જાઈયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફિર આયેગી... - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • જાઈયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફિર આયેગી…

જાઈયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફિર આયેગી…

 | 1:00 am IST
  • Share

આશા પારેખ અભિનેત્રી ઉપરાંત સેન્સર બોર્ડનાં ચેરપર્સન તરીકે પણ સિદ્ધાંતનિષ્ઠ હતાં

મૈ તુલસી તેરે આંગન કીના અભિનય માટે ફ્લ્મિફ્ેર એવોર્ડમાં નૂતન અને આશા પારેખ બંનેને સહાયક અભિનેત્રીમાં નોમિનેશન મળ્યું હતું. જ્યારે એવોર્ડ જાહેર થયો અપનાપનમાટે રીના રોયને! પણ ગમ્મત એ થઈ કે તે સાલ બેસ્ટ સર્પોિંટગ એક્ટ્રેસનો પુરસ્કાર કોઇને ન મળ્યો, કારણ કે રીનાજીએ તેનો અસ્વીકાર કર્યો એમ કહીને કે પોતે ફ્લ્મિની હિરોઇન હતાં. આશા પારેખને તો ફ્લ્મિફેર એવોર્ડ તે અગાઉ શક્તિ સામંતની કટી પતંગમાટે મળી ચૂક્યો હતો, જે કદાચ એક ભૂલનું પ્રાયિૃત હતું. આશા પારેખે ૯૦ના દાયકામાં સિને બ્લિટ્ઝની સીરિઝ અનર્ફ્ગેટેબલમાં જણાવ્યા અનુસાર તો ફિલ્મ આરાધના શક્તિદાએ પ્રથમ તેમને ઓફ્ર કરી હતી!

પણ આશા પારેખને લાગ્યું હતું કે ત્યારે પોતે માતાની ભૂમિકા માટે તૈયાર નહોતાં. એટલે ફિલ્મ આરાધના જવા દીધી. જોકે, આશાજીને ન્યાય કરવા કહેવું જોઈએ કે એકમાત્ર ગુનેહગારમાં તે રિશી કપૂરની સ્ક્રીન મધર બન્યાં તે સિવાય માતાની ભૂમિકા કદાચ તેમણે ભજવી નથી. (ભૂલચૂક લેવીદેવી!) એટલે જ્યારે શક્તિ સામંતાએ ફિલ્મ કટી પતંગ ઓફ્ર કરી, ત્યારે લગભગ આખા પિક્ચરમાં સફ્ેદ વસ્ત્રો ધારણ કરવાનાં હોવા છતાં એ સ્વીકારી. પરિણામ? બેસ્ટ એક્ટ્રેસની પહેલી (અને છેલ્લી) ફ્લ્મિફ્ેર ટ્રોફ્ીથી એ પુરસ્કૃત થયાં. જોકે, આરાધના વખતનો ડર ખોટો નહોતો. તેમણે પોતાનાથી દસેક જ દિવસ નાના અમિતાભ બચ્ચનની ભાભી તરીકે કાલિયામાં રોલ સ્વીકાર્યો ને આશા પારેખને સિનિયર એક્ટ્રેસની કેટેગરીમાં જતા રહેવું પડયું હતું.  

સિને બ્લિટ્ઝની એ જ મુલાકાતમાં તેમણે એમ પણ કહેલું છે કે તેમને ફિલ્મ સીતા ઔર ગીતા, શરાફ્ત અને યાદોં કી બારાત પણ ઓફ્ર થઈ હતી. એ ત્રણેય પિક્ચર મ્યુઝિકલ હિટ હતાં અને એ રીતે વિચારીએ તો થાય કે એ તમામ ફ્લ્મિો આશા પારેખે કરી હોત તો કેવાં કેવાં ગાયનો તેમના નામે હોત? ગયા સપ્તાહે તેમના ઉપર ફ્લ્મિાવાયેલાં લતા મંગેશકરનાં પાંચેક ગીતોની વાત થઈ શકી હતી. જ્યારે આશા ભોસલેના કંઠનો તો ઉલ્લેખ પણ ક્યાં થયો હતો? બાકી બેઉ આશાનું ફિલ્મ મેરે સનમનું આ એક નજરાણું તો આજે પણ જૂની-નવી બંને પેઢીને ગાવું ગમે છે, ‘જાઇયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફ્રિ આયેગી..!એ ગીતમાં ઓ.પી. નૈયરે આશા ભોસલે પાસે કરાવેલા આલાપ અને આશા પારેખની ખૂબસૂરતીની જુગલબંદીએ કમાલ કરી છે.

એ જ જોડીએ ફિલ્મ શિકારમાં શંકર જયકિશનના સંગીતમાં આપ્યું હતું એવોર્ડ વિજેતા ગાયન, ‘પર્દે મેં રહને દો, પર્દા ના ઉઠાઓ…!તો ફિલ્મ આયે દિન બહાર કેમાં એવું જ આશાઓથી થિરકતું નૃત્યગાન ખત લિખ દે સાંવરિયા કે નામ બાબુ…લક્ષ્મી-પ્યારેએ આપ્યું છે. જ્યારે બેઉ આશામળે છે ત્યારે દો બદનમાં વળી રવિ ન્યાલ કરી દે છે; શકીલ બદાયૂનિનું આ એક વિરહગીત સર્જીને, ‘જબ ચલી ઠંડી હવા, જબ ઉઠી કાલી ઘટા મુઝકો અય જાનેવફ તુમ યાદ આયે…!એવાં એકલગીતો (સોલો)ની જેમ જ યુગલગાનમાં પણ ગાયિકા આશા ને અભિનેત્રી આશાનું મિલન એવું જ પરફ્ેક્ટ લાગે. પછી એ કિશોર કુમાર જોડે આંખોં આંખો મેં હમતુમ, હો ગયે દીવાને…‘(મહલ)માં હોય કે આર. ડી. બર્મનના સુપરહિટ આલબમ તીસરી મંઝિલમાં ઓ મેરે સોના રે સોના…રફ્ી સાહેબ સાથે!

આશા પારેખે તીસરી મંઝિલમાં શમ્મી કપૂર જોડે અને શશી કપૂર સાથે પ્યાર કા મૌસમ તથા કન્યાદાન જેવી હિટ સંગીતથી સજેલી ફ્લ્મિો કરી છે. જો રાજ કપૂર સાથે શૂટ કરેલી ચોરમંડલી રિલીઝ થઈ હોત તો ત્રણેય કપૂર ભાઈઓ સાથે કામ કર્યું હોત. જોકે, ડાયરેક્ટર રાજ કપૂર સાથે આશા પારેખને કામ કરવાની તક હતી. તેમને ફિલ્મ પ્રેમ રોગ માટે ઓફ્ર કરી હતી. કદાચ નંદાએ કરેલા રોલ માટે. એ જ રીતે ફિલ્મ રામ તેરી ગંગા મેલી માટે પણ સ્પેશિયલ અપિયરન્સની દરખાસ્ત કરી હતી. એમ તો કિશોરવયે જ આર.કેની ફ્લ્મિ બૂટ પોલિશમાં તે હોત. તે માટે ૧૦ વર્ષની બાળકી આશા પારેખનો સ્ક્રીન ટેસ્ટ પણ થયો હતો, પરંતુ છેવટે એ રોલ બેબી નાઝને મળ્યો હતો.

આશાજીને એ પણ અફ્સોસ રહ્યો છે કે ગ્રેટ ગુરુ દત્તના નિર્દેશનમાં પણ કામ કરવાની તક મળી નહીં. હા, ‘ગુરુને એક્ટર તરીકે લઈને બનેલી ભરોસાજરૃર કરી. (તેનું લતાજીએ ગાયેલું યાદગાર ગીત, ‘વો દિલ કહાં સે લાઉં, તેરી યાદ જો ભુલા દે?’) પણ આશા પારેખ એક સશક્ત અભિનેત્રી ઉપરાંત સેન્સર બોર્ડનાં ચેરપર્સન તરીકે સિદ્ધાંતનિષ્ઠ હતાં. તેમના સમયને મહિલા-સન્માનના પીરિયડ તરીકે ઘણાએ યાદ રાખ્યો હશે.

તેમણે એપ્રિલ, ૧૯૯૯માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પત્રકાર ભાવના સોમૈયાને જણાવ્યું હતું કે રાની મુખર્જીની પ્રથમ ફ્લ્મિ મહેંદીનાં સેક્સી દૃશ્યોની તેમની સૂચવેલી કાપકૂપ કાનૂની રીતે છેવટ સુધી માન્ય રહી હતી. ફિલ્મ ફયરમાંના લેસ્બિયન સીન્સ અંગેના વિવાદ સહિતનો સેન્સર બોર્ડનો એ સમય સતત ચર્ચાસ્પદ રહ્યો હતો.

પણ આશા પારેખનો મહિલાવાદી અભિગમ ફિલ્મ મધર ૯૮ના એક ગાયનને મંજૂર નહીં કરવામાં સ્પષ્ટ દેખાયો હતો. તેની સામે નિર્માતા-દિગ્દર્શક સાવન કુમાર રિવ્યૂ, રિવિઝન અને ઠેઠ ટ્રિબ્યુનલ સુધી લડયા, પરંતુ ક્યાંય સફ્ળતા ન મળી. એ ગાયનના શબ્દો હતા, ‘બીવી હૈ ચીઝ સજાવટ કી‘! તે જાણીએ ત્યારે થાય છે કે આજે જે પ્રકારના બેડરૃમ સીન્સ અને ગાળોભરી ભાષાને મંજૂરી મળે છે, તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા કહેવી કે પછી…? સોચો ઠાકુર!  ?

તિખારો!            

આશા પારેખની એક ગુજરાતી ફ્લ્મિ અખંડ સૌભાગ્યવતી હતી; જ્યારે અસલ જિંદગીમાં તેઓ આજીવન અપરિણીત રહ્યાં છે!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો