ટચલી આંગળીની નીચે આવેલી વિવાહરેખા પરથી જાણો દાંપત્યસુખ મળશે કે નહીં? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ટચલી આંગળીની નીચે આવેલી વિવાહરેખા પરથી જાણો દાંપત્યસુખ મળશે કે નહીં?

ટચલી આંગળીની નીચે આવેલી વિવાહરેખા પરથી જાણો દાંપત્યસુખ મળશે કે નહીં?

 | 12:30 am IST
  • Share

વિવાહ મુહૂર્ત, કુંડળી મેળાપક વગેરે સિવાય હથેળીમાં આવેલી વિવાહરેખાને આધારે જાતકનું દાંપત્યજીવન કેવું રહેશે તે જાણી શકાય છે. તમારા હાથની રેખાઓ ઔકેવું દાંપત્યજીવન જણાવે છે?

હથેળીમાં વિવાહરેખા સૌથી નાની, પરંતુ મહત્ત્વપૂર્ણ હોય છે. આ રેખાને વિવાહરેખા, પ્રણયરેખા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળીની નીચે હૃદયરેખાની ઉપર તથા બુધ પર્વતની બરાબર બાજુમાં વિવાહરેખા આવેલી હોય છે. હથેળીમાં વિવાહરેખાની સંખ્યા ચાર સુધી હોઈ શકે છે. તેમાંથી એક રેખા જ સૌથી વધારે પુષ્ટ તથા લાંબી હોય છે. વિવાહરેખા હૃદયરેખાની ઉપર હોવી જોઈએ. જે જાતકોના હાથમાં વિવાહરેખા હૃદયરેખાની નીચે હોય છે, તેમના વિવાહ લગભગ નથી થતા. વિવાહરેખાઓનું વધારે હોવું તે એ વાતનો સંકેત છે કે વિવાહ પૂર્વે અથવા વિવાહ પછી સ્ત્રી-પુરુષના પ્રણયસંબંધો બનશે, કારણ કે વિવાહરેખાની સાથે જે નાની-નાની રેખાઓ છે તે પ્રણયરેખાઓ છે. જો હથેળીમાં પ્રણયરેખાઓનો અભાવ હોય તો જાતક કામલોલુપ ન હોતા સંયમિત જીવન જીવે છે. દાંપત્યસુખ માટે હથેળીમાં વિવિધ પર્વત ખાસ કરીને ગુરુ-શુક્ર પર્વત તથા અન્ય રેખાઓની સ્થિતિ પણ વિચારવી પડે છે.

વિવાહરેખાનાં લક્ષણો અને તેનું ફળ

વિવાહરેખા સંપૂર્ણ પુષ્ટ તથા લાલિમાયુક્ત હોય તો વ્યક્તિનું દાંપત્યજીવન સુખમય વ્યતીત થાય છે. જો વિવાહરેખા કનિષ્ઠિકા (ટચલી) આંગળીના બીજા પોર સુધી ચઢી જાય તો પુરુષને પત્નીની પ્રાપ્તિ નથી થતી.

ખંડિત વિવાહરેખા લગ્નજીવનના મધ્યકાળમાં પત્નીવિયોગ આપે છે. આ યોગ પત્નીના મૃત્યુથી લઈને છુટાછેડાથી બને છે. વિવાહરેખા નીચેની તરફ્ જઈને હૃદયરેખાને સ્પર્શતી હોય તો પત્નીનું સુખ વધુ સમય માટે મળતું નથી.

શુક્ર પર્વતથી કોઈ રેખા નીકળીને વિવાહરેખાને સ્પર્શ કરે તો લગ્નજીવન ખૂબ જ દુઃખમય બની જાય છે. અંતમાં બેમુખી વિવાહરેખા પણ દાંપત્યજીવનને કલહયુક્ત ઔબનાવે છે.

હથેળીમાં વિવાહરેખાનું પહોળું હોવું એ વૈવાહિક જીવન પ્રત્યે કોઈ ઉત્સાહ ન હોવાનો સંકેત છે. વિવાહરેખાથી શરૃ થઈને કોઈ પાતળી રેખા હૃદયરેખાની તરફ્ જાય તો પતિ-પત્ની આખું જીવન સાથે સાથે ગાળે છે.

વિવાહરેખા અંતમાં બે અથવા વધારે ભાગમાં વહેંચાઈ જતી હોય તો તે ખૂબ જ દુઃખમય દાંપત્યજીવનનો સંકેત છે. બેમુખી વિવાહરેખાની એક શાખા હૃદયરેખાને સ્પર્શ કરે તો તે વ્યક્તિનો પ્રેમસંબંધ પત્નીની બહેન સાથે થઈ શકે છે. રેખાની આવી સ્થિતિ જો સ્ત્રીના હાથમાં હોય તો તેનો પ્રેમસંબંધ પતિના ભાઈ સાથે થવાની આશંકા રહે છે.

વિવાહરેખા સૂર્યરેખાને સ્પર્શીને નીચેની તરફ્ જાય તો કોઈ પ્રકારના મેળ વગરના વિવાહ (લગ્ન) થાય છે. જો બુધ પર્વત પર વિવાહરેખા ઘણા ભાગોમાં વહેંચાઈ જતી હોય તો ઘણીવાર સગાઈ તૂટે છે. જો વિવાહરેખા મસ્તિષ્ક રેખાને સ્પર્શ કરે તો પતિ પોતાની પત્નીને ખૂબ જ શારીરિક અને માનસિક કષ્ટ આપે છે.

વિવાહરેખા પર કાળા ધબ્બા પત્નીસુખનો અભાવ દર્શાવે છે. જો વિવાહરેખામાંથી કોઈ રેખા નીકળીને શુક્ર પર્વતને સ્પર્શ કરી લે તો પત્નીમાં ચારિત્રિક દોષ ઉત્પન્ન થઈ શકે છે.  

જો વિવાહરેખા આયુષ્યરેખાને કાપે અથવા ભાગ્યરેખા તથા મસ્તિષ્ક રેખા પરસ્પર મળતી હોય તો દાંપત્યજીવન દુઃખ તથા કલહથી પરિપૂર્ણ રહે છે. આવી રેખાથી વિવાહરેખાનું કપાવું પણ વૈવાહિક સુખને હાનિ પહોંચાડે છે.  

વિવાહરેખા પર એકથી વધારે દ્વીપ દાંપત્યસુખથી વંચિત રાખે છે. જેના હાથમાં વિવાહરેખાનો ઝોક કનિષ્ઠિકા આંગળીની તરફ્ હોય તો જીવનસાથીનું મૃત્યુ તેના પહેલાં થઈ શકે છે.  

બુધ ક્ષેત્ર પર બે સમાંતર પુષ્ટ રેખાઓનું હોવું એ બે વિવાહ થવાનો સંકેત છે. બે હૃદયરેખાઓ હોય તો વિવાહ થતા નથી અને થાય તો પણ ગણતરીના દિવસો પણ માંડ ટકે છે.  

ચંદ્ર પર્વત પરથી આવીને કોઈ રેખા વિવાહરેખાને મળે તો તે વ્યક્તિ ભોગી તથા કામુક હોય છે. મંગળરેખાથી આવીને કોઈ રેખા વિવાહરેખાને સ્પર્શે તો જાતકને લાંબો સમય દાંપત્યસુખ મળતું નથી.  

ભાગ્યરેખા અને મસ્તિષ્કરેખામાં યવનું ચિહ્ન હોય, ભાગ્યરેખા દોઢી હોય, વિવાહરેખા ઉપરની તરફ્ મળેલી હોય તો તે વ્યક્તિ લગ્ન પછી પણ વિવાહ ન થયા હોય તે પ્રકારે જીવન જીવે છે.  

જો તર્જની આંગળી સુંદર હોય અને ગુરુ પર્વત કેન્દ્રમાં હોય, શુક્ર, ચંદ્ર પર્વત પોતાના કેન્દ્રમાં હોય, મસ્તિષ્કરેખા પાતળી હોય તથા આયુષ્યરેખા લાંબી હોય, હૃદયરેખાથી એક રેખા તર્જની તરફ્ તથા બીજી તર્જની અને મધ્યમાની વચ્ચે હોય તો તે જાતક આદર્શ પતિ સિદ્ધ થાય છે.  

શુક્ર પર્વત ઊઠેલો હોય, મસ્તિષ્કરેખા સાંકળ જેવી હોય, હૃદયરેખામાં યવ હોય તો તેવી વ્યક્તિ આશિક મિજાજની હોય છે. લગ્ન બાદ પણ તેનાં અફ્ેર ચાલુ રહે છે.  

શુક્ર પર્વત ઊઠેલો હોય અને તેના પર નક્ષત્રનું ચિહ્ન હોય, અંગૂઠો સુદૃઢ હોય, ભાગ્યરેખાના પ્રારંભથી બે સમાંતર રેખાઓ આયુષ્યરેખાને કાપતી આગળ વધે, હૃદયરેખા ગળો વળતી હોય, હૃદયરેખા લાંબી હોય તથા ગુરુ પર્વતને પાર કરી જતી હોય. આયુષ્યરેખા પણ ગોળ હોય, આ બધાં જ લક્ષણો અતિ કામવાસના હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે. આવી રેખા હાથમાં હોય તેના પતિ કે પત્નીનું ચારિત્રિક પતન થાય છે.  

હથેળીમાં ચંદ્ર ક્ષેત્ર વિકસિત હોય તો જાતક કામલોલુપ તથા સ્ત્રીઓની પાછળ ભાગનાર હોય છે. હથેળીમાં પ્રણયરેખા હોય, સૂર્ય પર્વત ઊઠેલો હોય તો વ્યક્તિ બહુ સમજી વિચારીને જ અન્ય સ્ત્રીઓને પ્રેમ કરે છે કે સંપર્ક સ્થાપિત કરે છે.  

શનિ પર્વત વધારે ઊઠેલો હોય તો તે વ્યક્તિ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે સંબંધ સ્થાપિત કરે છે. તેને સ્ત્રીઓથી ધનલાભ પણ થાય છે, પરંતુ તેનું દાંપત્યજીવન ભંગાણના આરે આવીને ઊભું રહે છે.  

ઊંડી પ્રણયરેખાઓ દાંપત્યજીવનમાં ગાઢ પ્રેમસંબંધને દર્શાવે છે તથા નબળી પ્રણયરેખા અલ્પ સમય માટેના પ્રેમસંબંધને પ્રતીત કરે છે. પ્રણયરેખા પર ક્રોસ હોય તો પ્રેમસંબંધ શીઘ્ર સમાપ્ત થઈ જાય છે અને જો દ્વીપ હોય તો જાતકને પ્રેમમાં બદનામી સહન કરવી પડે છે. પ્રણયરેખા સૂર્ય પર્વતની તરફ્ જતી હોય તો તે વ્યક્તિનો પ્રેમસંબંધ શ્રીમંત પરિવારની સ્ત્રીઓ કે પુરુષો સાથે થાય છે.  

કોઈ રેખા મધ્યમા તથા તર્જની આંગળીની મધ્યમાંથી શરૃ થઈને બુધ પર્વતને પાર કરતી કનિષ્ઠિકાની નીચે સુધી જતી હોય, તો મસ્તિષ્ક રેખા સૂર્ય પર્વતની નીચે ભાગમાં વહેંચાતી હોય જેમાંથી એક શાખા હૃદયરેખાના ઉદ્ગમસ્થાનને સ્પર્શ કરે તથા બીજી શાખા ચંદ્ર પર્વતને સ્પર્શતી હોય તો આવી વ્યક્તિ કામાંધ હોય છે. આવી વ્યક્તિનું લગ્નજીવન બહુ લાંબો સમય સુધી ટકતું નથી  

સ્ત્રીના હાથમાં વિવાહરેખા પર નક્ષત્ર હોય, વિવાહરેખા ઝૂકીને હૃદયરેખાને સ્પર્શતી હોય, વિવાહરેખા પર કાળા ધબ્બા હોય, વિવાહરેખા હૃદયરેખા સાથે મળીને બારીક રેખાઓ બંને રેખાઓને કાપતી હોય તો વૈધવ્ય આવી શકે છે.  

જો ચંદ્ર પર્વત પરથી આવીને કોઈ રેખા ભાગ્યરેખામાં મળી જાય, ભાગ્યરેખા ચંદ્ર પર્વતથી નીકળીને હૃદયરેખા સુધી જાય, મણિબંધ રેખાથી નીકળીને શનિ પર્વત સુધી પહોંચે તથા ચંદ્ર પર્વતથી કોઈ રેખા આવીને વિવાહરેખામાં મળી જાય તો આવી વ્યક્તિનું દાંપત્યજીવન શ્રેષ્ઠ હોય છે.  

પતિવ્રતા સ્ત્રીની હથેળી      

ગુરુ પર્વત સારો હોય તથા તેના પર એક રેખા હોય, અનામિકાના પ્રથમ પર્વ પર ક્રોસ હોય, મંગળ ક્ષેત્રમાં સ્પષ્ટ રેખાઓ હોય, આંગળીઓની રેખાઓ લાલિમાયુક્ત હોય તથા હથેળી નાની તથા સ્પષ્ટ રેખાઓવાળી હોય છે. આવી સ્ત્રીઓ શ્રેષ્ઠ દાંપત્યજીવન ભોગવે છે  

આદર્શ પતિની હથેળી  

હથેળી સુદૃઢ, તર્જની આંગળી સીધી હોય, મસ્તિષ્ક રેખા ઊંડી તથા સીધી હોય, શુક્ર તથા ચંદ્ર પર્વત સારા હોય, અંગૂઠો ચોરસ હોય તથા હૃદયરેખા ગુરુ પર્વત પર બેમુખી થઈ ગઈ હોય અને લાંબી હોય તેવો જાતક આદર્શ પતિ સાબિત થાય છે. તેનું દાંપત્યજીવન સુખમય હોય છે.  

દાંપત્યજીવનને સુખમય બનાવવાના ઉપાયો  

કોઈ પણ કારણસર દાંપત્યજીવન સુખમય ન હોય, પતિ-પત્ની વચ્ચે પ્રેમ ન હોય, કલહ-કંકાસ રહ્યાં કરતો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી લાભ થશે.  

પતિ-પત્નીમાં ક્લેશ દૂર કરવા માટે અને લગ્નજીવનને સુખમય બનાવવા માટે પતિ-પત્નીએ સાથે બેસીને ભગવાન ગણેશજીની આરાધના, પૂજા-ઉપાસના કરવી જોઈએ.  

સૂતી વખતે પૂર્વ તરફ્ માથું રાખીને સૂવાથી તણાવ ઓછો થાય છે અનને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.  

કીડીઓનું દર પૂરવાથી દાંપત્યજીવનની તમામ પ્રકારની સમસ્યાનું નિવારણ થઈ જાય છે.  

ભોજપત્ર પર કંકુથી પતિનું નામ લખીને હં હનુમંત નમઃમંત્રનું એકવીસ વાર ઉચ્ચારણ કરીને તે પત્રને ઘરના કોઈ ખૂણામાં મૂકો. આમ કરવાથી ધીરેધીરે દાંપત્યજીવનમાં ઉત્પન્ન કલહપૂર્ણ વાતાવારણ દૂર થઈ જશે.  

જો પતિ-પત્ની વચ્ચે તણાવ વધી ગયો ગયો હોય તો ત્રણ ગોમતીચક્ર લઈને ઘરના દક્ષિણ ભાગમાં હલૂં બલજાદકહીને ફ્ેંકી દેવાથી તણાવ દૂર થશે. પાંચ ગોમતીચક્રને લાલ સિંદૂરની ડબ્બીમાં ભરીને ઘરમાં રાખવાથી દાંપત્યજીવનમાં સુખ-શાંતિ રહે છે.  

ઘરમાં ઉત્પન્ન કલહ-કંકાસને સમાપ્ત કરવા માટે તથા પતિ-પત્ની વચ્ચેના વૈમનસ્યને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના તકિયાની નીચે સિંદૂરની પડીકી અને પતિએ પત્નીના તકિયા નીચે કપૂર મૂકવું. પ્રાતઃકાળે ઊઠીને સિંદૂરની પડીકી ઘરની બહાર ફ્ેંકી દેવી તથા કપૂરને રૃમમાં જ સળગાવી દેવું. આ પ્રયોગથી દાંપત્યજીવન સુખમય બની જાય છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો