ચીનના નેતા સામે #MeToo પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Vs ટેનિસ સ્ટાર - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ચીનના નેતા સામે #MeToo પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Vs ટેનિસ સ્ટાર

ચીનના નેતા સામે #MeToo પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Vs ટેનિસ સ્ટાર

 | 4:59 am IST
  • Share

ચીનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આક્ષેપ કરનારી ટેનિસ સ્ટારના સમર્થનમાં સોશિયલ મીડિયા પર અભિયાન 

  અતિની કોઈ ગતિ નથી. ચીનની અંદર બનતી ઘટનાઓ જેવા છે એવા જ સ્વરૂપે વિશ્વ સમક્ષ ન આવે એ માટે ચાઈનીઝ ડ્રેગને મહાકાય માયાજાળ રચી છે પરંતુ પાપનો ઘડો ક્યારેક તો છલકાઈ જાય છે. ચીની ટેનિસ સ્ટાર પંગ શૂ આઈએ પૂર્વ પ્રધાનમંત્રી જાંગ ગીઓલી ઉપર યૌન દુર્વ્યહારનો આરોપ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા બાદ આ સંદેશો તો બહુ જલદી ડીલિટ થઈ ગયો પણ તેનાથી મચેલો ખળભળાટ હજુ શમ્યો નથી

35 વર્ષીય ટેનિસ ખેલાડીએ લખેલુંહું જાણું છું કે ઉપપ્રધાનમંત્રી રહી ચૂકેલા જાંગ ગાઓલીના ઊંચા કદને જોતા આ પહાડ ઉપર કાંકરો ફેંકવા જેવું છે. ગાઓલીના ઘરે તે ટેનિસ રમવા ગઈ ત્યારે તેણે મારા ઉપર દબાણ સર્જેલું, સાથોસાથ પંગે એમ પણ કહ્યું કે મારી પાસે કોઈ સબૂત નથી અને હવે આ સબૂતો એકત્ર કરવાં અસંભવ છે. કોઈ ઓડિયોવીડિયો રેકોર્ડ પણ નથી, મારી પાસે માત્ર ખરાબ અનુભવ છેજે અસલી છે. 75 વર્ષીય જાંગ ગાઓલી વર્ષ 2013થી 2018 વચ્ચે ચીનના ઉપ પ્રધાનમંત્રી હતા, એ સમયે એ રાષ્ટ્રપતિ શી જિનપિંગના બેહદ નજીકના સાથી હતા, તેણે પંગના ગંભીર આક્ષેપો છતાં કોઈ ટિપ્પણી કરી નથી. જોકે વીબો એકાઉન્ટ પર તેનો સંદેશ થોડી જ મિનિટોમાં ડીલિટ થઈ ગયો અને એ પછી પંગ ક્યાંયે જાહેરમાં જોવા ન મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો હોટ ટોપિક બન્યો છે. બાદમાં ડેમેજ કન્ટ્રોલ માટે ચીની સરકારે કેટલાક વીડિયો અને ઈમેઇલ જારી કર્યા છે, જેમાં પંગ સલામત હોવાના નિર્દેશ મળે છે પરંતુ તે શંકાસ્પદ અને અપૂરતા જણાય છે

પંગ શૂઆઈ ટેનિસની રમતમાં ચીનનો ચહેરો ગણાય છે. 16 વર્ષની ઉંમર પહેલાં જ તે પ્રથમ સિંગલ ટાઈટલ જીતી ચૂકેલી. વર્ષ 2004માં વિશ્વની બેસ્ટ ટેનિસ ખેલાડીઓની 100ની સૂચિમાં તેનું નામ આવી ગયેલું. 13 સિઝનમાંથી 6મા તે ટોપ50માં અને બે સિઝનમાં ટોપ20માં રહેલી પંગ વર્ષ 2017માં યુ.એસ. ઓપનના સેમી ફાઈનલ સુધી પહોંચેલી. તેણે કિમ ક્લાઈસ્ટર્સ, માર્ટિના હિંગીસ, મેરિયોન બોર્તેલી જેલી સ્ટાર પ્લેયરને હરાવેલી. ડબલ્સમાં તો તેણે 23 ખિતાબ જીત્યા છે જેમાં વર્ષ 2013માં વિમ્બલ્ડન અને વર્ષ 2014માં ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે, એ સમયે તે ડબલ્સમાં નંબર1 રેન્કિંગ ઉપર પહોંચેલી

આજે 35 વર્ષીય હાઈ પ્રોફાઈલ પંગ શૂ આઈ ચીનના સોશિયલ નેટવર્ક વીબો ઉપર પોતાની સાથે થયેલા યૌન દુર્વ્યવહારના આક્ષેપોની પોસ્ટ મૂકતા જ પંગ ફરી ચર્ચામાં આવી ગઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું કે મારી ઉપર બળજબરી કરવામાં આવતી હતી. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિકટતમ એવા મોટા નેતા ઉપર જાહેરમાં આવા આક્ષેપો થયા હોય તેવો આ પ્રથમ બનાવ છે અને એટલે જ અગાઉ દબાવી દેવાયેલું ઈંસ્ી્ર્ર્ અભિયાન ફરી અંદરખાનેથી સપાટી ઉપર આવી રહ્યું છે. વિશ્વ ટેનિસ મહાસંઘે પંગના આરોપોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સેરેના વિલિયમ્સ, નાઓમી ઓસાકા, નોવાક જોકોવિચ, રોજર ફેડરર જેવા ટોચના ટેનિસ પ્લેયર્સ પણ પંગને સમર્થન આપી ચિંતા દર્શાવી ચૂક્યા છે. આ ચિંતા એટલા માટે વ્યક્ત થઈ છે કે સરકારે પંગનો એવો ઈમેઇલ જાહેર કર્યો છે, જેમાં તે સુરક્ષિત હોવાનું અને અગાઉ કરેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવે છે, અને પછી એક વીડિયોમાં તેને બીજિંગની ટૂર્નામેન્ટમાં દર્શાવવામાં આવી પરંતુ આ વીડિયોમાં ચેડાં થયાં હોય તેવું લાગે છે

ચીનમાં અંદરખાને અનેક યુવતીઓ યૌન ઉત્પીડનનો ભોગ બની રહી છે, જે વ્યાપક સેન્સર છતાં પોતાની વેદના વિશ્વ સમક્ષ રજૂ કરી રહી છે

ઝૂમ ઈન         

તન્હાઈયાં અચ્છી નહી હોતી 

બસ હસીન મૌકા દેતી હૈ

બડા હસીન મૌકા દેતી હૈ 

યે ખુદ સે મિલને કા… 

ઝૂમ આઉટ  

નાદાન ઈન્સાન હી 

જીવન કા આનંદ લેતા હૈ 

જ્યાદા હોશિયાર તો 

હંમેશાં ઉલઝા રહતા હૈ  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો