જૂની આદતનો અફીણી, ડ્રગ્સનો બંધાણી - નાર્કોઝ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • જૂની આદતનો અફીણી, ડ્રગ્સનો બંધાણી – નાર્કોઝ

જૂની આદતનો અફીણી, ડ્રગ્સનો બંધાણી – નાર્કોઝ

 | 1:00 am IST
  • Share

દુનિયામાં સૌથી ઓછા સમયમાં પૈસાદાર થવું હોય તો એ કિડની વેચીને પણ ન થઈ શકાય કે બેંક લૂંટીને પણ ન થઈ શકાય. બહુ જલદી ધનવાન બનવાનો એક જ ખોટો રસ્તો છે અને તે છે ડ્રગ્સ. ડ્રગ્સની હેરફ્ેર શરૃ કરો, પૈસાનો વરસાદ ન થાય તો કહેજો. (એટલે આ તો અભિવ્યક્તિમાત્ર છે, એવું સાચે જ કરવાનું નથી. નહીંતર, આયર્ન ખાનને કંપની આપવા કસ્ટડી જવું પડશે.) ડ્રગ્સ અને પૈસો એ બંને બહુ જ ચોંટેલા પ્રેમીઓ જેવા છે. એકબીજાથી દૂર રહી જ ન શકે. છેલ્લાં પચાસેક વર્ષમાં એટલા ડ્રગ કાર્ટેલની સ્થાપના થઇ છે જેટલી માનવ ઇતિહાસમાં ક્યારેય થઇ ન હતી. ડ્રગ્સની એક પેરેલલ ઈકોનોમી ચાલે છે, જે ઘણા દેશોનાં સમગ્ર અર્થતંત્ર કરતાં વધુ મજબૂત છે. ડઝનબંધ ડ્રગ માફ્યિા થઇ ગયા જેનું નામ ડ્રગ્સ ઇતિહાસમાં અમર થઇ ગયું હોય પણ તેમાં લોકપ્રિયતાની ટોચ ઉપર રહેનાર એક જ નબીરો પાબ્લો અસ્કોબાર. જેના ઉપર બનેલી સીરિઝ નાર્કોઝકોણે નહીં જોઈ હોય?  

નાર્કો એટલે નાર્કોટિક્સ ઓફ્સિર. જે ડ્રગ્સનું સ્મગલિંગ કરનારાઓની પાછળ પડયા હોય. નાર્કોઝ સીરિઝ સ્ટીફ્ન મર્ફીના દૃષ્ટિકોણથી બનાવવામાં આવી છે. સ્ટીફ્ન મર્ફી જીવે છે અને તે અમેરિકન છે. તે યુ.એસ. ડ્રગ એન્ફેર્સમેન્ટ ર્સિવસીઝના ફ્ેડરલ એજન્ટ હતા. અત્યારે તો તે નિવૃત્ત જીવન પસાર કરે છે. તેમણે અને જેવિયર પેનાએ મળીને કોલંબિયાનો સૌથી મોટો ખંધો ડ્રગ્સ-કિંગ પાબ્લો અસ્કોબારને પકડયો હતો અને આખા ડ્રગ કાર્ટેલને તોડી પાડયું હતું. ડ્રગ કાર્ટેલ એટલે ચરસીઓનું સ્વતંત્ર ગ્રૂપ જે ડ્રગ્સનો ભાવ નક્કી કરે અને ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરે. મેક્સિકોમાં આજે પણ ઘણા ડ્રગ કાર્ટેલ સક્રિય છે. રશિયા, આફ્રિકા, ચીલી, વેનેઝુએલા, અમેરિકા જેવા ઘણા દેશોમાં નાનામોટા ડ્રગ કાર્ટેલ હોય છે. ભારતમાં પણ ડ્રગ્સની સપ્લાય કોઈ કાર્ટેલ વિના થતી રહે છે. ઉડતા પંજાબ ફ્લ્મિ બધાને યાદ હશે.  

નાર્કોઝ સીરિઝ એટલી દમદાર બનાવી છે કે તેની ઉપર તો ઘણુંબધું લખી શકાય. મૂળતઃ પાબ્લો અસ્કોબારનો ઉદય કઈ રીતે થયો અને તેની સાથે તેના સામ્રાજ્યનો અસ્ત કાળક્રમે કઈ રીતે થતો ગયો તે બતાવ્યું છે. અમેરિકાની બાજુમાં આવેલા બે દેશો મેક્સિકો અને કોલંબિયા- આરબ દેશો કે અફ્ઘાનિસ્તાન કે એક સમયે દુશ્મન ગણાતા રશિયા કરતાં પણ વધુ અમેરિકા માટે માથાના દુખાવા જેવા સાબિત થયા છે. આ બંને દેશોમાં ગોરખધંધા બહુ ચાલે જેની નેગેટિવ અસર અમેરિકા ઉપર પડે. પછી તે ડ્રગ્સ હોય કે માનવઅંગો કે હથિયારો. ડ્રગ્સ મેક્સિકો અને કોલંબિયામાંથી અમેરિકામાં બહુ ઠલવાય છે. નેવુંના દાયકામાં તો એ સ્થિતિ હતી કે અમેરિકન અર્થતંત્રને અસર પડે એટલા બધા અમેરિકન ડોલર કોલંબિયા કે મેક્સિકો પહોંચી જતા. કારણ? ડ્રગ્સ.  

આપણો રઈસ જેમ નાનો હતો ત્યારથી દારૃની હેરાફ્ેરી કરતો એ રીતે પાબ્લો નાનપણથી ડ્રગ્સના ધંધામાં સંકળાયેલો ન હતો. હા, તેના બે નંબરના ધંધા શરૃ થઇ ગયેલા. કોલંબિયામાં જે જે વસ્તુઓનો નિષેધ હોય તે વસ્તુઓ કોલંબિયામાં આવી જતી. દારૃ, અમુક સિગારેટ, અમુક સામાન વગેરે. પછી તેને ચીલી દેશના એક કેમિસ્ટનો ભેટો થયો. તે કીમિયાગરે પાબ્લોને ડ્રગ્સનો રસ્તો બતાવ્યો. ડ્રગ્સનો ધંધો ચાલુ થઇ ગયો. લેબ.ની સ્થાપના થઇ. સ્ટાફ્ રખાયો. સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ બધાને ફેડવામાં આવ્યા. લાખો અમેરિકન ડ્રગ્સના બંધાણી થઈ ગયા. પહેલી સિઝનમાં પાબ્લો જેલમાં પણ જાય અને પછી છૂટી પણ જાય છે. ટોટલ ત્રણ સિઝન છે.  

પાબ્લો અસ્કોબારને 1993માં બંદૂકની ગોળીથી મારી નાખવામાં આવેલો. નાર્કોઝની ત્રણ સિઝન છે. ત્રીજી સિઝનમાં પાબ્લોના મોત પછી ડ્રગ કાર્ટેલ અને તેની દુનિયામાં શું થાય છે તે બતાવ્યું છે. નાર્કોઝ રોમાંચક અને મજબૂત સીરિઝ છે. એક્ટિંગ, પ્રોડક્શન ડિઝાઈન, લોકેશન, સ્ક્રીનપ્લે બધું બેહતરીન છે.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો