ડિફરન્ટ પ્રકારની નેઇલ આર્ટથી મેળવો હટકે લુક - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ડિફરન્ટ પ્રકારની નેઇલ આર્ટથી મેળવો હટકે લુક

ડિફરન્ટ પ્રકારની નેઇલ આર્ટથી મેળવો હટકે લુક

 | 3:00 am IST
  • Share

જે રીતે યુવતીઓ માટે તેના વાળ, લિપ્સ અને શરીરના બાકી ભાગ જરૂરી હોય છે, નખ પણ એટલા જ જરૂરી હોય છે. નખ શરીરની સુંદરતાને વધારે છે. હવે યુવતીઓ નખ ઉપર અલગ અલગ પ્રકારના નેઇલ પેઇન્ટ લગાવવાનું પસંદ કરે છે. યંગ જનરેશનમાં તેનો ટ્રેન્ડ વધ્યો છે. નેઇલ આર્ટ કરાવવા માટે નેઇલ આર્િટસ્ટ પાસે જવાની જરૂર નથી. તમે ઘરે જાતે પણ નેઇલ આર્ટ કરી શકો છે.  

મિક્સ નેઇલ આર્ટ

 જો તમને એક સાથે અનેક પ્રકારના નેઇલ પેઇન્ટ લગાવવાનો શોખ હોય તો મિક્સ નેઇલ આર્ટ કરો. એ માટે સૌથી પહેલાં નખ ઉપર વ્હાઇટ નેઇલ પેઇન્ટનો બેઝ લગાવો. એ પછી અને ઉપર તમારા મનગમતા રંગની આડીઅવળી ડિઝાઇન બનાવો. ડિઝાઇન બનાવવા પાતળી પિનનો ઉપયોગ કરી શકો છોે. ફિનિશિંગ માટે ફાઇનલ કોટ લગાવી દો.  

મિનિમલ આર્ટ       

તમને સિમ્પલ નેઇલ આર્ટ પસંદ હોય તો મિનિમલ આર્ટ પસંદ કરો. એ માટે પહેલાં નખ પર વ્હાઇટ બેઝકોટ લગાવો. હવે કોઇ પાતળા બ્રશથી નખની વચમાં કે સાઇડમાં પાતળી લાઇન બનાવો. ટોપ કોટને સૌથી લાસ્ટમાં ફિનિશ કરો એટલે મિનિમલ આર્ટ બની જશે.  

ગ્લિટર એન્ડ ન્યૂડ આર્ટ

આ આર્ટ બનાવવી બહુ સિમ્પલ છે. પહેલાં તમારા ગમતાં રંગની ન્યૂડ નેઇલ પેઇન્ટ બધા નખમાં લગાવી દો. હવે એક નખને છોડી બીજા નખ ઉપર ગ્લિટર લગાવી દો. આવું બધા નખ ઉપર કરો. તમારી ગ્લિટર એન્ડ ન્યૂડ આર્ટ તૈયાર થઇ જશે.  

ટોનલ નેઇલ્સ

ટોનલ નેઇલ્સ આર્ટને દરેક એજ ગ્રૂપના લોકો લગાવી શકે છે. આ પ્રકારની નેઇલ આર્ટમાં ન્યૂડ અને પેસ્ટલ શેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં ન્યૂડ રંગની નેઇલ પેઇન્ટથી પહેલાં નખને પેઇન્ટ કરો. પછી બીજા નખમાં એના કરતાં થોડા ડાર્ક રંગની નેઇલ પોલિશ લગાવો. ત્રીજા નખમાં એના કરતાં વધારે ડાર્ક નેઇલ આર્ટ લગાવો. આ રીતે ટોનલ નેઇલ આર્ટ બની જશે. 

નેગેટિવ સ્પેસ નેઇલ્સ

આ પેટર્નમાં તમે તમારી મનગમતી અનેક ડિઝાઇન કરી શકો છો. આ પ્રકારની નેઇલ આર્ટને તૈયાર કરવા માટે બોલ્ડ જ્યોમેટ્રિકલ ડિઝાઇનની મદદ લઇ શકીએ છીએ. તેને કોઇપણ કલર પેઇન્ટની સાથે જેલ નેલ્સથી તૈયાર કરી શકો છો.  

ક્યૂટિકલ નેઇલ

તેને રિવર્સ મેનિક્યોરના રૂપમાં પણ ઓળખી શકાય છે. યુવતીઓમાં બહુ હિટ છે. તમારા નખ નાના હોય તો આ પ્રકારની નેઇલ આર્ટનો ઉપયોગ કરી શકો. પહેલાં ન્યૂડ કલરની નેઇલ પોલિશ લગાવી લો. સુકાય એટલે નખના ટોપ અને બોટલ બંને સાઇટ પર પાતળા બ્રશની મદદથી ડિઝાઇન બનાવી દો. આ પ્રકારની નેઇટ આર્ટથી નખ લાંબા પણ લાગશે.  

હાફ એન્ડ હાફ નેઇલ

લાંબા નખને ભરવા માટે ગ્રાફિક નેઇલ્સ તૈયાર કરો. કલર બ્લોકિંગનો ઉપયોગ કરો. ટ્વિસ્ટ આપવા માટે એક જ કલરના અલગ અલગ શેડ્સ અપનાવી શકો છો. આમાં ઇચ્છા થાય એટલી રચનાત્મક્તા લાવી શકો છો.  

માર્વલ્સ નેઇલ

જેનું ટેક્સચર માર્વલ્સ જેવું જોવા મળે છે. આ પ્રકારની નેઇલ આર્ટને તૈયાર કરવા માટે તમે કોઇપણ એસન્ટને એક સાથે મેળવી શકો છો. આ નેઇલ આર્ટને રેગ્યુલર નેઇલ પોલિશની સાથે સરળતાથી તૈયાર કરી શકાય છે. તમારે કલર્સ મિક્સ કરવા માટે એક પેલેટ અને નેઇલ આર્ટ બ્રશનો ઉપયોગ કરો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો