'કોલ માય એજન્ટ' ખોલશે ફિલ્મી દુનિયાના એજન્ટોની પોલ! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ‘કોલ માય એજન્ટ’ ખોલશે ફિલ્મી દુનિયાના એજન્ટોની પોલ!

‘કોલ માય એજન્ટ’ ખોલશે ફિલ્મી દુનિયાના એજન્ટોની પોલ!

 | 3:00 am IST
  • Share

શાદ અલીના નિર્દેશનમાં બની રહેલી વેબ ફિલ્મ ‘કોલ માય એજન્ટ’નું ટ્રેલર હાલમાં જ રજૂ થયું છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ ફિલ્મ બોલિવૂડમાં ફેલાયેલી એજન્ટપ્રથાની પોલ ખોલશે. મૂળ તો આ વેબ ફિલ્મ એક ફ્રાંસીસી કોમેડી ડ્રામા સીરિઝથી પ્રેરિત છે પણ તેમાં બોલિવૂડમાં ચાલતી એજન્ટપ્રથાને દર્શાવીને ભારતીય ટેસ્ટ આપવા પ્રયત્ન કરાયો છે. ફિલ્મમાં ચાર એજન્ટોની વાર્તા છે જે પોતાની બુદ્ધિથી બોલિવૂડની મુશ્કેલ દુનિયામાં પગલાં માંડે છે અને એક એવી કંપનીને બચાવે છે જેના સંસ્થાપક મરી ચૂક્યા છે. તેમણે આંતરિક ખેંચતાણ, ઝઘડાથી લઈને સ્ટાર્સના ઈગોને સંભાળવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયામાં હિટ રહ્યું છે અને હાલ યૂઝર્સ તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. ટ્રેલરમાં લારા દત્તા, જેકી શ્રોફ, રિચા ચઢ્ઢા અને ફરાહ ખાન સહિતની સેલિબ્રિટીઓ કેમિયો કરી રહી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ આગામી 29 ઓક્ટોબરના રોજ એક મોટા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નિર્દેશન બંટી ઔર બબલી અને સાથિયા જેવી ફિલ્મો બનાવનાર શાદ અલીએ કર્યું છે ત્યારે દર્શકોને એક સારી વેબ ફિલ્મની અપેક્ષા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો