જ્ઞાાની લોકો ભગવાનને જ સર્વોત્તમ માને છે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • જ્ઞાાની લોકો ભગવાનને જ સર્વોત્તમ માને છે

જ્ઞાાની લોકો ભગવાનને જ સર્વોત્તમ માને છે

 | 3:00 am IST
  • Share

અધ્યાય 7, શ્લોક 18

ઉદાસ સર્વ એવ એતે જ્ઞાાની તુ આત્મા એવ મેમતમ 

  આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામ એવ અનુત્તમામ ગતિમ

  7/18 

અર્થ :

 ”આ બધા ભક્તો ઉત્તમ જ છે, પણ જ્ઞાાની તો મારો આત્મા છે એવો મારો મત છે; કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ મને જ સર્વોત્તમ માની મારો જ આશ્રય કરે છે.

 જે ચાર પ્રકારના ભક્તોની ભગવાને અગાઉ (શ્લોક – 16) વાત કરી છે તે બધા જ ઊંચા પ્રકારના ભક્તો છે, પરંતુ તેમાં જે પ્રભુના જ્ઞાાનમાં સ્થિર છે તેને ભગવાન તેમના પોતાનામાં જ રહેલો સમજે છે. અહીં આપણે એ સમજવાનું છે કે ભગવાન ક્યારે આપણને તેમનામાં વસેલા માનશે? તેનો જવાબ છે કે તમે પ્રભુના જ્ઞાાનમાં સ્થિર થઈ જાઓ તો પછી ભગવાન તેનામાં તમને સમાવી લે છે. પ્રભુના જ્ઞાાનમાં સ્થિર થવું એટલે અત્ર તત્ર ને સર્વત્ર દરેક સ્થળે પ્રભુના સાક્ષાત્કારને સ્વીકારીને જીવવું. સતત પ્રભુની હાજરીનો અહેસાસ કરવો તે. સૃષ્ટિનો એકેય કણ ઈશ્વર વિનાનો છે જ નહીં તેમ માની લેવું એટલે જ પ્રભુના જ્ઞાાનમાં સ્થિર થયા કહેવાઈએ. આવું જ્ઞાાન થવું એને આપણી દિવ્યતા કહેવાય. અંતરનાં ચક્ષુ ઊઘડે તો એ દિવ્ય ચક્ષુથી જ પ્રભુના સાનિધ્યને પામી શકાય છે. જે ભક્તનાં દિવ્ય ચક્ષુ ઊઘડે છે અને તે પછી તે ભગવાનની જે ભક્તિ કરે છે તેને ભગવાન દિવ્ય ભક્ત કહે છે.

 જ્ઞાાનીજનો સર્વશ્રેષ્ઠ છે એટલું જ નહીં, પણ તેઓ તો ભગવાનના આત્માસમાન છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જ્ઞાાની લોકો ભગવાનને જ સર્વોત્તમ માને છે, તેમનામાં જ ચિત્તને પરોવેલું રાખે છે અને તે રીતે સદા સર્વદા ઈશ્વરના જ આશ્રિત થઇને રહે છે. અહીં ભગવાને આવા જ્ઞાાનીજનોને તેમના આત્માસમાન ગણાવ્યા છે, ઈશ્વર તમારાં જ્ઞાાન, બુદ્ધિ, હોશિયારીને ધ્યાને લઇને તમને તેમના આત્મા જેવો દરજ્જો આપે તો એ બહુ મોટી વાત કહેવાય. આપણે જો આવું માન મેળવવું હોય તો આપણે ઈશ્વરને જ સર્વોત્તમ માનવા પડે. નિરંતર તેમની ભક્તિ કરવી પડે અને તેમના આશ્રયમાં, શરણમાં જ રહેવું પડે.     

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો