જુની અદાવતની દાઝમાં રીક્ષાચાલકને આંતરી ત્રણ શખસોએ ધમકી આપી - Sandesh
  • Home
  • Bhavnagar
  • જુની અદાવતની દાઝમાં રીક્ષાચાલકને આંતરી ત્રણ શખસોએ ધમકી આપી

જુની અદાવતની દાઝમાં રીક્ષાચાલકને આંતરી ત્રણ શખસોએ ધમકી આપી

 | 4:15 am IST

ા ભાવનગર ા

ભાવનગર શહેર અને જિલ્લામાં નજીવા કારણોસર શહેર અને જિલ્લામાં મારામારીના ત્રણ બનાવ નોંધાયા હતા. ત્રણેય બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મારામારીના પ્રથમ બનાવની વિગત એવી છે કે,શહેરના નવાપરા મદિના મસ્જીદ પાસે રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલવતાં અસલમભાઈ મહમદભાઈ સૈયદને અગાઉ શહેરના ભીલવાડા સર્કલ ખાતે કુકડા નામના શખસ સાથે બે માસ પૂર્વે તકરાર થતાં તેની દાઝ રાખી ગત તા.૧૪ના રોજ રાત્રિના ઘોઘાગેટ નજીક અસલમભાઈની રિક્ષા સામે રવિ નામના શખસે આડી રિક્ષા નાંખી હતી. જેમાં સવાર દેવા,કુકડા અને રવિએ રિક્ષાચાલકને છરી દેખાડી તેને મારવાના ઈરાદે હુમલો કરતા કાળીબેને તેને અટકાવતાં ઉક્ત શખસોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ત્રણેય શખસો વિરૃદ્વ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જયારે, સિહોરના ગાયત્રી પાર્કમાં રહેતા કડવીબેન કનુભાઈ રાઠોડના ઘરે તેમના પુત્ર હિતેશ અને પુત્રવધુ ગીતાબેને આવી સોનાના દાગીનામાં ભાગ હોવાનું કહી બન્નેએ વૃદ્વાને માર મારી ફેક્રચર કરી ઘરેણાં પર તેમનો હક્ક હોવાનું કહી લઈ ગયા હતા. બનાવ અંગે માતાએ પુત્ર અને પુત્રવધુ વિરૃદ્વ સિહોર પોલીસ સ્ટેશનમાં માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. તો,વલ્લભીપુરના પીપળી ગામે રહેતા ધીરૃભાઈ માવજીભાઈ ચુડાસમાની બાઈક ગોકુળ નાનુ મકવાણાના ઢોર સાથે અથડાતાં તેને ચલાવવા બાબતે ટકોર કરતાં તેની દાઝ રાખી ગોકુળ નાનું મકવાણા, રૃખડ અરજણ મકવાણા, દુદા અરજણ મકવાણા તથા જીતેષ જાલાએ તેમને તથા તેમના પુત્ર અને પુત્રવધુને માર માર્યાની વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;