ગોહિલવાડમા જલેબી-ફાફડાની જયાફત દ્વારા દશેરાની ઉજવણી - Sandesh
  • Home
  • Bhavnagar
  • ગોહિલવાડમા જલેબી-ફાફડાની જયાફત દ્વારા દશેરાની ઉજવણી

ગોહિલવાડમા જલેબી-ફાફડાની જયાફત દ્વારા દશેરાની ઉજવણી

 | 4:21 am IST
  • Share

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

ભાવનગર શહેર જિલ્લામા દશેરા પર્વમા લોકોએ જલેબી-ફાફડાની જયાફત ઉડાવી હતી. મોંઘવારી છતા લોકો લાખોની જલેબી ઝાપટી ગયા હતા. હલવાઈની દુકાનોમા ભીડ જામી હતી. તીથી મુજબ હજુ આવતીકાલ પણ દશેરાની ઉજવણી થશે.

નવરાત્રિ બાદ આસો સુદ દશમના દિવસે દશેરા પર્વની ઉજવણી થાય છે. દશેરાના દિવસે જલેબી, ફાફડા, ચોળાફળી અને માવાની મીઠાઈ ખાવાનો રીવાજ છે. ગરીબ, તવંગર પોત-પોતાની રીતે ફાફડા, જલેબી, મીઠાઈ ખરીદીને ઉજવણી કરતા હોય છે. ભાવનગર શહેર જિલ્લામા લાખો રૃપિયાની ફાફડા, જલેબીની ખરીદી થઈ હતી. ચાલુ વર્ષે ઘીની જલેબીનો ભાવ કિલોએ ૪૦૦ થી ૫૦૦ રૃપિયા રહેવા પામ્યો હતો. તો તેલની જલેબી ૧૫૦ થી ૨૦૦, ચોળાફળી ૨૦૦ રૃપિયા અને મીક્સ મીઠાઈનો અભાવ ૨૦૦ રૃપિયા રહ્યો હતો.

શહેરની જાણીતી મીઠાઈ ફરસાણની દુકાનોમા શુક્રવારે દશેરા પર્વ નિમિત્તે ખરીદીમા તડાકો બોલ્યો હતો. મોંઘવારીના માર વચ્ચે લોકોએ દશેરા પર્વમા ફાફડા, જલેબી, ચોળાફળી ખાઈને ઉજવી હતી. જો કે, ચાલુ વર્ષે બે દશમ હોવાથી હજુ આવતીકાલ શનિવારે પણ મીઠાઈ, ફરસાણની ખરીદી શરૃ રહેશે.

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે. અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ એટલે દશેરા. આસોમાસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ પર રામે મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે ‘રામલીલા’ ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

ભાવનગરમા રાવણ દહન કાર્યક્રમ મોકુફ

ભાવનગર શહેરમા દશેરાના દિવસે બે જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો યોજાતા હતા. શહેરના જવાહર મેદાન તેમજ ચિત્રા માર્કેટયાર્ડમા રાવણદહન થતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આયોજકો દ્વારા રાવણ દહન કાર્યક્રમ મોકુફ રખાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો