તમારા દુઃખને દૂર કરવા શું ઉપાય કરો છો? - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • તમારા દુઃખને દૂર કરવા શું ઉપાય કરો છો?

તમારા દુઃખને દૂર કરવા શું ઉપાય કરો છો?

 | 3:00 am IST
  • Share

તમે દુઃખનો સામનો કેવી રીતે કરો છો? મને ડર છે કે મોટાભાગના લોકો તેનો સામનો બહુ ઉપરછલ્લી રીતે કરે છે. આપણને મળેલી તાલીમ, આપણું જ્ઞાાન, જેની સામે આપણે ખુલ્લા પડી જઈએ છીએ તે સામાજિક અસરો, આ બધું આપણને છીછરા-ઉપરછલ્લા બનાવે છે. આવું ઉપરછલ્લું મન દેવળમાં પલાયન કરી જાય છે, કોઈ તારણ પર આવે છે, કોઈ કલ્પના, માન્યતા કે વિચારમાં છટકી જાય છે. આ બધાં દુઃખી મનનાં આશ્રયસ્થાનો છે અને જો તમને એવો આશ્રય ન મળે તો તમે તમારી આસપાસ એક દીવાલ ચણી લો છો અને સહનશીલ બનો છો, કઠોર બનો છો, ઉદાસીન બનો છો અથવા તમે કોઈ લપસણા પ્રવાહમાં સરી પડો છો, આ તાણભરી પરિસ્થિતિની પ્રતિક્રિયા છે. દુઃખની સામે આવા બધા બચાવ આપણને તેની તપાસમાં આગળ વધતાં અટકાવે છે.

કૃપા કરીને તમારા પોતાના મનને તપાસો; તમે તમારા દુઃખને દૂર કરવા શું ઉપાય કરો છો તેનું નિરીક્ષણ કરો. તમે કામકાજમાં કે વિચારોમાં ડૂબી જાઓ છો અથવા ઈશ્વરની કોઈ માન્યતાને વળગી રહો છો કે પછી ભાવિ જીવનના ખ્યાલમાં રાચો છો. જો કોઈ ખુલાસો ન મળે તો, કોઈ માન્યતા સંતોષકારક ન લાગે તો તમે કેફી પીણાં, જાતીય સમાગમમાં પલાયન કરો છો અથવા લપસણા પ્રવાહમાં સરી પડો છો, કઠોર, કટુ થઈ જાઓ છો અથવા ભાંગી પડો છો. પેઢી દર પેઢી માતાપિતા પોતાનાં સંતાનોને એ વારસામાં આપે છે અને ઉપરછલ્લું મન ક્યારેય એ ઘાવ ઉપરથી પાટો ખોલતું નથી; ખરેખર તેને એ ખબર નથી, તેને દુઃખનો સાચો પરિચય મળ્યો જ નથી. તેની પાસે દુઃખ વિશે માત્ર એક વિચાર જ છે. તેના મનમાં એક ચિત્ર છે, દુઃખનું પ્રતીક છે, પરંતુ તે ક્યારેય દુઃખને મળ્યો જ નથી, તે માત્ર દુઃખશબ્દને જ જાણે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો