ચહેરો બતાવતો અરીસો તમારી કિસ્મત ચમકાવી શકે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ચહેરો બતાવતો અરીસો તમારી કિસ્મત ચમકાવી શકે છે

ચહેરો બતાવતો અરીસો તમારી કિસ્મત ચમકાવી શકે છે

 | 12:30 am IST
  • Share

દરેક ઘરમાં એક અથવા વધારે અરીસા એટલે કે દર્પણ હોય છે. દિવસમાં ઓછામાં ઓછું એક વાર તો સૌ કોઈ અરીસામાં પોતાને જોતું હોય છે. સ્ત્રીઓ તૈયાર થતી વખતે પણ અચૂક અરીસાનો ઉપયોગ કરે છે. આપણે ભલે ચહેરો જોવા માટે અરીસાનો ઉપયોગ કરતા હોઈએ, પરંતુ ફ્ેંગશૂઈ અનુસાર અરીસો તમારી કિસ્મત ચમકાવવાનું કામ પણ કરે છે. 

અરીસો ઘરમાં ચીએટલે કે સકારાત્મક ઊર્જામાં વધારો કરે છે. તમે પણ અરીસાનો ઉપયોગ કરીને તમારી કિસ્મત ચમકાવી શકો છો. તેના માટે તમારે એકેય રૃપિયાનો ખર્ચ કે પરિશ્રમ કરવાનો નથી. તેના માટે ફ્ેંગશૂઈની નીચેની બાબતોને ધ્યાનમાં રાખો. 

ફ્ેંગશૂઈ અનુસાર અરીસાને બેડરૃમના દરવાજાની વિપરીત દિશામાં ક્યારેય લગાવવો જોઈએ નહીં, તેનાથી સકારાત્મક ઊર્જા પાછી ચાલી જાય છે. અરીસો લગાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અરીસામાં સીડીઓ, રસોડું કે ટોઇલેટનું પ્રતિબિંબ ન પડે. 

બેડરૃમમાં ક્યારેય એવી રીતે અરીસો ન લગાવશો કે સૂતી કે ઊઠતી વખતે તમારી નજર તેમાં પડે. તેનાથી નકારાત્મક પ્રભાવ વધે છે અને તમે ઉત્સાહ તથા ઊર્જામાં ઊણપ અનુભવશો. તેનાથી તમારી ઉન્નતિ પર પણ અસર થાય છે. 

ફ્ેંગશૂઈમાં એવું કહેવાયું છે કે જો શક્ય હોય તો બેડરૃમમાં ક્યારેય અરીસો લગાવવો જ નહીં. બેડરૃમમાં અરીસાનું રિફ્લેક્શન બેડ પર પડવાથી તેમાં સૂતી વ્યક્તિઓના સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે. તેનાથી પતિ અથવા પત્નીમાંથી કોઈ એકની તબિયત હંમેશાં ખરાબ રહે છે. 

કેટલાક લોકો અરીસાને મુખ્ય દ્વારની સામે લગાવે છે. જે ફ્ેંગશૂઈ અનુસાર જરાય યોગ્ય નથી. તેનાથી ઘરમાં આવનારી સકારાત્મક ઊર્જા પણ દરવાજેથી પાછી ચાલી જાય છે. જેનાથી ગૃહસ્વામી તેમજ પરિવારના સભ્યોની પ્રગતિ ધીમી પડી જાય છે. 

બેડરૃમમાં ડ્રેગન અને ફ્િનિક્સને સાથે રાખો 

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફ્ેંગશૂઈ અનુસાર બેડરૃમમાં એકલો ડ્રેગન રાખવાની મનાઈ છે, પરંતુ ડ્રેગનની સાથે ફ્િનિક્સ (એક શુભ પક્ષી) રાખવું એ શુભ માનવામાં આવે છે. ડ્રેગન અને ફ્િનિક્સને સાથે રાખવાથી ઘરમાં સંતુલિત ચીઊર્જાનો પ્રવાહ શરૃ થઈ જાય છે.

શયનખંડમાં ડ્રેગન અને ફ્િનિક્સનાં પ્રતીક દક્ષિણ-પિૃમ ભાગમાં રાખી શકાય. ફ્િનિક્સના પ્રતીકને ડ્રેગનની જમણી બાજુએ રાખવું જોઈએ. ફ્િનિક્સને સ્વર્ગમાંથી ઊતરેલું અમર પક્ષી માનવામાં આવે છે, જે સારા ભવિષ્યનો સંદેશ લઈને આવે છે. ફ્િનિક્સ-ડ્રેગનનું પ્રતીક લગ્નજીવનમાં સુખ-શાંતિ લઈને આવે છે. જે લોકો સારા જીવનસાથીની શોધમાં હોય છે તેની પણ ઇચ્છા તેઓ પૂર્ણ કરે છે.

ડ્રેગન અને ફ્િનિક્સ યીનઅને યાનઊર્જાનું પ્રતીક છે. ડ્રેગન સફ્ળતા, નેતૃત્વ અને રાજસી ઠાઠનું પ્રતીક છે. જ્યારે ફ્િનિક્સ નવો અવસર, ઓળખાણ, પુનર્જાગરણ અને પુનઃજીવનના ભાગ્યનિર્માતાનું પ્રતીક છે. ડ્રેગન અને ફ્િનિક્સનાં ચિત્રોની સાથે ચિત્રરૃપે દીવાલ પર, ચાદર ઉપર, પડદા ઉપર અને પેઈન્ટિંગના રૃપમાં ઘરમાં રાખી શકાય છે.  ફ્ેંગશૂઈનાં

પ્રતીકોમાં                         

ડ્રેગન અને ફ્િનિક્સને સૌથી વધારે શુભ ચીઊર્જાના રૃપમાં વ્યક્ત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો