દિલ્હીને હરાવી કોલકાતા ત્રીજી વખત ફાઇનલમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • દિલ્હીને હરાવી કોલકાતા ત્રીજી વખત ફાઇનલમાં

દિલ્હીને હરાવી કોલકાતા ત્રીજી વખત ફાઇનલમાં

 | 4:58 am IST
  • Share

IPL ટી20  : કોલકાતાએ એક બોલ બાકી રાખી ત્રણ વિકેટે વિજય મેળવ્યો, દિલ્હી 5/135, કોલકાતા 7/136

શુક્રવારે CSK અને KKR વચ્ચે 2012ની ફાઈનલનું પુનરાવર્તન થશે

છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલા ક્વોલિફાયર-2 મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવીને ઔઆઇપીએલ ટી20 લીગમાં ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દિલ્હીની ટીમને તેના બંને પ્લે ઓફ મુકાબલામાં પરાજય મળ્યો છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ પાંચ વિકેટે 135 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ એક બોલ બાકી રાખીને સાત વિકેટે 136 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. કોલકાતાને છેલ્લી ઓવરમાં વિજય માટે સાત રન બનાવવાના હતા પરંતુ અશ્વિને ત્રીજા બોલે શાકિબને તથા ચોથા બોલે સુનીલ નરૈનને આઉટ કરીને દિલ્હીના વિજયની સંભાવના ઊભી કરી હતી. બે બોલમાં કોલકાતાને વિજય માટે છ રન બનાવવાના હતા અને રાહુલ ત્રિપાઠીએ પાંચમા બોલે છગ્ગો ફટકારીને કોલકાતાને વિજય અપાવી દીધો હતો. કોલકાતા માટે ઓપનર શુભમન ગિલે 46 તથા વેંકટેશ ઐયરે 55 રન બનાવ્યા હતા. રબાડા, અશ્વિન અને નોર્તઝેએ બે-બે વિકેટ ઝડપી હતી.

શિખર ધવન અને ઐયરે દિલ્હીની બાજી સંભાળી

પૃથ્વી શો (18) અને શિખર ધવને ધીમી પિચ ઉપર દિલ્હી માટે ઇનિંગનો પ્રારંભ કરીને પ્રથમ વિકેટ માટે 32 રન નોંધાવ્યા હતા. વરુણ ચક્રવર્તીએ પૃથ્વીને પેવેલિયન પરત મોકલ્યા બાદ ધવન અને સ્ટોનિસે (18) ધીમેે ધીમે ઇનિંગ આગળ વધારી હતી. જોકે બોલ આસાનીથી બેટ ઉપર નહીં આવતા હોવાના કારણે દિલ્હીના બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી પડી હતી અને તેણે 16 ઓવરમાં ચાર વિકેટે માત્ર 90 રન બનાવ્યા હતા. સ્પિનર વરુણની એક ભૂલના કારણે હેતમાયરને જીવતદાન મળ્યું હતું. શુભમન ગિલે તેનો શાનદાર કેચ ઝડપ્યો હતો પરંતુ નો-બોલ હોવાના કારણે અમ્પાયરે તેને પાછો બોલાવ્યો હતો.

ધવને 39બોલમાં એક બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 36 રન બનાવ્યા હતા. હેતમાયરે 10 બોલમાં બે સિક્સર વડે 17 રન ફટકાર્યા હતા. શ્રેયસ ઐયરે છેલ્લી ઓવરમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ટીમનો સ્કોર 135 સુધી પહોંચાડી દીધો હતો. ઐયરે 27 બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર વડે અણનમ 30 રન ફટકાર્યા હતા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તીએ 26 રનમાં બે વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો