કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીના સંબંધી માટે ભોજનની વ્યવસ્થા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીના સંબંધી માટે ભોજનની વ્યવસ્થા

કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીના સંબંધી માટે ભોજનની વ્યવસ્થા

 | 2:45 am IST

રાજપીપળા ભાજપાના કાર્યકરો દ્વારા નિસ્વાર્થ સેવા

। કેવડિયાકોલોની ।

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ભાજપે દર્દીઓના સગા સબંધીઓ માટે ૨ ટાઈમ ભોજનની વ્યવસ્થાઓ કરેલી છે. આ જ સેવા કાર્યમાં લાગેલા ભાજપના પ્રેમ વસાવા, કરણ સોલંકી અને હિતેશ સોલંકી ૨૦ દિવસથી કોરોના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યાં છે.

કોવિડ વોર્ડમાં કોરોના સંક્રમણનો ખતરો હોવા છતાં જીવના જોખમે એ યુવાનો કોરોના દર્દીઓને સવારનો નાસ્તો અને ૨ ટાઈમ ભોજન આપવા જાય છે.શારીરિક અસ્વસ્થ દર્દીઓને તો તેઓ પોતાના હાથે જમાડે પણ છે.સેવામાં લાગેલા યુવાનો પૈકી પ્રેમ વસાવા જણાવે છે કે અમારા ત્રણ યુવાનોના ભોગે જો હોસ્પિટલમાં રહેલા દર્દીઓ સાજા થતા હોય તો અમને કોરોના સંક્રમણ પણ મંજુર છે.દર્દીઓના મોઢેથી અમારા માટે જે આશીર્વાદ નીકળે એ જ અમને કોરોનાથી સુરક્ષિત રાખે છે અને અમારું મનોબળ મજબૂત કરે છે.ત્યારે આ ઉમદા સેવા કરનારા યુવકોની કામગીરી સૌકોઈ વખાણી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;