તાલિબાને શરિયાના નામે ચોરી બદલ હાથ કાપવા, આડા સંબંધમાં પથ્થર મારી હત્યાની તરફેણ કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • તાલિબાને શરિયાના નામે ચોરી બદલ હાથ કાપવા, આડા સંબંધમાં પથ્થર મારી હત્યાની તરફેણ કરી

તાલિબાને શરિયાના નામે ચોરી બદલ હાથ કાપવા, આડા સંબંધમાં પથ્થર મારી હત્યાની તરફેણ કરી

 | 2:00 am IST
  • Share

તાલિબાનના પ્રથમ શાસન વખતે પવિત્રતા જાળવવા અને પાપ રોકવાનો વિભાગ ચાલતો હતો. અમેરિકાના આક્રમણ અને કબજા પછી તેને નાબુદ કરવામાં આવ્યો હતો. હવે યુદ્ધથી બેહાલ દેશમાં આ વિભાગ પાછો ફર્યો છે. આ વિભાગ શરિયાના નામે તાલિબાની જંગાલિયત આાચરવા કુખ્યાત હતો. જેમાં સંગીત પર પ્રતિબંધ હતો અને મહિલાઓને પુરુષ વાલી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. તાલિબાની અધિકારીઓ કહેતા કે તેમનો મુખ્ય આશય ઈસ્લામની સેવા કરવાનો છે. તેના માટે પવિત્રતા જાળવનાર અને પાપકર્મ રોકનાર ખાતું જરૃરી છે. મધ્ય અફઘાનિસ્તાન માટે પોતાને અધિકારી ગણાવતા મોહંમદ યુસુફે અમેરિકન પત્રકારને જણાવ્યું છે કે તાલિબાની સરકાર કાયદાનો ભંગ કરનારને ઈસ્લામના કાયદાઓ મુજબ સજા કરશે.

કાયદાની વિગતો આપતાં મોહંમદ યુસુફે જણાવ્યું કે ઈરાદાપૂર્વક ખૂન કરનારને દેહાંતદંડ મળશે. બિનઈરાદાથી ખૂન થઈ જાય તો રોકડ વળતર ચૂકવવું પડશે. ચોરી કરનારના હાથ કાપી નાંખવામાં આવશે,  અનૈતિક સેક્સ બદલ જાહેરમાં પથ્થર મારીને દેહાંતદંડ આપવામાં આવશે. આડા સંબંધ સાબિત કરવા માટે ચાર સાક્ષીઓની જુબાની પૂરતી ગણાશે. જો ચારેયની જુબાનીમાં જરાય ફરક જણાય તો કોઈ સજા નહીં થાય.

બુરખા સામે મહિલાઓએ સોશિયલ મીડિયા પર ફોટો-અભિયાન ચલાવ્યું

તાલિબાનોએ અફઘાની મહિલાઓ પર બુરખો પહેરવો ફરજિયાત કર્યા પછી મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની બુરખા વગરની પારંપરિક વસ્ત્રો પહેરેલી તસવીરો મૂકીને નવતર મોરચો ખોલ્યો છે. ટ્વિટર અને ઈન્સ્ટાગ્રમામ ઉપર અફઘાની મહિલાઓ મનમોહક રંગ અને ડિઝાઈન ધરાવતા પોતાના પારંપરિક વસ્ત્રો પહેરીને ફોટોગ્રાફ મૂકી રહી છે. ફોટોગ્રાફ સાથે ઈંડુ નોટ ટચ માય ક્લોધ્સ અને ઈં અફઘાન કલ્ચર ટેગ કરી રહી છે. આ અભિયાનને વિશ્વમાં મહિલાઓ અને પુરુષો સપોર્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન