ટિ્વટર સેવા ડાઉન થતાં કેટલાક ભારતીય યૂઝર્સ એક્સેસ ન કરી શકતા પરેશાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ટિ્વટર સેવા ડાઉન થતાં કેટલાક ભારતીય યૂઝર્સ એક્સેસ ન કરી શકતા પરેશાન

ટિ્વટર સેવા ડાઉન થતાં કેટલાક ભારતીય યૂઝર્સ એક્સેસ ન કરી શકતા પરેશાન

 | 4:01 am IST
  • Share

ફેસબૂક , જી-મેલ પછી હવે ટિ્વટરનો વારો

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટર ડાઉન થવાના અહેવાલ છે. કોઇપણ વેબસાઇટ કે સર્વિસ અંગે રીયલ ટાઇમ જાણકારી આપનારા પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરના જણાવ્યા મુજબ સવારે  આઠ વાગ્યાથી જ  યૂઝર્સની ફરિયાદ મળવા લાગી હતી. પરંતુ  તે પછી ફરિયાદ મળવાનો ગ્રાફ નીચો ગયો હતો. તેથી  એવા સંકેત મળતા હતા કે સેવાઓ તરત રિસ્ટોર થઇ ગઇ હતી. સવારે પાંચ વાગે અને આઠ વાગે એમ બે વાર ટ્વિટર ડાઉન થયું હતું. ભારતમાં 450થી વધુ યૂઝર્સ ટિ્વટર સેવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તે પૈકી  55 ટકા લોકો ટિ્વટર વેબસાઇટમાં , 35 ટકા લોકો ટિ્વટર એપ પર, 11 ટકા સર્વર પર સર્વર સંબંધિત એરર અનુભવી રહ્યા હતા.ટિ્વટર ડાઉન થવા પાછળના કારણ વિષે હજી કોઇ જાણકારી સામે નથી આવી રહી. ઉલ્લેખનીય છે કે એક દિવસ ુપહેલાં જી-મેલમાં આવી સમસ્યા આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો