ક્વાઈટ પ્લેસનો બીજો ભાગ મૂંગા રહેવાનો લાગ્યો થાક  - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ક્વાઈટ પ્લેસનો બીજો ભાગ મૂંગા રહેવાનો લાગ્યો થાક 

ક્વાઈટ પ્લેસનો બીજો ભાગ મૂંગા રહેવાનો લાગ્યો થાક 

 | 3:00 am IST
  • Share

ક્વાએટ પ્લેસ પાર્ટ-ટુમાં એબોટ ફેમિલીએ જેવું ઘર છોડયું અને તેવું તરત ઓડિયન્સ સાથે આ કન્સેપ્ટનું કનેક્શન કપાઈ ગયું

કન્સેપ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો કન્સેપ્ટને આપણા સુધી પહોંચાડતું કન્ટેન્ટ તો આઉટ ઓફ્ ધ વર્લ્ડ જ હોવું જોઈએ. કન્સેપ્ટ અને કન્ટેન્ટની રેસમાં કૃતિને યાદગાર બનાવવી હોય તો કન્ટેન્ટને જિતાડવું પડે. ઉદાહરણ તરીકે, સિઝનમાં સ્ટ્રોબેરી આપણે ત્યાં વિપુલ માત્રામાં અને વાજબી ભાવમાં મળે છે. તો પણ ભારતીયોનાં પાંચ પ્રિય ફ્ળોમાં સ્ટ્રોબેરી સ્થાન પામી શકી નથી. કેમ? કારણ કે સ્ટ્રોબેરી જેટલી મનમોહક દેખાય છે એટલી સ્વાદિષ્ટ હોતી નથી. સ્ટ્રોબેરી આંખને તૃપ્ત કરે છે પણ સ્વાદાંકુરોને સંતૃપ્ત કરવામાં અર્ધસફ્ળ થાય છે. આવો અનુભવ બધાને થયો છે પણ કોઈ બોલતું નથી. માટે દર સિઝનમાં સ્ટ્રોબેરીની પારદર્શક પેટીઓ આવે ખરી પણ એક-બે વખત ફેર્માલિટી ખાતર જ ખરીદવામાં આવે. સ્ટ્રોબેરીનો દેખાવ એ કન્સેપ્ટ છે અને તેનો સ્વાદ એ કન્ટેન્ટ છે. કન્ટેન્ટ કન્સેપ્ટ કરતાં ચાર ચાસણી ન ચડે એટલે તે સર્જન અમર ન થાય. આ કુદરતનો સિદ્ધાંત છે. 2018માં આવેલી એકદમ નવીન પ્રકારની હોરર ફ્લ્મિ ક્વાએટ પ્લેસ અને તેના બીજા ભાગ સાથે આ જ થયું.  

ડેનિયલ ક્રેગની બોન્ડ ફ્લ્મિની સાથે જ ક્વાએટ પ્લેસ થિયેટરોમાં ચાલી રહી છે. 2018માં જ્યારે તેનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે મૂંગી ફ્લ્મિોનો જમાનો યાદ આવી ગયો હતો. ડિરેક્ટર જોન ક્રેસીન્સકીનાં વખાણ પણ કરેલાં કે એણે ગ્લોબલ ઓડિયન્સને સિનેમાગૃહમાં પિન ડ્રોપ સાઇલન્સ જાળવવા મજબૂર કર્યું. જેમ સાઈલેન્ટ ઈરા વખતે પબ્લિક વિઝયુઅલ્સ ઉપર વધુ ધ્યાન આપતી એ જ દૌરની નાનકડી ઝલક ક્વાએટ પ્લેસ વખતે જોવા મળી હતી. ખાસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિના ફ્ક્ત મૌનથી ખૌફ્નું સામ્રાજ્ય જમાવ્યું હતું. ક્વાએટ પ્લેસ હોરર ફ્લ્મિો અને સર્વાઈવલ ફ્લ્મિોની કેટેગરીમાં નવો ચીલો ચાતરવામાં સફ્ળ થયું હતું. એવા એલિયન ક્રીચરની કલ્પના છે જે જોઈ શકતા નથી પણ તેની શ્રવણશક્તિ ખતરનાક છે. તેના અતિ સંવેદનશીલ કાન અવાજની દિશા, સ્ત્રોત અને અંતરને પારખી લે અને તેની ઉપર હુમલો કરે. અવાજ કરો એટલે ગયા. તે બે કિલોમીટર દૂર હોય તો પણ તે વેનોમ જેવા દેખાતાં કદરૂપાં જાનવર કરોળિયા જેવા ગંજાવર પગથી દોડીને આવી જાય અને ક્ષણવારમાં સફયો કરી નાખે.  

ક્વાએટ પ્લેસના પહેલા ભાગમાં એકદમ સાવચેતીપૂર્વક રહેતા એબોટ કુટુંબની વિશિષ્ટ જીવનશૈલીનો આપણને પરિચય થયો હતો. વેરાન જંગલના એક મકાનના બેઝમેન્ટમાં આખો પરિવાર રહે. ભૂતકાળમાં આવું ક્યાંય જોયું-સાંભળ્યું ન હોય માટે રોજિંદું જીવન પણ મૌલિક રીતે ડિઝાઈન કરવું પડે. દરેક ટંક એવી રીતે પસાર કરવાના જેમાં અવાજ ન થાય. અવાજ થાય તો ગયા. ફ્લોર ઉપર ચમચી પડી તોય પેલો એલિયન હુમલો કરીને મારી નાખે. આ પરિવારમાં નાનાં બાળકો અને પતિ-પત્ની. થોડા દિવસે ઉજ્જડ થઇ ગયેલા ગામની અવાવરું ફર્મસીમાં દવા લેવા પણ જવી પડે અને બંધ થઇ ગયેલા સુપરમાર્કેટના રેક ઉપર વધેલું કરિયાણું લેવા પણ જવું પડે. જો અચાનક એલિયન ક્રીચરનો હુમલો થાય તો બેકઅપ અને સેફ્ટી માટે પણ ઘરની ચોતરફ્ આવેલા કમ્પાઉન્ડથી લઈને બેઝમેન્ટ સુધી એવી વ્યવસ્થા રાખવી પડે કે આખરી ક્ષણ સુધી લડી શકાય. સુકાયેલાં પાંદડાંના કચડાવાનો અવાજ પણ આ લોકોની દુનિયામાં નિષેધ છે. ક્વાએટ એટલે સુપર ક્વાએટ.  

ક્વાએટ પ્લેસના બીજા ભાગની શરૂઆત પહેલા દિવસથી થાય છે જે દિવસે અવકાશમાંથી તે એલિયન પૃથ્વી પર આવ્યા. એક અમેરિકન ગામડામાં બધા બેઝબોલ રમવા ભેગા થયા છે. પેલા એલિયન ક્રીચરે હુમલો કર્યો. એબોટ ફ્ેમિલીના બે ભાગ પડી ગયા. ધમાકેદાર ઓપનિંગ સિક્વન્સ પછી સીધા અઢીએક વર્ષ પછીનો સમય બતાવ્યો. જ્યાં પહેલા ભાગનો અંત થયો હતો. હવે પરિવારમાં હસબન્ડ નથી, તેનું મૃત્યુ થઇ ગયું છે. પરિવારમાં માતા, તેનો એક દીકરો, તેની એક મુક-બધિર દીકરી અને નવજાત શિશુ એમ ચાર જ વ્યક્તિ છે. તે લોકો કુમક મેળવવા માટે પોતાનું ઘર છોડીને જરૂરી સામાન સાથે નીકળ્યાં છે.  

ક્વાએટ પ્લેસ પાર્ટ-ટુમાં એબોટ ફ્ેમિલીએ જેવું ઘર છોડયું અને તેવું તરત ઓડિયન્સ સાથે આ નવીનતાસભર કન્સેપ્ટનું કનેક્શન કપાઈ ગયું. પહેલા ભાગમાં ગણીને વીસ-ત્રીસ ડાયલોગ જ હતા. બીજા ભાગમાં ચાલીસેક ટકા કરતાં વધુ સંવાદો છે. એક્શન ઓછી, કૃત્રિમ મૌન વધુ, ડ્રામા અને સહેજ મેલોડ્રામાના પ્રમાણમાં પણ વધારો અને એક નવા પાત્રની એન્ટ્રી જે ઓડિયન્સના મનમાં સ્થાપિત ન થયું. આ બધા લુપહોલ્સ સાબિત થયા બીજા ભાગના. નહીંતર આ કન્સેપ્ટનો બીજો ભાગ વધુ ચડિયાતો બનાવી શકાયો હોત. પણ ડિરેક્ટર-લેખકે કન્સેપ્ટ ઉપર ઓવર કોન્ફ્ડિન્સ રાખ્યો માટે કન્ટેન્ટમાં કચાશ રહી ગઈ. બીજા ભાગમાં તો લોકોને વધુ અપેક્ષા હોય માટે સહેજ પણ પોણી વીસ ન ચાલે, સાડી વીસ જ દેવું પડે.  

એમિલી બ્લન્ટ સારી હિરોઈન છે. તે હવે પરિવારની એકમાત્ર પુખ્ત વ્યક્તિ- એવીલીનના કિરદારમાં છે. એવીલીન તેના બાળકોને લઈને નીકળી પડી. નવજાત શિશુ લાકડાની એક બંધ પેટીમાં છે. તે પેટી સાઉન્ડપ્રૂફ્ છે અને તેમાં ઓક્સિજનનો બંદોબસ્ત છે. બેઝબોલનો શોખીન નાનો દીકરો એક ખંડેરમાં બિછાવવામાં આવેલા ટ્રેપમાં ફ્સાઈ જાય છે. લોહીલુહાણ દીકરો ચીસો પાડે છે. અવાજ સાંભળીને લોહીતરસ્યા ક્રીચર આવી પહોચ્યા. એ ખંડેરમાં એક પુરુષનો આશરો છે. તે આ પરિવારને બચાવે છે પણ શરત મૂકે છે કે એક રાતથી વધુ અહીં નહીં રહી શકો. પણ દીકરીના રોલમાં રીગન એબોટ બનેલી મીલીસન્ટ સાઈમંડ્સ વાસ્તવિક જિંદગીમાં પણ બધિર છે. તેની સાઈન લેંગ્વેજનો ઉપયોગ આ ભાગમાં ભરપૂર થયો છે. ત્રણેય પાત્રો ગભરામણમાં જીવે છે. માથે સતત મોતની તલવાર લટકતી હોય છે. પણ જિજીવિષા પ્રબળ છે. લાત મારીને પણ રસ્તો કેમ કાઢવો એ મેસેજ બીજા ભાગમાં સરસ રીતે કન્વે નથી થતો.  

એનો અર્થ એ નથી કે ક્વાએટ પ્લેસ પાર્ટ ટુ ખરાબ ફ્લ્મિ છે. પણ અપેક્ષિત ઊંચાઈએ પહોંચી શકી નથી. મોટા ભાગની ફ્લ્મિોનું નબળા પડવાનું એક કારણ કોમન હોય અને તે છે- સ્ક્રીનપ્લે. સ્ટોરી નબળી હોય તો ચાલે પણ સ્ક્રીનપ્લે નબળો હોય એટલે ફ્લ્મિ ડૂકી જાય. ક્વાએટ પ્લેસ- પાર્ટ ટુનો સ્ક્રીનપ્લે અપ ટુ ધ માર્ક ન થયો. છતાં પણ હોરર ફ્લ્મિોમાં એક અલગ ફ્લ્મિ તો ખરી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો