જીવનમાં ઉન્નતિ કરવા માટે ભૂતકાળનાં બંધનોને તોડતાં જવું પડે છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • જીવનમાં ઉન્નતિ કરવા માટે ભૂતકાળનાં બંધનોને તોડતાં જવું પડે છે

જીવનમાં ઉન્નતિ કરવા માટે ભૂતકાળનાં બંધનોને તોડતાં જવું પડે છે

 | 5:01 am IST
  • Share

યોગિક વેલ્થ બ્રાન્ડ્સ, સ્ટેટસ, જીવનશૈલી વગેરે પ્રત્યેની આસક્તિ છોડવા સાથે સંબંધ ધરાવે છે

  વ્હૂમૂવ્ડ માય ચીઝશીર્ષક હેઠળનું એક ખૂબ જ સરસ પુસ્તક છે. તેનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. પુસ્તકમાં ક્યાંક એવો ઉલ્લેખ છે કે ચાલતી વખતે પાછળના પગને ઊંચકવો પડે છે. તમે પાછળના પગને ખસેડયા વિના ચાલવાનો પ્રયાસ કરો. ચાલવાનો અર્થ છે, આપણા પાછળના પગને સતત આગળ લાવતાં રહેવું. આ જ રીતે, જીવનમાં આગળ વધવું હોય તો આપણે આપણી ભૂતકાળની સ્થિતિઓ, પરિસ્થિતિઓને છોડવી પડે.

બરાબર આ જ સિદ્ધાંત આપણા મનને લાગુ પડે છે. જો આપણે વિકસિત થવું હોય તો આપણે ભૂતકાળને છોડી દેવો પડે. આપણે જેટલી ઝડપથી ભૂતકાળને છોડી શકીએ એટલી જ સરળતાથી આપણે ઉન્નતિ કરી શકીએ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. આપણે ભૂતકાળને જેટલો વધુ પકડી રાખીએ એટલો જ વિચારો, લાગણીઓ, ગ્રંથિઓ, વગેરેનો બોજો વધારે લાગે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આસક્તિ ઘટાડતાં જવું જોઈએ. જ્યારે આપણે આગળ વધવા ઈચ્છીએ ત્યારે ભૂતકાળનાં બંધનો સૌથી મોટાં અવરોધો બને છે.

જીવનમાં પ્રગતિ કરવાની આપણી ઈચ્છા હોય છે, પરંતુ આપણે ભૂતકાળની લાગણીઓનો સંચય કરતાં જઈએ છીએ. અહીં મારા પાડોશીની દીકરીના શબ્દો મને યાદ આવે છે. એણે એક દિવસ કહ્યુંહું દિવાળી વખતે એમના ઘરે ગઈ ત્યારે એમણે મારી સાથે કરેલું વર્તન હું ક્યારેય ભૂલી શકીશ નહીં.” એ દિવાળીના દિવસો દરમિયાન એના કાકાને મળવા ગઈ ત્યારની વાત કરી રહી હતી. ત્યાં લગભગ એવું થયું હતું કે કાકાના ઘરે બીજા પણ ઘણા મહેમાનો હતા અને આ છોકરી તરફ્ કાકાના પરિવારે પૂરતું ધ્યાન આપ્યું નહીં. મેં એને પૂછયું, ”તને કાકાને ત્યાં ફવતું જ નથી તો તું શું કામ ત્યાં ગઈ હતી?” એણે જવાબ આપ્યોજ્યારે આસપાસ ઘણા મહેમાનો ન હોય ત્યારે કાકા હંમેશાં મારી સાથે ખૂબ જ સારી રીતે વાતો કરતા હોય છે, પરંતુ મહેમાનો આવે ત્યારે જાણે હું ઘરમાં હોઉં જ નહીં એવું વર્તન કરવા લાગી જાય.”

હું બંને બાજુની હકીકતો જાણતો નહીં હોવાથી, હું એ બાબતે કોઈ નિર્ણાયક મત આપવા માગતો નથી. કદાચ કાકાને લાગતું હશે કે ઘરે બીજા લોકો આવ્યા હોય ત્યારે ભત્રીજી તો ઘરની જ કહેવાય તેથી એના તરફ્ વધારે ધ્યાન આપી શકાય નહીં તો વાંધો ન આવે.

પાડોશીની દીકરી પોતાના મતને વળગીને રહેશે તો એ આખી જિંદગી કાકાના પરિવાર સાથે પહેલાંની જેમ હળીમળી નહીં શકે.

ઘણી વખત આપણે લોકોને કોઈ ચોક્કસ સમુદાય, સંપ્રદાય, ધર્મ વિરુદ્ધ વાત કરતાં સાંભળીએ છીએ. પહેલું તો એ કે એક વ્યક્તિ સાથે થયેલા અનુભવને લીધે એમના સમગ્ર સમૂહને દોષ આપી શકાય નહીં. વળી, જો કોઈ સમુદાય, પંથ કે સંપ્રદાય કે ધર્મ આપણી માન્યતા મુજબ વર્તે નહીં તો એમાં દોષ આપણી માન્યતાનો વધારે અને એમના વર્તનનો ઓછો છે. જો કોઈનું વર્તન સમાજ માટે જોખમી કે હાનિકારક ન હોય તો આપણે એના વિશે ચિંતા કરવી જોઈએ નહીં. આપણને કદાચ એમની રહેણીકરણી, એમના ખોરાક, એમની રીતભાત કે એમના પહેરવેશ બાબતે વાંધો હોય, પરંતુ એનો અર્થ એવો નથી કે એમના સમૂહના બધા જ લોકો ખરાબ છે. વળી, કોઈ માણસ યોગ્ય રીતે વર્તતો ન હોય અને આપણે સતત એના વર્તન વિશે જ વિચારતાં રહીએ તો પરોક્ષ રીતે આપણે પોતાના મનને અને પોતાની જાતને સજા કરી કહેવાય.  

યોગિક વેલ્થ બ્રાન્ડ્સ, સ્ટેટસ, જીવનશૈલી વગેરે પ્રત્યેની આસક્તિ છોડવા સાથે સંબંધ ધરાવે છે. આપણી આસક્તિ ઘટે કે તરત જ આપણે પોતાની સંપત્તિનો વધુ આનંદ માણી શકાય છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો