દશેરાના દિવસે શહેરમાં રૂ.૧૨૫ કરોડના વાહનોની ખરીદી - Sandesh
  • Home
  • Newspaper
  • દશેરાના દિવસે શહેરમાં રૂ.૧૨૫ કરોડના વાહનોની ખરીદી

દશેરાના દિવસે શહેરમાં રૂ.૧૨૫ કરોડના વાહનોની ખરીદી

 | 3:54 am IST

૨૦૧૯ ની સરખામણીએ ૨૦૨૧ માં ખરીદી ૧૦ ટકા જેટલી વધી

શહેરમાં ૧૭૦૦ જેટલી કાર અને ૫૮૦૦ જેટલા ટુ-વ્હીલરનું વેચાણ થયું, ઇ-વાહનોની ઇન્કવાયરી પણ લોકોએ કરી

વડોદરા

આજે દશેરાના પ્રવિત્ર દિવસે શહેરમાં વાહનોની ખરીદી મોટી સંખ્યામાં થઇ હતી. શહેરમાં ૧૭૦૦ જેટલી કાર જ્યારે ૫૮૦૦ જેટલા ટુ-વ્હલીર મળી કુલ રૂ. ૧૨૫ કરોડના વાહનોની ખરીદી આજે એક જ દિવસમાં થઇ હતી. ઉલ્લેખનીય છેકે, ૨૦૧૯ ની સરખામણીએ વર્ષ ૨૦૨૧ માં ૧૦ ટકા ખરીદી વધારે થઇ હતી. આ સાથે ખરીદદારોએ ઇ-વાહનોની ઇન્કવાયરી પણ કરી હતી.

દશેરાના તહેવારના દિવસે ઘણા લોકો વાહનોની ખરીદી કરતાં હોય છે એટલું જ નહીં વાહનની ખરીદી ભલે પહેલા કરે પણ ડિલિવરી આ દિવસે મળે તેવું પણ ઇચ્છતા હોય છે. આજે દશેરાના દિવસે શહેરમાં વાહનોની ખરીદી અને ડિલિવરીનું પ્રમાણ ઘણંુ જ વધારે હતું. વર્ષ ૨૦૧૯ ની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં ૧૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આજે વિજયા દશમીના દિવસે ૧૭૦૦ કાર અને ૫૮૦૦ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે.  

વડોદરા જિલ્લા પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીનાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે ટુ-વ્હીલર, ફેર વ્હીલર અને કોમર્શિયલ સહિત રૂ. ૧૨૫ કરોડ વાહનો વેચાયા છે. જેમાં ૫૮૦૦ ટુ વ્હીલર અને ૧૭૦૦ ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઠમ અને આજે દશેરાએ મળીને કુલ ૨૨૦૦ ટુ-વ્હીલરની ડિલીવરી થઇ છે. એટલું જ નહીં કાર અને સ્કૂટરમાં ડિલિવરીમાં વેઈટિંગ જોવા મળી રહ્યું હતું. આ વર્ષે નવરાત્રિ અને દશેરામાં વાહનોના વેચાણની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ ખૂબ સારી રહી છે.  

ઉલ્લેખનીય છેકે, હાલ પેટ્રોલ – ડિઝલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઇ ગયો છે, તેમ છતાં વડોદરા શહેરમાં આજે રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ થયું છે. આવનારા સમયમાં ઇ-વાહનોની પણ માગ વધવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;