ગ્રે આયર્ન કાસ્ટિંગ ક્ષેત્રે NELCASTનો સ્ટોક રોકાણ માટે આકર્ષક - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ગ્રે આયર્ન કાસ્ટિંગ ક્ષેત્રે NELCASTનો સ્ટોક રોકાણ માટે આકર્ષક

ગ્રે આયર્ન કાસ્ટિંગ ક્ષેત્રે NELCASTનો સ્ટોક રોકાણ માટે આકર્ષક

 | 1:07 am IST
  • Share

નેલકાસ્ટ લિમિટેડ ડકટાઈલ અને ગ્રે આયર્ન કાસ્ટિંગના ઉત્પાદનમાં સૌથી મોટી જોબિંગ ફાઉન્ડ્રી ગણાય છે. કંપનીના પ્રોડક્ટ્સ ગ્લોબલ ઓટોમોબાઈલ, ટ્રેક્ટર મેન્યુફ્ેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, માઈનિંગ, રેલવે અને જનરલ એન્જિનિયરિંગ સેગ્મેન્ટમાં વપરાય છે અને આ તમામ સેક્ટર્સની ગ્લોબલ લેવલે જાણીતી કંપનીઓ નેલકાસ્ટની ક્લાયન્ટ્સ છે. કંપનીની શરૃઆત ૧૯૮૫માં ૧૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા સાથે થઈ હતી અને આજે કંપનીની ક્ષમતા ૧,૧૮,૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, વોલ્વો-આઈશર જેવી જાણીતી કોર્મિશયલ વેહિકલ મેન્યુફ્ેક્ચરિંગ કંપનીઓનો સમાવેશ થાય છે.  

કંપનીની ઇક્વિટી રૃ.૧૭.૪૦ કરોડ છે જેની સામે કંપની પાસે રૃ.૪૧૨.૬૯ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ ૭૪.૮૭ ટકા સ્ટેક ધરાવે છે જ્યારે પબ્લિક પાસે ૨૫.૧૩ ટકા સ્ટેક છે. જૂન ક્વાર્ટરમાં કંપનીમાં પ્રમોટરોએ ૦.૦૪ ટકા સ્ટેક વધાર્યો છે.  

જૂન ક્વાર્ટરમાં કંપનીએ બમ્પર પરિણામો જાહેર કર્યા છે જેમાં કંપનીનું વેચાણ ૧૮૧.૨૧ ટકા વધીને રૃ.૧૮૩.૬૬ કરોડ થયું છે. ઓપરેટિંગ પ્રોફ્ટિ રૃ. ૯.૯૩ કરોડ રહ્યો છે જે ગત વર્ષે રૃ.૫.૪૨ કરોડની ઓપરેટિંગ લોસ હતી. જ્યારે કંપનીએ રૃ. ૮.૪૦ કરોડની નુકસાની સામે રૃ.૨.૦૩ કરોડનો નફો હાંસલ કર્યો છે.  

ઓટોમોબાઈલ સેક્ટરમાં મજબૂત રિવાઇવલ જોવાઈ રહ્યું છે અને ખાસ કરીને કોર્મિશયલ વેહિકલ્સ અને ટ્રેક્ટરના વેચાણમાં મોટા પાયે ગ્રોથ જોવાઈ રહ્યો છે જેનો ફાયદો નેલકાસ્ટને આવનાર સમયમાં મળી શકે છે. કંપનીએ આંધ્રપ્રદેશ ખાતે તેનો નવો પ્લાન્ટ શરૃ કર્યો છે અને આ પ્લાન્ટમાં ૪૦૦ કિલોથી અને ૨ મીટરથી વધારેના કાસ્ટિંગ બનાવશે. ભારતમાં આ પ્રકારનો બીજો કોઈ જ પ્લાન્ટ નથી. હાલમાં લોકો આ પ્રકારના કાસ્ટિંગ ચાઈનાથી આયાત કરે છે ત્યારે આ પ્લાન્ટના લીધે કંપનીને મોટા પાયે ફાયદો થશે અને કંપનીના કસ્ટમર લિસ્ટમાં વધારો થશે. આ પ્લાન્ટની ક્ષમતા નાણાકીય વર્ષ ૨૦૨૨ના બીજા હાફથી વધશે ત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨માં કંપની બમ્પર પરિણામો જાહેર કરતી ઔજોવાઈ શકે છે.  

સ્ટોકમાં રૃ. ૭૯ના સ્ટોપ લોસ સાથે રોકાણ કરી શકાય. આવનાર ૧૨થી ૧૫ મહિનામાં આ સ્ટોક રૃ.૧૩૦થી ૧૫૦નો આંક દર્શાવી શકે છે.  

નોંધઃ ૧૯ એપ્રિલના રોજ અહીંથી શિવાલિક બાયમેટલ રૃ.૮૪માં જણાવ્યો હતો જે ગત સપ્તાહે ૨૪૬ ટકા ઊછળીને રૃ.૨૯૦.૯ થતો જોવાયો હતો.   નેલકાસ્ટ લિમિટેડ

બંધ ભાવ     ૯૧.૪ (ફેસ વેલ્યૂ રૃ.૨)  

વેચાણ         ૧૮૩.૬૬ કરોડ (હ્લરૃ૨૧)  

નફો  રૃ.૨.૦૩ કરોડ (હ્લરૃ૨૧)  

ઈપીએસ      રૃ.૦.૨૩ (હ્લરૃ૨૧)  

પીઈ રેશિયો   ૪૧  

ઇક્વિટી       રૃ.૧૭.૪૦ કરોડ  

પ્રમોટર હોલ્ડિંગ       ૭૪.૮૭%  

માર્કેટકેપ      ૭૯૬.૫૦ કરોડ  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો