તળાજા : વોર્ડ ૧,૪ અને ૬ ના કામના સર્કયૂલર ઠરાવનો વિરોધ - Sandesh
  • Home
  • Bhavnagar
  • તળાજા : વોર્ડ ૧,૪ અને ૬ ના કામના સર્કયૂલર ઠરાવનો વિરોધ

તળાજા : વોર્ડ ૧,૪ અને ૬ ના કામના સર્કયૂલર ઠરાવનો વિરોધ

 | 4:03 am IST

ા તળાજા (સંદેશ બ્યુરો) ા

તળાજા નગર પાલિકાના મુખ્ય સત્તાધીશો દ્વારા ગુરૃવારે વોર્ડ ૧,૪ અને ૬ માં તાત્કાલિક ધોરણે કામો નો સર્કયૂલર ઠરાવ વહેતો કરી નગર સેવકોની સહીઓ લેવામાં આવતી હતી. આ ઠરાવ ની નકલ સહી માટે વિપક્ષ નેતા પાસે જતા જ પ્રમુખ દ્વારા માત્ર ત્રણ જ વોર્ડના કામો લેવામાં આવ્યા છે. બાકીના ચાર વોર્ડ ને પ્રાધાન્ય જ આપવામાં આવેલ નથી. એ બાબતે સવાલો ઉઠયા હતા. એક તબક્કે તો સર્કયૂલર જ કેન્સલ કરવા સુધી વાત પહોંચી હતી. તો બીજી તરફ્ પાલિકા કમિશ્નરને સવાલો ઉઠાવતો પત્ર વિપક્ષ દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.

વિપક્ષ નેતા સોયબખાન પઠાણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ ૪ અને ૬ માં લોકોએ ઉઠાવેલા સવાલોને લઈ પાલિકા દ્વારા ગુરૃવારે ખાસ સર્કયૂલર ઠરાવ પર પાલિકાના સભ્યોની સહીઓ લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરના સાત પૈકીના વોર્ડ ૧,૪ અને ૬ ના વરસાદના કારણે તૂટેલા રોડ સહિતના મરામતના કામો આશરે ૬૦ લાખના ખર્ચે કરવાનું ઠરાવમાં દર્શાવાયું હતું.જેનો વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવી પ્રમુખ,ચીફ્ ઓફ્સિરને નગરના અન્ય ચાર વોર્ડમા જરૃરી કામો કેમ લેવામાં નથી આવ્યા? તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈ મામલો ગુંચવાયો હતો. બાકીના વોર્ડ ૨,૩,૫ અને ૭ મા રસ્તા ની જવાબદારી કોની ? ચોમાસા દરમિયાન આ વોર્ડમાં કોઈ નુકશાની જ નથી ? તેવા સવાલો કરવામાં આવ્યા છે. જેની નકલ પ્રાદેશિક કમિશ્નર, ભાવનગર ને નકલ રવાના કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;