તલસાટ પ્રેમનો ખેંચી લાવ્યો તારા સુધી  - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • તલસાટ પ્રેમનો ખેંચી લાવ્યો તારા સુધી 

તલસાટ પ્રેમનો ખેંચી લાવ્યો તારા સુધી 

 | 3:00 am IST
  • Share

  અનુપ, અલકા અને અનયા ત્રણેયની ફ્રેન્ડશિપ જાણીતી હતી. એ ત્રણેય સાથે જ ફરવા જતાં. અનુપે અનયાની ગેરહાજરીમાં અલકાને પ્રપોઝ કરતા એ જાણે સ્વર્ગ મળી ગયું હોય એટલી ખુશ થઈને એને ભેટી પડી હતી

ઢળતી સાંજે ઓફિસેથી આવેલા અનુપે ફ્લેટનો દરવાજો ખુલ્લો જોતાં ઔઆૃર્ય અનુભવ્યું. અલકા કોઈ કામસર આજુબાજુમાં ગઈ હશે એમ વિચારી એ અંદર પ્રવેશ્યો અને સીધો જ બેડરૂમ તરફ જવા પગ ઉપાડયો ત્યાં જ એની દૃષ્ટિ કિચનમાં પડી. અલકા કંઈ બનાવી રહી હતી. સરપ્રાઈઝ આપવાના ઈરાદે એણે અલકાને પાછળથી આલિંગનમાં ભીડી અને બોલ્યો. આઈ લવ યુ ર્ડાિંલગ! એ એટલું બોલ્યો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો એ… એ…અનુપ શું કરે છે? જરા જોતો ખરો કોણ છે? તેણે જોયું તો તે જેને અલકા માનતો હતો તે અનયા હતી! તેને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આવતા ઓહ! સોરી…સોરી…અનયા તું! મને તો ખ્યાલ જ ન આવ્યો. મેં તો તેં પહેરેલી મેક્સી પરથી અલકા જ છે એમ સમજીને જરા ટીખળ કર્યું હતું! તું હોય એવી તો કલ્પના જ ન હોયને! આઈ એમ રિયલી સોરી…!  

અનયાએ હસતાં હસતાં કહ્યું, કંઈ વાંધો નહીં બીજી વાર ટ્રાય કરી શકે છે. અલકાને વાંધો ન હોય તો! તેના એ શબ્દો સાથે જ અલકા ખડખડાટ હસી પડી. અનુપને ક્ષોભ અનુભવતો જઈ અલકા બોલી. એમાં તારો કોઈ વાંક નથી. અનયા હજી એકાદ કલાક પહેલાં જ આવી છે. આમેય અમારા શરીરમાં બહુ ફર્ક નથી એટલે તું છેતરાઈ ગયો. તું કંઈ જાણીજોઈને તો આવું ન જ કરે એ તો અમે બંને જાણીએ છીએ. એટલે ચિંતા ન કર. જા ફ્રેશ થઈને આવ એટલે આપણે ત્રણેય સાથે બેસીને ચા પીએ.  

અનુપ સ્મિત કરી રહેલી અનયા સામે સ્મિત ફરકાવતો બેડરૂમમાં ગયો. અનયા એને બહુ જ ગમતી હતી. એ અલકાની ખાસ બહેનપણી હતી. એ ત્રણેય એક જ કોલેજમાં હતાં. ત્રણેયની ફ્રેન્ડશિપ જાણીતી હતી. એ ત્રણેય સાથે જ ફરવા જતાં. એને અલકા કરતાં અનયા વધુ ગમતી. એ પણ તેના તરફ લાગણી ધરાવતી હોવાનું તેણે અનેક વાર અનુભવ્યું હતું. એક વાર અલકા કોઈ કારણસર કોલેજમાં ન આવી ત્યારે એના આૃર્ય વચ્ચે અનયાએ જ તેને કહ્યું હતું કે, અનુપ, તારી લાગણી હું સમજી શકું છું. મને પણ તારા પ્રત્યે લાગણી છે જ પરંતુ મારા એન્ગેજમેન્ટ થઈ ગયા છે. મારો ફિયાન્સ મને ગમે પણ છે. બીજું એ કે અલકા તને ખરેખરે લવકરે છે! એ તને પ્રપોઝ કરી શકતી નથી. હું જ તને તેના વતી પ્રપોઝ કરું છું. કહી એણે પર્સમાંથી ગુલાબ કાઢીને એને આપ્યું હતું. તે દિવસે એણે અનયાને કિસ પણ કરી હતી. બસ, પછી તો એણે પોતે જ અનયાને આ વાત અલકાને નહીં કહેવા અને તેને પોતે પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપશે એવું પ્લાનિંગ કર્યું હતું. અને અનયાની ગેરહાજરીમાં અલકાને પ્રપોઝ કરતા એ જાણે સ્વર્ગ મળી ગયું હોય એટલી ખુશ થઈને એને ભેટી પડી હતી. એ પછી તો અનયાના મેરેજ થયા. ત્યારબાદ તે બંને પરણી ગયાં. એ પછી ક્યારેય મળવાનું થયું ન હતું. આજે અચાનક જ અનયા તેમની મહેમાન બની હતી. એ એકલી જ કેમ આવી હશે? એની સાથે બેસીને નિરાંતે વાતો કરવાનું નક્કી કરી અનુપ ફ્રેશ થઈને ડાઈનિંગ ટેબલ પર ચા પીવા ગયો. અલકાએ ચાનો પ્યાલો આપ્યો ને કહ્યું, બાથરૂમમાં સૂઈ ગયો હતો કે શું? કેટલી વાર લાગી? આ ચા પણ સાવ ઠંડી થઈ ગઈ!  કંઈ વાંધો નહીં. તમે બંને બાજુમાં ડબલ ગરમ છોને એટલે આ ઠંડી જ ચાલશે એમ કહી હસતો હસતો એ અનયાની બાજુમાં જ ચેર પર બેઠો! અલકાએ કોલેજની વાતો શરૂ કરતાં અનુપે કહ્યું, પહેલાં અનયાને પૂછવા દે એ એકલી જ કેમ આવી છે?  

ઓહ! એ તો હું પૂછવાનું જ ભૂલી ગઈ! એટલી બધી એક્સાઈટ થઈ ગઈ કે મેં તો અનયાને એવું પૂછયું જ નથી. કહી અલકાએ અનયા સામે જોઈ કહ્યું. હા યાર, તું એકલી જ કેમ આવી? જીજાજી કેમ ન આવ્યા? લે હવે તો અનુપ પણ છે એટલે તારી બધી જ વાતો કર!  

વાતો કરવા જ તો આવી છું. કહી અનયા બોલી. વાત એમ છે કે, મારો હસબન્ડ એટલો મોટો બિઝનસમેન છે કે નિરાંતે વાતો કરવાનો સમય જ નથી હોતો! હું એટલી બધી કંટાળી ગઈ છું કે વાત ન પૂછ. દોમદોમ સાહ્યબી છે પણ એને શું ધોઇ પીવાની!  

મને તમે બંને બહુ જ યાદ આવો છો. મારા હસબન્ડને તમારા બંને સાથેની મારી ફ્રેન્ડશિપની ખબર જ છે એટલે એણે જ મને કહ્યું છે કે, તું અલકાને મળી આવ અને પછી એ બંનેને અહીં લઈ આવ. અનુપને મારા બિઝનેસમાં જોડી દઈશું! પછી તું અને અલકા મોજ કર્યા કરજો. બોલો, તમે આવવા રાજી છો? અલકા તો અનયાની વાત સાંભળતાં જ ખુશીથી કૂદી પડી. એણે અનુપનો હાથ પકડી કહ્યું, ના નહીં પાડતો! આપણા પુત્ર પ્રિયાંકની પણ લાઈફ બની જશે. અનુપે ગંભીર બની થોડી વાર પછી કહ્યું, મારે વિચારવું પડશે પછી જવાબ આપીશ.  

અનયા અને અલકા જરા નિરાશ થઈ ગયાં, પરંતુ અનુપ હા જ પાડશે એમ માની લીધું. અને ત્રણેય કોલેજની યાદોમાં ખોવાઈ ગયાં. હોટલમાંથી ડિનર મંગાવી લીધું અને મોડી રાત સુધી વાતો કર્યા પછી સૂઈ ગયાં! અલકા ઘસઘસાટ ઊંઘી જતા અનુપ ફ્રીઝમાંથી પાણીની બોટલ લેવા બેડરૂમમાંથી બહાર નીકળ્યો તો અનયા ડ્રોઈંગ રૂમમાં બેઠી બેઠી મોબાઈલ ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી. ફ્રીઝમાંથી પાણીની બોટલ લઈ અનુપ તેની પાસે ગયો અને બોલ્યોઃ અનયા, શું થયું! કેમ હજી જાગે છે! સૂવાનું નથી ફાવતું? એવું હોય તો અમારા બેડરૂમમાં અલકા પાસે તું સૂઈ જા. હું તારી જગ્યાએ સૂઈ જઈશ.  

ના…ના…હું તો તારી જ રાહ જોતી હતી. આ તો મારા હસબન્ડનો ફોન હતો કે તેને મારા વિના ઊંઘ નથી આવતી એટલે કાલે ને કાલે આવી જજે એમ કહ્યું છે. મારે સવારે નીકળી જવું પડશે? કહી એણે અચાનક અનુપને આલિંગનમાં લઈ લીધો. અનુપે તેને ચૂમીને અલગ કરતાં કહ્યું: અનયા, મને આ જ ડર છે! આગમાં ઘી હોમીશું તો બધાં જ દાઝી જઈશું! તારી મારા પ્રત્યેની લાગણી બદલ ખૂબ જ આભાર. હું પણ તને લવ કરું જ છું! જા જઈને આરામથી સૂઈ જા. પાછું કાલે સવારે જવાનું છે!  

બીજા દિવસે સવારે અનયાને તે બંને એરપોર્ટ પર વિદાય આપવાં ગયાં ત્યારે એણે કહ્યું, હકીકતમાં તે તેના હસબન્ડ સાથે ઝઘડીને આવી હતી. આખરે એને મને સમય આપવાનું ભાન થતાં મારી માફી માંગતા તરત આવી જવા કહ્યું છે!  અલકા અને અનુપ તેનું તેઓને મળવા આવવાનું રહસ્ય જાણી હસી પડયાં! અનુપે અનયાની આંખમાં આંખ પરોવી કહ્યું: અનયા, તારી પ્રપોઝલ સ્વીકારવી મને યોગ્ય લાગતી નથી. તું ખરાબ ન લગાડતી!  

સારું, પણ તમે આવો કે ન આવો. હું તો ફરી આવીશ જ કહી અનુપને ફ્લાઈંગ કિસ આપી ઉછળતી કૂદતી અનોખો અકથ્ય રોમાંચ અનુભવતી અનયા એરપોર્ટમાં અંદર જતી રહી!. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો