IPL T20 FINAL: 'થાલા ધોની'ની CSK ટીમે કોલકાતાનું સ્વપ્ન ચકનાચૂર કર્યું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL T20 FINAL: ‘થાલા ધોની’ની CSK ટીમે કોલકાતાનું સ્વપ્ન ચકનાચૂર કર્યું

IPL T20 FINAL: ‘થાલા ધોની’ની CSK ટીમે કોલકાતાનું સ્વપ્ન ચકનાચૂર કર્યું

 | 4:04 am IST
  • Share

  • IPL ટી20 ફાઇનલ : ચેન્નઇએ કોલકાતાને 27 રનથી હરાવ્યું, ચેન્નઇ ત્રણ વિકેટે 192, ડુ પ્લેસિસ 86, કોલકાતા નાઇટ રાઇડર્સ નવ વિકેટે 165, શુભમન ગિલ 51, શાર્દુલ ઠાકુર 3/38
  • ઓપનર ફાફ ડુ પ્લેસિસના આક્રમક 86 રન
  •  શાર્દુલ ઠાકુર અને જાડેજાએ ઝડપેલી કુલ પાંચ વિકેટની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે અહીં રમાયેલી આઇપીએલ ટી20 લીગની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને લીગના ઇતિહાસમાં ચોથી વખત ટ્રોફી જીતી લીધી હતી.

 

ચેન્નઇના ત્રણ વિકેટે 192 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકાતાની ટીમ નવ વિકેટે 165 રન બનાવી શકી હતી. રનચેઝ કરનાર કોલકાતાની ટીમ માટે ઓપનર શુભમન ગિલ (50) તથા વેંકટેશ ઐયરે (50) પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે મજબૂત પાયો નાખ્યો હતો પરંતુ આ જોડી તૂટયા બાદ કોલકાતાનો મિડલ ઓર્ડર વેરવિખેર થઇ ગયો હતો. કોલકાતાએ તેના બેટિંગ ક્રમમાં કેટલાક ફેરફાર કર્યા હતા જે જુગાર ખોટો સાબિત થયો હતો. કોલકાતાના છ બેટ્સમેનો બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. ચેન્નઇ માટે ઠાકુરે 38 રનમાં ત્રણ, જાડેજાએ 37 રનમાં બે તથા જોસ હેઝલવૂડે 29 રનમાં બે વિકેટ ઝડપી હતી. અગાઉ ગાયકવાડ (32) અને પ્લેસિસે પ્રથમ વિકેટે 61 રન નોંધાવ્યા હતા. પ્લેસિસે 59 બોલની ઇનિંગમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી. મોઇન અલીએ 20 બોલમાં બે બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 37 રન બનાવ્યા હતા.

સુકાની તરીકે સ્જી ધોનીની 300 ઔ્20 મેચ પૂરી, વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, સેમ્મી બીજા ક્રમે

આઇપીએલ 2021ની સિઝનની ફાઇનલમાં ટોસ માટે મેદાનમાં ઊતરતાની સાથે ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની ધોનીએ રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી20 ક્રિકેટમાં સુકાની તરીકે 300 મેચ પૂરી કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે અત્યાર સુધી આઇપીએલ, ટી20 ઇન્ટરનેશનલ તથા ચેમ્પિયન્સ લીગ ટી20માં ટીમનું નેતૃત્વ કર્યું છે. આઇપીએલમાં તે હાઇએસ્ટ મેચ જીતનાર સુકાની પણ છે. ઇન્ટરનેશનલ ટી20માં ધોનીએ ભારતનું 72 મેચમાં નેતૃત્વ કર્યું હતું અને તેણે 41 મેચમાં વિજય અને 28 મેચમાં પરાજય મળ્યો હતો. સીએસકે માટે તેણે 213 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને 130 વિજય હાંસલ કર્યા હતા. પૂણે ટીમ માટે તેણે સુકાની તરીકે 14 મેચ જીતી હતી.

ઓરેન્જ કેપ: ઋતુરાજ યંગેસ્ટ પ્લેયર બન્યો

ચેન્નઇ સુપર કિંગ્સનો યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે ફાઇનલમાં પોતાની ટીમ માટે 27 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ વડે વર્તમાન સિઝની ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી હતી. આઇપીએલમાં ઓરેન્જ કેપ મેળવનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. તેણે 24 વર્ષ અને 257 દિવસની વયે આ સિદ્ધિ મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસે 633 રન સાથે બીજા ક્રમે પહોંચીને  પંજાબ કિંગ્સના લોકેશ રાહુલને (626) પાછળ રાખી દીધો હતો. ઋતુરાજે 16 મેચમાં 45.35ની સરેરાશથી 635 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને ચાર અડધી સદી નોંધાવી હતી. તેણે કુલ 64 બાઉન્ડ્રી અને 23 સિક્સર ફટકારી હતી.

પર્પલ કેપ: 32 વિકેટ સાથે હર્ષલ મોખરે રહ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પેસ બોલર હર્ષલ પટેલે વર્તમાન સિઝનમાં ઘાતક બોલિંગ કરીને 15 મેચમાં હાઇએસ્ટ 32 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઇકોનોમી રેટ 8.14નો અને સરેરાશ 14.34ની રહી હતી. હર્ષલે તેની આઇપીએલ કારકિર્દીમાં આ વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે એક મેચમાં ચાર વિકેટ હાંસલ કરી હતી. હર્ષલે ઓવરઓલ આઇપીએલની 63 મેચમાં 78 વિકેટ ઝડપી છે. દિલ્હી કેપિટલ્સનો અવેશ ખાન 14 મેચમાં 24 વિકેટ સાથે બીજા ક્રમે રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સનો જસપ્રીત બુમરાહ 21 વિકેટ સાથે ત્રીજા, પંજાબ કિંગ્સનો મોહમ્મદ શમી (19 વિકેટ) ચોથા ક્રમે રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો