ઝઘડો થતા હીનાએ લાફો મારતા પતિ સચિને ગળુ દબાવી હત્યા કરી - Sandesh
  • Home
  • Newspaper
  • ઝઘડો થતા હીનાએ લાફો મારતા પતિ સચિને ગળુ દબાવી હત્યા કરી

ઝઘડો થતા હીનાએ લાફો મારતા પતિ સચિને ગળુ દબાવી હત્યા કરી

 | 3:54 am IST

પત્નીની હત્યા કરી પુત્રને છોડી દેનાર સચિન ૬ દિવસના રિમાન્ડ પર

પોતે પરિણીત હોવાની હકીકત છૂપાવીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો

ા વડોદરા ા

તા.૮મી ઓકટોબરે સાંજે ગાંધીનગર જવાના મુદ્દે સચીન અને હીના વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે હીનાએ સચીનને લાફો ઝીંકીને નખ મારતાં ઉશ્કેરાયેલા સચીને ગળુ દબાવીને હત્યા કરી હતી અને લાશને ચેનવાળી બેગમાં પેક કરીને રસોડામાં વૉશ બેસીન નીચેના કબાટમાં મુકીને ફલેટ બંધ કરીને ગાંધીનગર ચાલ્યો ગયો હોવાની વિગતોનો ખુલાસો થયો છે.

બીજા સબળ કારણોમાં આરોપી સચીને અમદાવાદ બોપલ ખાતેના બાલાજી ફલેટ અને મણીપુરના પદવાત રૉ હાઉસમાં શારીરીક સબંધ બાંધ્યો હોવાની હકીકત અને સચીને પોતે પરીણીત હોવાની હકીકત છુપાવીને પ્રેમ સબંધ બાંધ્યો હોવાની લેખીત ફરીયાદ હીનાએ ગત ફેબ્રુઆરી ૨૦૧૯માં શાહીબાગના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આપી હતી. આ કાર્યવાહી માટે હીમાલયા મોલ ડ્રાઈવ ઈન રોડ ખાતે ટેટુના સ્ટોલ ઉપર કામ કરતા લાલભાઈ નામના વ્યકિતએ સંકલન કરી આપ્યુ હતુ. તે લાલભાાઈની શોધખોળ કરવા હત્યાને સંલગ્ન અનેક કારણોની તપાસ કરવા માટે ઈન્વેસ્ટીગેશન ઓફીસરે આજે કોર્ટમાંથી ૬ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

આરોપી સચીન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. ગાંધીનગર ખાતે એક ત્યજી દેવાયેલુ બાળક પોલીસને સાંપડયુ હતુ. જે સીલસીલામાં શરુ થયેલી તપાસમાં બાળકનો પિતા સચીન નંદકિશોર દિક્ષિતને ઝડપી લેવાયો હતો. જે તપાસનો રેલો વડોદરા સુધી આવતાં જી-૧૦૨ દર્શનમ ઓએસીસ ફલેટમાંથી સચીનની પ્રેમીકા હીના ઉર્ફે મહેંદી પેથાણીની એક બેગમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ કેસની તપાસ કરવા માટે બાપોદ પોલીસે આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતાં અદાલતે તા. ૨૧મી સુધીના ૬ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કર્યા હતા.

 

તા.૭મીએ રાત્રે ૮ઃ૩૦ વાગે હીના જોવા મળી હતી

દર્શનમ ઓએસીસ એપાર્ટમેન્ટના રહીશોની પોલીસે પૂછપરછ કરી હતી. સ્થાનીકોનું કહેવુ છે કે, ગઈ તા. ૭મી ઓકટોબરે રાતે સાડા આઠ વાગે હીના તેનું બાળક અને સચીન સાથે જોવા મળ્યા હતા તેમની પાસે ડાર્ક બ્રાઉન કલરનું સ્ટુલ હતુ. ત્યાર પછી હીના જોવા મળી નથી જેથી સચીન તેની પ્રેમીકાને ખરીદી કરવા માટે કયાં લઈ ગયો હતો. તે દિશામાં પણ તપાસ કરવાની છે.

એક અઠવાડિયું ફતેગંજમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા

દર્શનમ ઓએસીસના ફલેટમાં રહેવા આવતા પહેલા તા. ૨૧મી જુન ૨૦૨૧થી ૩૦મી જૂન ૨૦૨૧ સુધી સચીન દિક્ષિત અને હીના ફતેગંજ પત્રકાર કોલોનીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયા હતા. ફૈઝાન નામના વ્યકિતએ આ મકાન અપાવ્યુ હતુ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

બાપોદ પોલીસે આરોપી સચીન વિરુદ્વ હત્યાનો ગુનો નોંધી ગુરૂવારે તેની સત્તાવાર ધરપકડ કરી હતી. પોલીસે આજે સચીનને સાથે રાખી ફ્લેટ નં.૧૦૨માં કેવી રીતે હીનાને મોતને ઘાટ ઉતારી હતી? તે પછી મૃતદેહને કેવી રીતે રસોડામાં લઈ ગયો? તે જાણવા તેની પાસે દોઢ કલાક ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;