ડુંગળી આરોગ્ય માટે લાભદાયી, કોલેસ્ટ્રોલને ઘટાડવામાં  સહાયક : શોધ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ડુંગળી આરોગ્ય માટે લાભદાયી, કોલેસ્ટ્રોલને ઘટાડવામાં  સહાયક : શોધ

ડુંગળી આરોગ્ય માટે લાભદાયી, કોલેસ્ટ્રોલને ઘટાડવામાં  સહાયક : શોધ

 | 2:00 am IST
  • Share

એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે કાચી ડુંગળી આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે. સંશોધકોએ ૫,૦૦૦ હજાર લોકો પર સ્ટડી કર્યો હતો તેને આધારે આવા તારણ આપ્યાં હતાં. સંશોધકોએ જણાવ્યું કે કાચી ડુંગળી માથાનો દુખાવો, હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે. ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઇડ્સ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૃપ થાય છે. જેથી કોઈ પણ કચૂંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામિન-છ, ઝ્ર અને દ્બ પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદરૃપ થાય છે. કાચી ડુંગળી ચામડી અને વાળને પણ સ્વસ્થ રાખે અને બ્લડશુગરને કંટ્રોલ રાખવામાં પણ મદદરૃપ છે. ડુંગળીમાં ફાઇબર અને પ્રિબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે જે આંતરડાંને સ્વસ્થ રાખે છે. ડુંગળી એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જેમાં ૨૫ વિવિધ પ્રકારના ફ્લેવોનાઇડ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જે કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે. કાચી ડુંગળીમાં વિટામિન્સ, મિનરલ્સ જેવાંઔઇમ્યુનિટીવર્ધક પોષકતત્ત્વો રહેલાં હોય છે. ડુંગળીમાં રહેલ ઔષધીય તત્ત્વોને લીધે પ્રાચીનકાળથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન