જે હાથ ઉપાડે તેનો હાથ રહેવો જોઈએ નહીં : મોહન ભાગવત - Sandesh
  • Home
  • India
  • જે હાથ ઉપાડે તેનો હાથ રહેવો જોઈએ નહીં : મોહન ભાગવત

જે હાથ ઉપાડે તેનો હાથ રહેવો જોઈએ નહીં : મોહન ભાગવત

 | 4:07 am IST
  • Share

  • ધર્મઆધારિત રાષ્ટ્રીય વસતીનીતિ ઘડો : સંઘવડા
  •  ભારતમાં ઉદ્ભવેલા ધર્મના લોકોની સંખ્યા 88 ટકાથી ઘટીને 83.8 ટકા થઈ છે જ્યારે મુસ્લિમોની વસતી 9.8 ટકાથી વધીને 14.23 ટકા થઈ છે.
  • હિંદુઓ અહંકાર ત્યજી એકજૂથ અને શક્તિશાળી બને : મોહન ભાગવત

 

દશેરાના પર્વ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 96મા સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિંદુઓએ નાના નાના અહંકારનો ત્યાગ કરીને એકજૂથ થવું જોઈએ. હિંદુઓ ડરે છે કારણ કે, તેઓ નબળા છે. તેમણે તાકતવર બનવું પડશે. આપણામાં એટલી શક્તિ હોવી જોઈએ કે જે હાથ ઉઠાવે તેનો હાથ રહેવો જોઈએ નહીં. હિંદુઓએ શક્તિશાળી અને એકજૂથ થવાની જરૂર છે.  આજે હિંદુઓના મંદિરોની જમીન હડપ કરાઈ રહી છે. તેથી હિંદુ મંદિરોનું સંચાલન હિંદુઓ પાસે જ રહેવું જોઈએ. મંદિરોની સંપત્તિનો ઉપયોગ હિંદુ સમાજની સેવામાં જ થવો જોઈએ.  દેશની વધી રહેલી વસતી પર ચિંતા વ્યક્ત કરતા ભાગવતે જણાવ્યું હતું કે, સરકારે રાષ્ટ્રીય વસતી નીતિ ઘડી કાઢવી જોઈએ. 1952થી 2011ની વચ્ચે ભારતમાં ઉદ્ભવેલા ધર્મના લોકોની સંખ્યા 88 ટકાથી ઘટીને 83.8 ટકા થઈ છે જ્યારે મુસ્લિમોની વસતી 9.8 ટકાથી વધીને 14.23 ટકા થઈ છે.

લગામ વિનાના ઓટીટી પ્લેટફોર્મ ભારતને નુકસાન કરી શકે છે : ભાગવત

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કન્ટેટન્ટની ટીકા કરતા ભાગવતે જણાવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ પર પિરસાતા કાર્યક્રમો પર કોઈ નિયંત્રણ નથી તેના કારણે ભારતને ગંભીર નુકસાન થઈ શકે છે. કોરોના મહામારી આવ્યા બાદ હવે બાળકોના હાથમાં પણ મોબાઇલ ફોન આવી ગયાં છે. કેન્દ્ર સરકારે ઓટીટી પ્લેટફોર્મ માટે નિયંત્રક માળખું તૈયાર કરવું જોઈએ.

દેશમાં માદક દ્રવ્યોનો ઉપયોગ બેફામ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, દેશભરમાં અલગ અલગ પ્રકારના માદક દ્રવ્યોનો ઉપયોગ વધી રહ્યો છે. અમે નથી જાણતા કે તેના પર કેવી રીતે લગામ કસી શકાય પરંતુ અમે એટલું જાણીએ છીએ કે માદક દ્રવ્યોના બિઝનેસમાંથી થતી આવકનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો