દિવાળીમાં હરિદ્વાર, વૈષ્ણોદેવી, ગોવા, પંચમઢી જવા ટ્રેનમાં લાંબુ વેઈટીંગ - Sandesh
 • Home
 • Jamnagar
 • દિવાળીમાં હરિદ્વાર, વૈષ્ણોદેવી, ગોવા, પંચમઢી જવા ટ્રેનમાં લાંબુ વેઈટીંગ

દિવાળીમાં હરિદ્વાર, વૈષ્ણોદેવી, ગોવા, પંચમઢી જવા ટ્રેનમાં લાંબુ વેઈટીંગ

 | 4:07 am IST
 • Share

 • એસટીમાં નાથદ્વારા, અંબાજી જવા માટે સ્લીપરમાં એડવાન્સ બૂકિંગ ફ્ૂલ
 • તહેવારોમાં હરવા ફ્રવાના સ્થળો સૌરાષ્ટ્રીયનોથી ઉભરાશે
 • રાજકોટઃ તહેવારોની સીઝન શરુ થતા અને કોરોના હળવો પડતા આ વર્ષે દિવાળીમાં હરવા ફ્રવાના સ્થળો પર જવા માટે એડવાન્સ બૂકિંગ હાઉસફ્ૂલ છે. દિવાળીમાં હરિદ્વાર, વૈષ્ણોદેવી, ગોવા, પંચમઢી, દિલ્હી, મુંબઈ જવા માટે લોકો અત્યારથી જ બુકિંગ કરાવવા લાગી ગયા છે જેને લઈને ટ્રેનમાં બુકિંગ કરાવતી વખતે લાંબુ વેઈટીંગ છે જયારે એસટીમાં નાથદ્વારા, અંબાજી જવા માટે સ્લીપર સીટમાં એડવાન્સ બુકિંગ ફ્ૂલ થઇ ગયું છે.
  તા.૪ નવેમ્બરના દિવાળી, તા.૫ ના ન્યૂયર અને છઠ્ઠીએ ભાઈબીજ છે ત્યારે તહેવારોમાં ટુરીસ્ટ પોઈન્ટ અને ધાર્મિક સ્થાનો પર જવા માટે લોકોએ અત્યારથી જ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું છે. ટ્રેનમાં તો કર્ન્ફ્મ ટીકીટ હોય તેઓ જ મુસાફ્રી કરી શકે છે ત્યારે લાંબુ વેઈટીંગ હરવા ફ્રવાના શોખીનોની ચિંતા વધારી રહ્યું છે. એસટીમાં રાજકોટથી દરરોજ સાંજે ૫.૩૦ વાગ્યે નાથદ્વારા જવા ઉપડતી બસમાં તા.૩ થી ૬ નવેમ્બરમાં સ્લીપર સીટ ફ્ૂલ છે. રાત્રે ૧૨.૩૦ વાગ્યે રાજકોટથી ઉપડતી દ્વારકા – અંબાજી બસમાં પણ સ્લીપર સીટ ફ્ૂલ છે. જયારે દરરોજ સવારે ૧૦ વાગ્યે ગોંડલથી ઉદયપુર માટે દોડતી બસમાં એડવાન્સ બુકિંગ ઓછું છે.
 • કઈ ટ્રેનમાં કેટલું વેઈટીંગ છે ?
 • ટ્રેન તારીખ સ્લીપર થ્રી ટાયર એસી સેકન્ડ એસી
 • ઓખા-દહેરાદૂન ૩-૧૧ ૧૯૨ ૧૫૦ ૩૨
 • પોરબંદર-દિલ્હી ૩૦-૧૦ ૧૦૩ ૫૦ ૧૫
 • રાજકોટ-દિલ્હી ૪-૧૧ ૭૮ ૪૦ ૭
 • હાપા-કટરા ૨-૧૧ ૧૦૨ ૬૦ ૨૦
 • ઓખા-અર્નાકુલમ (ગોવા) ૬-૧૧ ૬૦ ૨૫ ૭
 • વેરાવળ-ત્રિવેન્દ્રમ(ગોવા) ૪-૧૧ ૬૦ ૨૩ ૧૦
 • હાપા-મડગાઉ(ગોવા) ૩-૧૧ ૬૦ ૪૫ ૧૦
 • ઓખા-વારાણસી ૪-૧૧ ૧૨૫ ૧૨ ૬
 • ઓખા-ગવહાટી ૫-૧૧ ૯૭ ૪૭ ૨૭
 • પોરબંદર-મુજ્જફ્રપુર ૨૮-૧૦ ૧૬૮ ૨૨ ૧૦
 • ઓખા-હાવડા ૩૧-૧૦ ૧૬૦ ૫૭ ૧૬
 • પોરબંદર-હાવડા ૪-૧૧ ૧૪૦ ૩૧ ૧
 • સોમનાથ-જબલપુર ૨-૧૧ ૮૦ ૨૫ ૬

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો