ય પેદા કરે છે. નાણાકીય વર્ષ 2020-2022માં નિફ્ટી ઇપીએસમાં 18 ટકાની સારી વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે કે જીડીપી 7.3 ટકા સંકોચાયો હતો અને ઘણી આવકોમાં આશરે 10 ટકા સુધીના ઘટાડાઓની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. નાણાકીય વર્ષ 2021માં આવક વૃદ્ધિને નાણાકીય વર્ષ 2020ના અંતિમ ક્વાર્ટરમાં કોવિડની અસર ધરાવતા નીચા બેઝનો સપોર્ટ મળ્યો હતો, પરંતુ રિબાઉન્ડ જબરદસ્ત છે અને તેને શેરબજારના મજબૂત પ્રદર્શનથી સમર્થન મળ્યું છે. તમામ ક્ષેત્રોમાં તીવ્ર ખર્ચ નિયંત્રણથી પણ આવકોને બળ મળ્યું છે. બીજી લહેર વચ્ચે પણ નાણાકીય વર્ષ 2021-2022 અને નાણાકીય વર્ષ 2022-23માં આવકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી અને તે અનુક્રમે 25 ટકા અને 20 ટકા રહેવાનો અંદાજ છે. મહામારીના સમયમાં આવકોમાં આ પ્રકારની મજબૂત વૃદ્ધિ સહજ નથી. જોકે, ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાતાં જણાય છે કે, કુલ આવકોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનું મોટું યોગદાન છે અને તેમણે સ્થિતિસ્થાપકતા પ્રર્દિશત કરી છે. આવકોમાં 25 ટકાથી વધુ હિસ્સો ધરાવતા બેંકિંગ અને ફઇનાન્શિયલ ર્સિવસિસ ક્ષેત્રો કોર્પોરેટ સ્ટ્રેસ લોનમાંથી ઊભરી ચૂક્યાં છે અને તેમને મહામારીના સમયમાં મોરોટોરિયમ તેમજ ટીએલઆરટીઆરઓ, ઇસીએલજીએસ વગેરે જેવાં તરલતાલક્ષી પગલાંઓથી વધુ ટેકો મળતાં આ ક્ષેત્રોએ આવકોમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે આવકોમાં બેંકિંગ જેવાં મોટા કોર્પોરેટ સેક્ટર વર્તમાન અને આગામી વર્ષ માટે સ્થિર વૃદ્ધિને ટેકો આપી રહ્યાં છે. 

આવકમાં વૃદ્ધિ બાબતે સોફ્ટવેર ર્સિવસ સેક્ટરે તીવ્ર સુધારો હાંસલ કર્યો છે, જેનું મુખ્ય કારણ ડિજિટલ ખર્ચમાં વધારો તેમજ કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમથી ખર્ચમાં ઘટાડો છે. ટેક્નોલોજી માટે ખર્ચમાં વધારો થવાથી પણ સોફ્ટવેર કંપનીઓને ઉત્તમ ડીલ મળી છે અને તેનાથી વર્તમાન અને આગામી વર્ષોમાં તેમની આવકમાં વૃદ્ધિને બળ મળી રહેવાની આશા છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ અને કેમિકલ્સ જેવાં કોમોડિટી ઉત્પાદકોએ પણ ઘણાં કિસ્સામાં સપ્લાય મોરચે વિક્ષેપ સાથે કોમોડિટીની ઊંચી કિંમતોને કારણે આવકોમાં વૃદ્ધિ હાંસલ કરી છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ કંપનીઓને મજબૂત રોકડ પ્રવાહથી પણ તેમને બેલેન્સશીટને મજબૂત કરવામાં મદદ મળી છે. 

ભારતમાં છેલ્લા કેટલાંક મહિનાથી બીજી લહેર ધીમી પડી છે ત્યારે લોકડાઉનના નિયંત્રણ વધુ હળવા થયાં છે તેમજ વિવિધ ઇકોનોમિક ટ્રેકર્સ સૂચવે છે કે આર્િથક-બિઝનેસ એક્ટિવિટી હવે મહામારીના પહેલાંના સ્તરે પરત ફ્રી છે. આ ઉપરાંત ઝડપી રસીકરણ પણ કોવિડ સંબંધિત આર્િથક અસરોને પાછળ રાખી દેવામાં મદદરૂપ બની હોવાનું મનાય છે. આરબીઆઇના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ સુધરીને 9.5 ટકા રહેશે. આથી કોર્પોરેટ આવકોમાં વૃદ્ધિ પણ જળવાઈ રહેવાનો અમારો અંદાજ છે. 

નીચેના ચાર્ટમાં દર્શાવ્યાં મુજબ જીડીપી રેશિયોની સરખામણીમાં કોર્પોરેટ પ્રોફ્ટિ મુજબ કોર્પોરેટ આવકો છેલ્લા ઘણાં વર્ષોથી જીડીપી વૃદ્ધિ સાથે સુસંગત રહી નથી. તે કોર્પોરેટ બેંક જેવાં કેટલાક ક્ષેત્રોમાં સ્ટ્રેસ આધારિત રહી છે કે જેઓ એસેટ ક્વોલિટીની સમસ્યાનો સામનો કરી રહી હતી. જોકે, હવે તેઓ પુનઃનફાના માર્ગે આગળ વધી રહ્યાં છે. મેટલ પણ નફાકારકતા બાબતે મુશ્કેલી અનુભવી રહી હતી તેણે પણ હવે આવકમાં તીવ્ર સુધારો મેળવ્યો છે. મેટલ સેક્ટરમાં સુધારાનું એક કારણ એનસીએલટીના નિર્ણયો છે, જેના હવે સારા ફળો મળી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસએફ્ડીએના પગલાંઓ તથા નિકાસ બજારોમાં પ્રાઇઝિંગ પ્રેશરને કારણે ફાર્માસ્યૂટિકલ સેક્ટરને અસર થઈ હતી, તેણે પણ હવે સારી કામગીરી કરી છે. આમ કોર્પોરેટ નફાકારકતાની સાઇકલ ભારતમાં તેજીની દિશામાં આગળ વધી રહી છે, જે છેલ્લા એક દાયકામાં સામાન્ય અથવા નરમ હતી. 

છેલ્લા એક દાયકામાં ઇક્વિટી બજારોમાં તેજીનું એક કારણ પર્યાપ્ત તરલતા અને આવકોમાં વૃદ્ધિ છે. અમારું માનવું છે કે આવકોમાં સ્વસ્થ વૃદ્ધિ જળવાઈ રહેશે અને કોઈપણ કરેક્શન ઊંચા વેલ્યુએશન્સ હોવા છતાં તીવ્ર રહેશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો